________________
તત્ત્વવિચાર
૮૧ કોઈ જીવવિશેષની યા પદાર્થવિશેષની અનેક અવસ્થાઓનું વર્ણન કરવામાં આવે છે ત્યાં એકત્વ અથવા અન્વયસૂચક પદ ઊર્ધ્વતા સામાન્યની દષ્ટિએ પ્રયોજાય છે.
જેમ દ્રવ્ય યા સામાન્યના બે પ્રકાર છે તેમ પર્યાય અથવા વિશેષના પણ બે પ્રકાર છે. તિર્યક સામાન્ય સાથે રહેતા વિશેષો તિર્યફ વિશેષો છે અને ઊર્ધ્વતા સામાન્યને આશ્રિત પર્યાયો ઊર્ધ્વતા વિશેષો છે. અનેક દેશોમાં જે ભિન્ન ભિન્ન દ્રવ્યોયા પદાર્થવિશેષો છે તે તિર્યફ સામાન્યના પર્યાયો છે. તે તિર્યકુ વિશેષો છે. અનેક કાળોમાં એક જદ્રવ્યની અર્થાત્ ઊર્ધ્વતા સામાન્યની જે વિભિન્ન અવસ્થાઓ છે-જે અનેક વિશેષો યા પર્યાયો છે તે ઊર્ધ્વતા વિશેષો છે. જીવપર્યાયો કેટલા છે? તેના ઉત્તરમાં મહાવીરે કહ્યું કે જીવપર્યાયો અનન્ત છે. તે કેવી રીતે? તેનું સ્પષ્ટીકરણ કરતાં તેમણે કહ્યું કે અસંખ્યાત નારક છે, અસંખ્યાત અસુરકુમાર છે, યાવત્ અસંખ્યાત સ્વનિતકુમાર છે, અસંખ્યાત પૃથ્વીકાય છે, યાવતુ અસંખ્યાત વાયુકાય છે, અનન્ત વનસ્પતિકાય છે, અસંખ્યાત દ્વિીન્દ્રિય છે, યાવત્ અસંખ્યાત મનુષ્ય છે, અસંખ્યાત વાણવ્યન્તર છે, યાવત્ અનન્ત સિદ્ધ છે. આ જ કારણ છે કે જીવપર્યાયો અનન્ત છે. આ ચર્ચામાં જે પર્યાયો વિવક્ષિત છે તે તિર્યફ વિશેષની અપેક્ષાએ છે કેમ કે આ પર્યાયો અનેક દેશોમાં રહેનારા વિભિન્ન જીવો સાથે સંબંધિત છે. તેમનામાં બધા જીવોનો સમાવેશ થઈ જાય છે, તેથી અનેક જીવાશ્રિત પર્યાયો હોવાથી તિર્યફ વિશેષો છે.
ઊર્ધ્વતા વિશેષની દષ્ટિએ વિચારતાં વિશેષનો આધાર બીજો થઈ જાય છે. જો આપણે કહીએ કે પ્રત્યેક જીવના અનન્ત પર્યાય છે અને કોઈ જીવવિશેષના વિષયમાં વિચારીએ તો આપણો દષ્ટિકોણ ઊર્ધ્વતા વિશેષને વિષય કરે છે. ઉદાહરણ તરીકે એક નારક જીવને લઈએ. તેના અનન્ત પર્યાયો થાય છે. જીવસામાન્યના અનન્ત પર્યાયોનું કથન તિર્લફસામાન્યાશ્રિત પર્યાયની દૃષ્ટિએ છે પરંતુ કોઈએક જીવવિશેષ નારક આદિના અનન્ત પર્યાયોનું કથન ઊર્ધ્વતા સામાન્યાશ્રિત પર્યાયની દૃષ્ટિએ છે. એક નારકવિશેષના અનન્ત પર્યાયો કેવી રીતે હોઈ શકે છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે:
એક નારક બીજા નારકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે, પ્રદેશોની અપેક્ષાએ પણ તુલ્ય છે. અવગાહનાની અપેક્ષાએ સ્યાત ચતુઃસંસ્થાનથી હન, સ્યાત્ તુલ્ય, સ્યાત્ ચતુઃસંસ્થાનથી અધિક છે. સ્થિતિની અપેક્ષાએ અવગાહના સમાન છે પરંતુ શ્યામવર્ણપર્યાયની અપેક્ષાએ સ્યાત્ ષસ્થાન હીન, સ્યાત્ તુલ્ય, સ્યાત્ ષટ્રસ્થાન અધિક છે. આ રીતે બાકીના વર્ણપર્યાયો, બેય ગધેપર્યાયો, પાંચ રસપર્યાયો, આઠ સ્પર્શપર્યાયો, મતિજ્ઞાન અને મત્યજ્ઞાનપર્યાય, શ્રુતજ્ઞાન અને શ્રુતજ્ઞાનપર્યાય, અવધિજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનપર્યાય, ચક્ષુદર્શનપર્યાય, અચક્ષુદર્શનપર્યાય, અવધિ૧. એજન, ૨૫.૫.
- -
-
- -
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org