________________
તત્ત્વવિચાર
૮૩
દ્રવ્ય અને પર્યાયનું સ્વરૂપ સમજી લીધા પછી એ જાણવું પણ આવશ્યક છે કે દ્રવ્ય અને પર્યાયનો સંબંધ શું છે? દ્રવ્ય અને પર્યાય ભિન્ન છે કે અભિન્ન? આ પ્રશ્નને સામે રાખીને મહાવીરે જે વિચારો આપણી આગળ રજૂ કર્યા છે તેમના ઉપર એક સામાન્ય નજર નાખવી ઠીક રહેશે. ભગવતીસૂત્રમાં પાર્શ્વનાથના શિષ્યો અને મહાવીરના શિષ્યો વચ્ચે થયેલા એક વિવાદનું વર્ણન છે. પાર્શ્વનાથના શિષ્યો કહે છે કે તેમના પ્રતિપક્ષીઓ સામાયિકનો અર્થ જાણતા નથી. મહાવીરના શિષ્યો તેમને સમજાવે છે – આત્મા જ સામયિક છે. આત્મા જ સામાયિકનો અર્થ છે. અહીં આત્મા એક દ્રવ્ય છે અને સામાયિક આત્માની એક વિશેષ અવસ્થા છે અર્થાતુ પર્યાય છે. સામાયિક આત્માથી મશનથી અર્થાત પર્યાય દ્રવ્યથી ભિન્ન નથી. આ દ્રવ્ય અને પર્યાયની અભેદદષ્ટિ છે. આ દૃષ્ટિનું સમર્થન આપેક્ષિક છે. કોઈ અપેક્ષાએ આત્મા અને સામાયિક એક છે કેમ કે સામાયિક આત્માની જ એક અવસ્થા છે–આત્મપર્યાય છે, તેથી સામાયિક આત્માથી અભિન્ન છે. અન્યત્રદ્રવ્ય અને પર્યાયના ભેદનું પણ સમર્થન કરવામાં આવ્યું છે. “અસ્થિર પર્યાયનો નાશ થવા છતાં પણ દ્રવ્ય સ્થિર રહે છે આ વાક્યમાં ભેદદષ્ટિ સ્પષ્ટ ઝળકે છે. જો દ્રવ્ય અને પર્યાયનો સર્વથા અભેદ હોત તો પર્યાયનો નાશ થતાં દ્રવ્યનો પણ નાશ થઈ જાત. આનો અર્થ એ કે પર્યાય જ દ્રવ્ય નથી. દ્રવ્ય અને પર્યાય કથંચિત્ ભિન્ન પણ છે. દ્રવ્યના પર્યાયો બદલાતા રહે છે પરંતુ દ્રવ્ય પોતે બદલાતું નથી. દ્રવ્યનો ગુણ પણ નાશ પામતો નથી, ભલે ને તેની અવસ્થાઓ નાશ પામતી રહે અને ઉત્પન્ન થતી રહે. પર્યાયદષ્ટિની પ્રધાનતાથી દ્રવ્ય અને પર્યાયના ભેદનું સમર્થન કરી શકાય છે અને દ્રવ્યદૃષ્ટિની પ્રધાનતાથી દ્રવ્ય અને પર્યાયના અભેદની પુષ્ટિ કરી શકાય છે. દષ્ટિભેદ દ્વારા દ્રવ્ય અને પર્યાયના ભેદ અને અભેદની કલ્પના કરવી જ મહાવીરને અભીષ્ટ હતી.
આ રીતે આત્મા અને જ્ઞાનની બાબતમાં પણ મહાવીરે એ જ વાત કહી છે. જ્ઞાન આત્માનો એક પરિણામ છે. તે સદૈવ બદલાતો રહે છે. જ્ઞાનની અવસ્થાઓમાં પરિવર્તન થતું રહે છે પરંતુ આત્મદ્રવ્ય તો તેનું તે જ રહે છે. આવી પરિસ્થિતિમાં જ્ઞાન અને આત્મા ભિન્ન છે. આત્માથી ભિન્ન સ્વતન્ન સત્તા જ્ઞાનની નથી. તે આત્માની જ એક વિશેષ અવસ્થા છે. આ દષ્ટિએ જ્ઞાન અને આત્મા અભિન્ન છે. જો આત્મા અને જ્ઞાનનો એકાત્ત અભેદ હોત તો જ્ઞાનના નાશની સાથે સાથે આત્માનો પણ નાશ થઈ
૧. આયા !સામારૂપ ગયા ને ઉજ્જો! સામારૂ મા ભગવતીસૂત્ર, ૧૯.૭૯ ૨. તે નૂમાં અંતે રે પોટ્ટ, નો fથરે પોટ્ટા એજન. ૩. આચારાંગ, ૧.૫.૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org