________________
૮ ૨
જૈન ધર્મ-દર્શન
દર્શનપર્યાય – આ બધા પર્યાયોની અપેક્ષાએ સ્યાત્ ષસ્થાનપતિત હીન છે, ચાત તુલ્ય છે, યાત્ ષસ્થાનપતિત અધિક છે. તેથી નારકના અનન્ત પર્યાયો કહેવામાં આવે છે. દ્રવ્યદૃષ્ટિએ પ્રત્યેકનારક સમાન છે. આત્માના પ્રદેશો પણ દરેકના અસંખ્યાત છે. શરીરની દષ્ટિએ એક નારકનું શરીર બીજા નારકના શરીરથી નાનું પણ હોઈ શકે છે, સમાન પણ હોઈ શકે છે અને મોટું પણ હોઈ શકે છે, શરીરની અસમાનતા અસંખ્યાત પ્રકારની હોઈ શકે છે. સર્વજઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ બરાબર હશે. ક્રમશઃ એક એક ભાગની વૃદ્ધિ દ્વારા સર્વોત્કૃષ્ટ ૫૦૦ ધનુષપ્રમાણ સુધી પહોંચે છે. તેની વચ્ચેના પ્રકારો અસંખ્યાત હશે. તેથી અવગાહનાની અપેક્ષાએ નારકના અસંખ્યાત પ્રકારો હોઈ શકે છે. આ જ વાત આયુના અંગે પણ કહી શકાય છે. આ તો સામાન્ય વાત થઈ. એક નારકના જે અનન્ત પર્યાયો કહેવામાં આવ્યા છે તે કેવી રીતે? શરીર અને આત્માને કથંચિત્ અભિન્ન માનીને વર્ણ, રસ, ગન્ધ અને સ્પર્શને પણ નારકના પર્યાયો ગણી વિચારવામાં આવે તો નારકના અનન્ત પર્યાયો હોઈ શકે છે. તેનું કારણ એ છે કે કોઈ પણ ગુણના અનન્ત ભેદો માનવામાં આવ્યા છે. જો આપણે કોઈ એક વર્ણને લઈએ અને કોઈ ભાગ એકગુણ શ્યામ હોય, કોઈ દ્વિગુણ શ્યામ હોય, કોઈ ત્રિગુણ શ્યામ હોય અને આમ તેનો અનન્તમો ભાગ અનન્તગુણ શ્યામ હોય તો વર્ણના અનન્ત પર્યાયો સિદ્ધ થઈ શકે છે. અન્ય વર્ણ, ગબ્ધ, રસ અને સ્પર્શની બાબતમાં પણ આ જ વસ્તુ ઘટાવી શકાય. આ તો ભૌતિક અથવા પગલિક ગુણોની વાત થઈ. જ્ઞાન આદિ આત્મગુણોની બાબતમાં પણ આ જ વાત કહી શકાય. આત્માના જ્ઞાન આદિ ગુણની તરતમતાની માત્રાઓનો વિચાર કરવાથી અનન્તપ્રકારતાની સિદ્ધિ થઈ શકે છે. આ બધા ભેદો એક નારકમાં કાલભેદે ઘટે છે. ઊર્ધ્વતા સામાન્યાશ્રિત પર્યાય કાલભેદના આધારે જ થાય છે. એક જીવ કાલભેદે અનેક પર્યાયોને ધારણ કરે છે. આ પર્યાયો ઊર્ધ્વતા સામાન્યાશ્રિત વિશેષો છે. આ જ ઊર્ધ્વતા વિશેષનું લક્ષણ છે.
દ્રવ્યના ઊર્ધ્વતા સામાન્યાશ્રિત પર્યાયોને પરિણામ કહેવામાં આવે છે. ભગવતીસૂત્ર અને પ્રજ્ઞાપના સૂત્રમાં આ જાતના પરિણામોનું વર્ણન છે. વિશેષ અને પરિણામ બન્ને દ્રવ્યના પર્યાયો છે કારણ કે બન્ને પરિવર્તનશીલ છે. પરિણામમાં કાલભેદની પ્રધાનતા હોય છે જયારે વિશેષમાં દેશભેદની પ્રધાનતા હોય છે. જે કાળની દૃષ્ટિએ પરિણામો છે તે જ દેશની દૃષ્ટિએ વિશેષો છે. આમ પર્યાય, વિશેષ, પરિણામ, ઉત્પાદ અને વ્યય પ્રાય: એકાર્થક છે. દ્રવ્યવિશેષની વિવિધ અવસ્થાઓમાં આ બધા શબ્દોનો સમાવેશ થઈ જાય છે.
૧. પ્રજ્ઞાપના, ૫.૨૪૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org