________________
તત્ત્વવિચાર લક્ષણ તરીકે જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય મનાયાં છે. વાચક ઉમાસ્વાતિએ આગમિક માન્યતાને દર્શનના સ્તર ઉપર લાવીને દ્રવ્યને સત કહ્યું. તેમની નજરમાં સત્ અને દ્રવ્યમાં કોઈ જ ભેદ ન હતો. આગમની માન્યતા અનુસાર પણ સત્ અને દ્રવ્યમાં કોઈ ભેદ નથી. પરંતુ આ સિદ્ધાન્તનું આગમકાળમાં સુસ્પષ્ટ પ્રતિપાદન થઈ શક્યું નથી. ઉમાસ્વાતિએ દાર્શનિક પુટ દઈને તેને સ્પષ્ટ કર્યો.
“સંત” શબ્દનો અર્થ વાચક ઉમાસ્વાતિએ અન્ય પરંપરાઓથી જુદો રાખ્યો છે. ન્યાય-વૈશેષિક આદિ વૈદિક પરંપરાઓ સત્તાને કૂટસ્થનિત્ય માને છે. આ પરંપરાઓ અનુસાર સત્તા સર્વદા એકરૂપ રહે છે. તેનામાં જરા પણ પરિવર્તનની સંભાવના નથી.જે પરિવર્તિત થાય છે તે સત્તા ન હોઈ શકે. બીજા શબ્દોમાં, નૈયાયિક અને વૈશેષિક સત્તાને સામાન્ય નામનો એક ભિન્ન પદાર્થ માને છે જે સર્વથા એકરૂપ રહે છે, કૂટસ્થનિત્ય છે, અપરિવર્તનશીલ છે. તેનાથી ઊલટું વાચક ઉમાસ્વાતિએ સતને કેવળ નિત્ય નથી માન્યું પરંતુ પરિવર્તનશીલ પણ માન્યું છે. ઉત્પાદ, વ્યય અને બ્રોવ્ય ત્રણેનો અવિરોધી સમન્વય જ સતનું લક્ષણ છે. ઉત્પાદ અને વ્યય અનિત્યતાના સૂચક છે તથા ધ્રૌવ્ય નિત્યતાનું સૂચક છે. નિત્યતાનું લક્ષણ ફૂટસ્થનિત્ય નથી પણ તભાવાવ્યય છે. તભાવાયનો અર્થ શું છે એ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે જે પોતાના ભાવને નતો વર્તમાનમાં છોડે છે કે ન તો ભવિષ્યમાં છોડશે તે નિત્ય છે અને તે જ તદુભાવાવ્યાં છે. ઉત્પાદ અને વ્યયની વચ્ચે જે હમેશાં રહે છે તે તભાવાવ્યાં છે. સત્તા નામનો કોઈ ભિન્ન પદાર્થ નથી જે હમેશાં એકસરખો રહેતો હોય. વસ્તુ પોતે જ ત્રયાત્મક છે. તત્ત્વ સ્વભાવથી જ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે. પદાર્થ સ્વતઃ સત્ છે. સત્તા સામાન્ય સાથે સંબંધના કારણે સતુ માનવામાં અનેક દોષોનો સામનો કરવો પડે છે. જે સત્ છે તે જ પદાર્થ છે કેમ કે જે સતુ ન હોય અને છતાં પણ પદાર્થ હોય એ તો પરસ્પર વિરોધી વાત છે. જે સર્વથા અસત્ છે તે સત્તા સાથેના સંબંધથી પણ સત્ ન બની શકે, જેમ કે ગગનારવિન્દ. સત અને અસથી ભિન્ન કોઈ એવી કોટિ નથી જેમાં પદાર્થને રાખી શકાય. તેથી દ્રવ્ય ન તો સ્વતઃ સત્ છે કે ન તો સ્વતઃ અસત્ છે પરંતુ સત્તા સાથેના સંબંધથી તે સત્ છે એમ કહેવું બરાબર નથી. દ્રવ્ય સત હોય તો જ દ્રવ્ય હોઈ શકે છે. જે સત ન હોય તે દ્રવ્ય ન હોઈ શકે. સત્તા નામનો કોઈ એવો પદાર્થ ઉપલબ્ધ નથી થતો જેની સાથેના સંબંધથી દ્રવ્ય સત્ બની જતું હોય. કદાચ એવો પદાર્થ માની પણ લઈએ
૧. વિસા શ્વે, વિહિપ નીવચ્ચે નીવડ્યું સૂત્ર ૧૨૩. ૨. યત્ તો માવીત્ર વ્યતિ વ્યતિ તન્નિત્યમ્ | તત્ત્વાર્થભાષ્ય, ૫.૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org