________________
તત્ત્વવિચાર
સમાનતા છે. જૈનદૃષ્ટિએ જીવ અને અજીવ બન્ને સમાનપણે સત્ છે. ન તો જીવ અજીવ બની શકે છે કે ન તો અજીવ જીવ બની શકે છે. બન્ને સત્ છે, પરંતુ બન્ને ભિન્ન સ્વભાવવાળા હોઈને જ સત્ છે. સત્તા તેમનો સ્વભાવભેદ દૂર કરી શકતી નથી, કેમ કે સ્વભાવભેદ સત્ છે, યથાર્થ છે, પારમાર્થિક છે. તત્ત્વ જડ અને ચેતન ઉભયરૂપે સત્ છે. જડ અને ચેતનને છોડીને સત્તા રહી શકતી નથી.
સત્ત્નું સ્વરૂપ
-
સત્તા સ્વરૂપનું વિશ્લેષણ કરતાં તત્ત્વાર્થસૂત્રકારે કહ્યું છે કે સત્ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત છે. આગળ જઈને આ જ વાતને ‘ગુણ અને પર્યાયવાળું દ્રવ્ય છે' એ રીતે કહી છે. ઉત્પાદ અને વ્યયના સ્થાને પર્યાય આવ્યો અને પ્રૌવ્યના સ્થાને ગુણ આવ્યો. ઉત્પાદ અને વ્યય પરિવર્તનના સૂચક છે. ધ્રૌવ્ય નિત્યતાને સૂચવે છે. ગુણ નિત્યતાવાચક છે અને પર્યાય પરિવર્તનસૂચક. કોઈ પણ વસ્તુના બે રૂપ હોય છે એકતા અને અનેકતા, નિત્યતા અને અનિત્યતા, સ્થાયિત્વ અને અસ્થાયિત્વ, સદશતા અને વિસદશતા. તેમનામાંથી પ્રથમ પક્ષ ધ્રૌવ્યસૂચક છે - ગુણસૂચક છે. બીજો પક્ષ ઉત્પાદ અને વ્યયનો સૂચક છે · પર્યાયસૂચક છે. વસ્તુના સ્થાયિત્વમાં એકરૂપતા હોય છે, સ્થિરતા હોય છે. અસ્થાયિત્વ(પરિવર્તન)માં પૂર્વ રૂપનો વિનાશ થાય છે અને ઉત્તર રૂપની ઉત્પત્તિ થાય છે. વસ્તુના વિનાશ અને ઉત્પાદમાં વ્યય અને ઉત્પત્તિના રહેવા છતાં પણ વસ્તુ ન તો સર્વથા નાશ પામે છે કે ન તો સર્વથા નવીન ઉત્પન્ન થાય છે. વિનાશ અને ઉત્પાદની વચ્ચે એક પ્રકારની સ્થિરતા રહે છે જે ન તો ઉત્પન્ન થાય છે કે ન તો નાશ પામે છે. આ જે સ્થિરતા યા એકરૂપતા છે તે જ ધ્રૌવ્ય છે, નિત્યતા છે. તેને ‘તજ્ઞાવાવ્યય’કહે છે. આ જ નિત્યનું લક્ષણ છે. આચાર્ય કુન્દકુન્દે દ્રવ્યની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે - - જે અપરિત્યક્ત સ્વભાવવાળું છે, જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત છે તથા જે ગુણ અને પર્યાયથી યુક્ત છે તે જ દ્રવ્ય છે. દ્રવ્ય અને સત્ એક જ છે, તેથી આ જ લક્ષણ સત્ત્નું પણ છે. તત્ત્વાર્થસૂત્રનાં ‘ઉત્પાવ્યયધ્રૌવ્યયુ સત્' ‘મુળપર્યાયવષ્યમ્’ અને ‘તદ્રાવાવ્યયં નિત્યક્’ આ ત્રણે સૂત્રોને એક જ ગાથામાં
Anda.com
૧. તત્ત્વાર્થસૂત્ર, ૫.૨૯.
૨. એજન, ૫.૩૭.
૩. તત્ત્વાર્થસૂત્ર, ૫.૩૦,
४. अपरिच्चत्तसहावेणुप्पादव्वयधुवत्तसंजुत्तं ।
गुणवं च सपज्जायं, जं तं दव्वं त्ति वुच्चति ॥
Jain Education International
For Private & Personal Use Only
668
-
– પ્રવચનસાર, ૨.૩.
www.jainelibrary.org