________________
૮૫
તત્ત્વવિચાર
અંતિમ સત્ય માને છે. પ્રત્યેક વસ્તુ ક્ષણિક છે. પ્રત્યેક ક્ષણે પદાર્થની ઉત્પત્તિ અને વિનાશ થાય છે. કોઈ પણ વસ્તુ સ્થાયી નથી. જ્યાં સ્થાયિત્વ ન હોય ત્યાં અભેદ કેવો? ન જ હોઈ શકે. જ્ઞાન અને વસ્તુ બન્ને ક્ષણિક છે. જેને આપણે આત્મા કહીએ છીએ તે પંચસ્કન્ધથી અતિરિક્ત બીજું કંઈ નથી. વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને રૂપ આ પાંચ સ્કન્ધોનો સમુદાય જ આત્મા છે. જેને આપણે બાહ્ય પદાર્થ કહીએ છીએ તે ક્ષણિક પરમાણુપુંજ સિવાય બીજું કંઈ પણ નથી. આ સમુદાયવાદ બૌદ્ધ દર્શનમાં સંઘાતવાદના નામે પ્રસિદ્ધ છે. ભિન્ન ભિન્ન નિરંશ તત્ત્વોનો સમુદાય સંઘાત કહેવાય છે. આત્મા નામનું કોઈ એક અખંડ અને સ્થાયી દ્રવ્ય નથી. આને અનાત્મવાદ યા પુગલબૈરામ્ય કહેવામાં આવેલ છે. બાહ્ય પદાર્થ ક્ષણિક અને નિરંશ પરમાણુઓનો એક સમુદાય માત્ર છે. આનું નામ ધર્મનરામ્ય છે. આ વાત દેશની અપેક્ષાએ થઈ. તેવી જ રીતે કાળની અપેક્ષાએ સન્તાનવાદનું સમર્થન કરવામાં આવે છે. ચિત્ત અને પરમાણુની સત્તતિ જોઈને આપણે “આ તે જ છે' એવું કહીએ છીએ. વાસ્તવમાં આ આ છે અને તે તે છે. જ્યારે બધું જ ક્ષણિક છે ત્યારે આ તે કેવી રીતે હોઈ શકે? આપણો જે બધો વ્યવહાર છે તે સઘળો સંઘાતવાદ અને સત્તાનવાદપર આશ્રિત છે. સંઘાતવાદથી દેશીય એકતાનો બોધ થાય છે અને સત્તાનવાદથી કાલિક એકતાનું જ્ઞાન થાય છે. અભેદ અથવા અન્વય સત્તાનજન્ય છે. હકીકતમાં, પ્રત્યેક જ્ઞાન અને પ્રત્યેક પદાર્થ નિરંશ અને ભિન્ન છે. એકતા સંતાન સિવાય બીજું કંઈ નથી. સત્તાનપરંપરાથી કેટલાક સમાન પદાર્થો જોઈ તેમનામાં આપણે એકતાનો આરોપ કરી દઈએ છીએ. વાસ્તવમાં બધું ક્ષણિક છે અને એકબીજાથી અત્યન્ત ભિન્ન છે. પરિવર્તનની શીધ્રતા એકતા યા અન્વયની બ્રાન્તિ ઉત્પન્ન કરે છે. પ્રત્યેક વસ્તુ એટલી તીવ્ર ગતિથી પરિવર્તન પામતી રહે છે કે આપણને પરિવર્તનનું ભાન થઈ શકતું નથી અને આપણે તે વસ્તુને નિત્ય કે સ્થાયી સમજતા રહીએ છીએ. જેવી રીતે ઘૂમતું રથનું ચક્ર કેવળ એક બિન્દુ પર જ ઘૂમે છે અને રોકાતી વખતે પણ એક બિન્દુ પર રોકાય છે તેવી જ રીતે પ્રાણીનું જીવન કેવળ વિચારના એક ક્ષણ સુધી જ ટકે છે. જેવો વિચારનો તે ક્ષણ સમાપ્ત થઈ જાય છે તેવું જ તે પ્રાણી સમાપ્ત થઈ જાય છે.
પાશ્ચાત્ય દાર્શનિક પરંપરામાં ગ્રીક દાર્શનિક હેરાક્લિટસ આ વિચારધારાના સમર્થક હતા. તેમણે અભેદવાદને ભ્રાન્તિરૂપ દર્શાવ્યો. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે એક જ ક્ષણમાં પદાર્થ તે છે પણ ખરો અને નથી પણ. પરિવર્તન જ પદાર્થનો પ્રાણ છે. પદાર્થ
૧. ષડ્રદર્શનસમુચ્ચય, ૨.૫. ૨. વિશુદ્વિમાર્ગ, ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org