________________
૮૦
જૈન ધર્મ-દર્શન તો પણ સમસ્યા ઉકલી શકતી નથી કેમ કે તે પદાર્થનું પોતાનું અસ્તિતત્વ જોખમમાં છે. તે સ્વતઃ સત છે કે નહિ? જો તે સ્વતઃ સતું હોય તો “પદાર્થ સત્તા સાથેના સંબંધમાં આવવાથી જ સત્ બને છે” એ સિદ્ધાન્ત ખંડિત થઈ જાય છે. જો તે સ્વતઃ સતુ ન હોય અને તેની સત્તા માટે બીજી કોઈ સત્તાની આવશ્યકતા રહેતી હોય તો અનવસ્થાદોષનો સામનો કરવો પડશે. આવી પરિસ્થિતિમાં તો એ જ સારું છે કે પ્રત્યેક પદાર્થને સ્વભાવથી જ સત્ માનવામાં આવે તથા સત્ અને પદાર્થમાં કોઈ ભેદ માનવામાં ન આવે. દ્રવ્ય અને પર્યાય
દ્રવ્ય શબ્દના અનેક અર્થો થાય છે. તે અર્થોમાંથી સત, તત્ત્વ અથવા પદાર્થપરક અર્થ પર આપણે વિચાર કરી ચૂક્યા છીએ. જૈન સાહિત્યમાં દ્રવ્ય શબ્દનો પ્રયોગ સામાન્ય માટે પણ થયો છે. જાતિ અથવા સામાન્યને પ્રગટ કરવા માટે દ્રવ્ય અને વ્યક્તિ અથવા વિશેષને પ્રગટ કરવા માટે પર્યાય શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.
દ્રવ્ય અથવા સામાન્ય બે પ્રકારનું છે–તિર્યકુ સામાન્ય અને ઊર્ધ્વતા સામાન્ય. એક જ કાળે અનેક દેશોમાં રહેલા અનેક પદાર્થોમાં જે સમાનતાની અનુભૂતિ થાય છે તે તિર્યક સામાન્ય છે. જ્યારે આપણે કહીએ છીએ જીવ અને અજીવ બન્ને સત છે, તથા ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આદિ દ્રવ્ય છે ત્યારે આપણો અભિપ્રાય તિર્યક્ર સામાન્યથી છે. આપણે કહીએ છીએ કે જીવના બે પ્રકાર છે–સંસારી અને સિદ્ધ. સંસારી જીવના પાંચ ભેદ છે – અકેન્દ્રિય, હીન્દ્રિય આદિ. પુદ્ગલના ચાર પ્રકાર છે – સ્કન્ધ, સ્કન્ધદેશ, સ્કન્ધપ્રદેશ અને પરમાણુ. આ રીતે અન્ય પ્રકારના સામાન્યમૂલક ભેદોમાં તિર્યકુ સામાન્ય અભિપ્રેત છે. એક જાતિનો જ્યાં નિર્દેશ હોય છે, અનેક વ્યક્તિઓમાં એક સામાન્ય જયાં વિવક્ષિત હોય છે ત્યાં તિર્યફ સામાન્ય સમજવું જોઈએ. - જ્યારે કાલકત અનેક અવસ્થાઓમાં કોઈ વિશેષ દ્રવ્યનો અન્વય યા એકત્વ વિવક્ષિત હોય, એક વિશેષ પદાર્થની અનેક અવસ્થાઓની એકતા યાધ્રુવતા અપેક્ષિત હોય ત્યારે તે એકત્વ અથવા ધ્રુવતાના સૂચક અંશને ઊર્ધ્વતા સામાન્ય કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જ્યારે કહેવામાં આવે છે કે જીવ દ્રવ્યાર્થિક દૃષ્ટિએ શાશ્વત છે? અને પર્યાયાર્થિક દૃષ્ટિએ અશાશ્વત છે ત્યારે જીવદ્રવ્યનો અર્થ ઊર્ધ્વતા સામાન્ય છે. જ્યારે કહેવામાં આવે છે કે અત્રુચ્છિત્તિ નયની અપેક્ષાએ નારક શાશ્વત છે ત્યારે અશ્રુચ્છિત્તિ નયનો વિષય જીવ ઊર્ધ્વતા સામાન્ય તરીકે વિવક્ષિત છે. આ રીતે જ્યાં ૧. ભગવતીસૂત્ર, ૭.૨.૨૭૩. ૨. એજન, ૭.૩. ૨૭૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org