________________
૮૬
જૈન ધર્મ-દર્શન એક ક્ષણ સુધી ટકે છે એમ પણ ન કહી શકાય કેમ કે પદાર્થ સદા બદલાતો રહે છે. એકતા અને અન્વયની પ્રતીતિ તો ઇન્દ્રિયજન્ય બ્રાન્તિ છે. જે ઇન્દ્રિયોનો વિશ્વાસ કરે છે તે જ એકતાના ધોખામાં ફસાય છે. તર્કયા હેતુથી વ્યક્તિ કદાપિ એકતાને સિદ્ધ નથી કરી શકતી. જે વ્યક્તિ ઇન્દ્રિયોથી ઉપર ઊઠે છે અને બુદ્ધિનો વિશ્વાસ કરે છે તે એકતાના ભ્રમથી મુક્ત રહે છે, નિત્યતાની ભ્રાન્તિ ઇન્દ્રિયો જ પેદા કરે છે. તર્કના બળે જ આપણે પરિવર્તન યા અનિત્યતા સુધી પહોંચી શકીએ છીએ.' હ્યુમે પણ એકતાને સમાનતા કહીને અન્વય અને અભેદનું ખંડન કર્યું છે. તેમણે કહ્યું – હું મારા આત્માને કદાપિ પકડી શકતો નથી. જ્યારે પણ હું તેમ કરવા પ્રયત્ન કરું છું તો અમુક અનુભવ જ મારા હાથમાં આવે છે. વિલિયે જેસે કહ્યું કે ચાલતો વિચાર પોતે જ વિચારક છે. બર્ગસોના શબ્દોમાં પ્રત્યેક વસ્તુ એક વિશિષ્ટ પ્રવાહની અભિવ્યક્તિ માત્ર છે.* ભેદવાદનાં ઉપર જણાવેલાં ઉદાહરણો ઉપરથી સ્પષ્ટપણે જણાય છે કે એકતા જેવી કોઈ વસ્તુ નથી. જે કંઈ છે તે બધું પરિવર્તનશીલ અને પ્રવાહશીલ છે. એકતાની પ્રતીતિ બ્રાન્તિ માત્ર છે. વાસ્તવિક સત્ય તો ક્ષણિકતા જ છે. આ જ ક્ષણિકતા પ્રવાહ, પરિવર્તન, અનિત્યતા અને ભેદની સૂચક છે. ભેદવાદનું આ વિવેચન ભારતીય અને પાશ્ચાત્ય પરંપરાની એતદ્વિષયક માન્યતાને સમજવા માટે પૂરતું છે.
અભેદવાદનું સમર્થન કરનારા ભેદને મિથ્યા કહે છે. તેમની દૃષ્ટિમાં એકત્વનું જ મૂલ્ય છે, અનેકરૂપતાની કોઈ કિંમત નથી. જેટલા ભેદો કે અનેક રૂપો છે, તે બધાં મિથ્યા છે. આપણું અજ્ઞાન જ ભેદપ્રતીતિનું કારણ છે. અવિદ્યાજનિત સંસ્કારોના કારણે ભેદ અને અનેકરૂપતાની પ્રતીતિ થાય છે. જ્ઞાનીઓની પ્રતીતિ હમેશાં અભેદમૂલક હોય છે. તત્ત્વ અભેદમાં જ છે, ભેદમાં નથી. બીજા શબ્દોમાં, અભેદ જ તત્ત્વ છે. ભારતીય પરંપરામાં ઉપનિષદ્ અને વેદાન્તના કેટલાક સમર્થકો અભેદવાદનું સમર્થન કરે છે. અભેદવાદી એક જ તત્ત્વ માને છે કેમ કે અભેદની અન્તિમ સીમા એકત્વ છે. એ એત્વ સ્વતઃ સ્વયં પૂર્ણ અને અનન્ત છે. જ્યાં પૂર્ણતા હોય છે ત્યાં એકત્વ જ હોય છે, કેમ કે બે કદાપિ પૂર્ણ ન હોઈ શકે. જ્યાં બે હોય છે ત્યાં બન્ને અપૂર્ણ અને સીમિત હોય
q. The illusion of permanence is ascribed to the senses. It is by reason
that we arise to the knowledge of the law of becoming. 2. I never can catch 'myself'. Whenever I try, I stumble on this or that
perception. 3. The passing thought itself is the thinker. 8. Everything is a manifestation of the flow of Élan Vital.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org