________________
७८
જૈન ધર્મ-દર્શન
નિબદ્ધ કરવામાં આવ્યાં છે. સત્તાનું લક્ષણ દર્શાવતાં બીજે સ્થાને તેમણે આ જ વાત લખી છે. આમ જૈનદર્શનમાં સત્ એકાન્તપણે નિત્ય કે અનિત્ય નથી મનાયું. તે કથંચિત્ નિત્ય છે અને કથંચિત્ અનિત્ય છે. ગુણ અથવા અન્વયની અપેક્ષાએ તે નિત્ય છે અને પર્યાયની દૃષ્ટિએ તે અનિત્ય છે. કૂટસ્થનિત્ય હોતાં તેમાં જરા પણ પરિવર્તન ન થઈ શકે અને સર્વથા અનિત્ય હોતાં તેમાં જરા પણ એકરૂપતા ન હોઈ શકે. આવી સ્થિતિમાં વસ્તુ નિત્ય અને અનિત્ય ઉભયાત્મક હોવી જોઈએ. જૈનદર્શનસમ્મત આ લક્ષણ અનુભવ સાથે અવ્યભિચારી છે, અર્થાત્ અનુભવિવરોધી નથી.
—-
જૈનદર્શન સદસત્કાર્યવાદી છે, તેથી તે ઉત્પાદની વ્યાખ્યા આ રીતે કરે છે સ્વજાતિનો પરિત્યાગ કર્યા વિના ભાવાન્તરનું ગ્રહણ ઉત્પાદ છે. માટીનો પિંડ ઘટપર્યાયમાં પરિણત થતો હોવા છતાં પણ તે ઘટપર્યાય માટી જ રહે છે. માટીરૂપ જાતિનો પરિત્યાગ કર્યા વિના ઘટરૂપ ભાવાન્તરનું જે ગ્રહણ છે તે જ ઉત્પાદ છે. તેવી જ રીતે વ્યયનું સ્વરૂપ દર્શાવતાં કહ્યું છે કે સ્વજાતિનો પરિત્યાગ કર્યા વિના પૂર્વભાવનો જે વિગમ તે વ્યય છે. ઘટની ઉત્પત્તિમાં પિંડની આકૃતિનો વિગમ એ વ્યયનું ઉદાહરણ છે. પિંડ જ્યારે ઘટ બને છે ત્યારે તેની પૂર્વીકૃતિનો વ્યય થઈ જાય છે. આ વ્યયમાં માટી તો જેમની તેમ રહે છે, કેવળ પૂર્વીકૃતિનો (પિંડાકૃતિનો) નાશ થાય છે. અર્થાત્ માટીનો પર્યાય (આકાર) બદલાઈ જાય છે, માટી તો એની એ જ રહે છે. અનાદિ પારિણામિક સ્વભાવના કારણે વસ્તુનો સર્વથા નાશ ન થવો એ ધ્રુવત્વ છે. ઉદાહરણ માટે પિંડ વગેરે અવસ્થાઓમાં માટીનો જે અન્વય છે તે ધ્રૌવ્ય છે. આ ત્રણે દશાઓનાં જે ઉદાહરણો આપવામાં આવ્યાં છે તે કેવળ સમજવા માટે છે. માટી હમેશાં માટી જ રહે એ આવશ્યક નથી. જૈનદર્શન પૃથ્વી વગેરે પરમાણુઓને નિત્ય માનતું નથી. પરમાણુ એક અવસ્થાને છોડી બીજી અવસ્થાને ગ્રહણ કરી શકે છે. જડ અને ચેતનનો જે વિભાગ છે તે તથા જીવનો ભવ્ય અને અભવ્ય એવો જે વિભાગ છે તે નિત્ય કહી શકાય.
૨
સત્ અને દ્રવ્યને એકાર્થક માનવાની પરંપરા પર દાર્શનિક દૃષ્ટિનો પ્રભાવ જણાય છે. જૈન આગમોમાં સત્ શબ્દનો પ્રયોગ દ્રવ્યના લક્ષણ તરીકે થયો છે. ત્યાં દ્રવ્યને જ તત્ત્વ કહેવામા આવેલ છે અને સત્તા સ્વરૂપનું પૂરું વર્ણન દ્રવ્યવર્ણન તરીકે આપવામાં આવ્યું છે. અનુયોગદ્વારસૂત્રમાં તત્ત્વનું સામાન્ય લક્ષણ દ્રવ્ય મનાયું છે અને વિશેષ
૧. સત્તા સવ્વપયસ્થા, વિસ્તરવા અનંતપન્નાયા । भंगुप्पादधुवत्ता, सप्पडिवक्खा हवदि एक्का ॥
૨. સર્વાર્થસિદ્ધિ, પ.૩૦.
Jain Education International
—પંચાસ્તિકાયસાર, ગાથા ૮.
For Private & Personal Use Only
www.jainelibrary.org