________________
८४
જૈન ધર્મ-દર્શન જાત. આ પરિસ્થિતિમાં એક શાશ્વત આત્મદ્રવ્યની ઉપલબ્ધિ ન થાત. જો જ્ઞાન અને આત્માનો એકાન્ત ભેદ હોત તો એક વ્યક્તિના જ્ઞાન અને બીજી વ્યક્તિના જ્ઞાનમાં કોઈ અંતર ન રહેત. એક વ્યક્તિના જ્ઞાનની સ્મૃતિ બીજી વ્યક્તિને થાત અથવા તે વ્યક્તિના જ્ઞાનનું સ્મરણ ખુદ તેને પણ ન થઈ શકત. આવી પરિસ્થિતિમાં જ્ઞાનના ક્ષેત્રમાં અરાજકતા અને અવ્યવસ્થા વ્યાપી જાત. તેથી જ્ઞાન અને આત્માનો કથંચિત ભેદ અને કથંચિત અભેદ માનવો જ ઉચિત છે. દ્રવ્યદૃષ્ટિએ જ્ઞાન અને આત્માનો અભેદ માનવો જોઈએ અને પર્યાયદષ્ટિએ બન્નેનો ભેદ માનવો જોઈએ.
આત્માના આઠ ભેદોની વાત ભગવતીસૂત્રમાં કહેવામાં આવી છે. ગૌતમ મહાવીરને પૂછે છે - હે ભગવન્! આત્માના કેટલા પ્રકાર છે? મહાવીર ઉત્તર આપે છે– હે ગૌતમ! આત્મા આઠ પ્રકારનો કહેવાયો છે. તે આઠ પ્રકારો આ છે– દ્રવ્યાત્મા, કષાયાત્મા, યોગાત્મા, ઉપયોગાત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા અને વીર્યાત્મા. આ ભેદ દ્રવ્ય અને પર્યાય બન્ને દષ્ટિઓથી છે. દ્રવ્યાત્મા દ્રવ્યદૃષ્ટિએ છે અને બાકીના સાત પર્યાયદૃષ્ટિએ છે. આ જાતની અનેક ચર્ચાઓ જૈન દાર્શનિક સાહિત્યમાં મળે છે જેમના દ્વારા દ્રવ્ય અને પર્યાયના સંબંધની જાણકારી થાય છે. દ્રવ્ય અને પર્યાય પરસ્પર એવી રીતે સમ્બદ્ધ છે કે એકના વિના બીજાનું અસ્તિત્વ અસંભવ છે. જેવી રીતે દ્રવ્યરહિત પર્યાય ઉપલબ્ધ થવો શક્ય નથી તેવી જ રીતે પર્યાયરહિત દ્રવ્યનું ઉપલબ્ધ થવું અશક્ય છે. જ્યાં પર્યાય હશે ત્યાં દ્રવ્ય અવશ્ય હશે જ અને જ્યાં દ્રવ્ય હશે ત્યાં તેનો કોઈને કોઈ પર્યાય અવશ્ય હશે જ. ભેદભેદવાદ | દાર્શનિક ક્ષેત્રમાં ભેદ અને અભેદને લઈને મુખ્ય ચાર પક્ષ બની શકે છે. એક પક્ષ કેવળ ભેદનું સમર્થન કરે છે, બીજો પક્ષ કેવળ અભેદને સ્વીકારે છે, ત્રીજો પક્ષ ભેદ અને અભેદ બન્નેને માને છે અને ચોથો પક્ષ ભેદવિશિષ્ટ અભેદનું સમર્થન કરે છે.
ભેદવાદી કોઈ પણ પદાર્થમાં અન્વય માનતો નથી. તે પ્રત્યેક ક્ષણે ભિન્ન ભિન્નતત્ત્વ અને ભિન્ન ભિન્ન જ્ઞાનની સત્તામાં વિશ્વાસ કરે છે. એની દૃષ્ટિમાં ભેદને છોડીને કોઈ પણ પ્રકારનું તત્ત્વ નિર્દોષ નથી હોતું. જ્યાં ભેદ છે ત્યાં જ વાસ્તવિકતા છે. ભારતીય દર્શનમાં વૈભાષિક અને સૌત્રાન્તિક આ પક્ષના પ્રબળ સમર્થક છે. તે ક્ષણભંગવાદને જ
१. कहविहा णं भन्ते आया पण्णत्ता ? गोयमा ! अट्ठविहा आया पण्णत्ता । तं जहा -
दवियाया, कसायाया, जोगाया, उवओगाया, णाणाया, दंसणाया, चरित्ताया, वीरियाया। ભગવતીસૂત્ર, ૧૨.૧૦.૪૬૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org