________________
તત્ત્વવિચાર, છે. જ્યાં બે હોય છે ત્યાં એક બીજાને સીમિત કરે છે. અસીમ અને પૂર્ણ એક જ હોઈ શકે છે. આ હેતુના આધારે ભારતીય આદર્શવાદનું પ્રબળ સમર્થક અદ્વૈત વેદાન્ત દર્શન એક તત્ત્વમાં વિશ્વાસ રાખે છે. વિજ્ઞાનવાદ અને શૂન્યવાદની અન્તિમ ભૂમિકામાં પણ આ જ વિચારધારાનું દર્શન થાય છે. - પાશ્ચાત્ય દાર્શનિક પરંપરામાં પાર્મેનિડીસને અભેદવાદના પ્રવર્તક ગણી શકાય. તેમણે કહ્યું કે પરિવર્તન વાસ્તવિક નથી કેમ કે તે બદલાઈ જાય છે. જે વસ્તુ વાસ્તવિક અને સત્ય છે તે કદાપિ બદલાતી નથી. જે વસ્તુ બદલાઈ જાય છે તે સત્ય ન હોઈ શકે. આ બધાં પરિવર્તનો વચ્ચે જે બદલાતું નથી તે જ સત્ય છે. જે અપરિવર્તનશીલ છે તે સત્ છે, જે પરિવર્તનશીલ છે તે અસત્ છે. જે સત્ છે તે જ વાસ્તવિક છે. જે અસત્ છે તે વાસ્તવિક નથી. જે સત છે તે હમેશાં મોજૂદ છે, કેમ કે તે પેદા થતું નથી. જો સતુ પેદા થાય તો તે અસતમાંથી જ પેદા થાય પરંતુ અસતમાંથી તો સત્ કદાપિ પેદા થઈ શકતું જ નથી. જો સત સતુમાંથી પેદા થાય તો તે પેદા ન થાય કેમ કે તે સ્વયં સત્ છે. પેદા તો તે થાય જે સત્ ન હોય. પરંતુ જે સત્ ન હોય તે તો પેદા જ ન થઈ શકે. તેથી જે વાસ્તવિક છે તે બધું સત્ છે. સત્ હોવાના કારણે બધું એક છે. જે સત્ છે તે સત્ જ છે, તેથી ત્યાં ભેદનો કોઈ પ્રશ્ન જ ઊઠતો નથી. જ્યાં કોઈ ભેદ નથી ત્યાં અભેદ જ છે. આ રીતે અભેદવાદની સિદ્ધિ કરનાર પાર્મેનિડસ ભેદને ઇન્દ્રિયજન્ય બ્રાન્તિ કહે છે. જેટલા ભેદ દષ્ટિગોચર થાય છે, તે બધા ઇન્દ્રિયોના કારણે થાય છે. હેરાક્લિટસે અભેદની પ્રતીતિનું જે કારણ દર્શાવ્યું તે જ કારણ પાર્મેનિડસે ભેદની પ્રતીતિનું દર્શાવ્યું. અભેદની પ્રતીતિ જ સાચી પ્રતીતિ છે અને તે હેતુવાદના આધારે સિદ્ધ કરી શકાય છે. આ વાત પાર્મેનિડસે કહી. ઝેનોએ અનેકતાનું તર્કસંગત ખંડન કર્યું અને એકતાના આધારે અભેદની સ્થાપના કરી.
ત્રીજો પક્ષ ભેદ અને અભેદ બન્નેનું સમર્થન કરે છે, ભેદ અને અભેદ બન્નેને સ્વતન્ત્રપણે સહુ માની બન્ને વચ્ચે સંબંધ સ્થાપે છે. ન્યાય-વૈશેષિક દર્શન સામાન્ય અને વિશેષ નામના બે ભિન્ન પદાર્થો માને છે. તે બન્ને પદાર્થો સ્વતન્ત્ર છે અને એકબીજાથી સર્વથા ભિન્ન છે. કોઈ સંબંધવિશેષના આધારે સામાન્ય અને વિશેષ મળી જાય છે. સામાન્ય એકતાનું સૂચક છે. વિશેષ ભેદનો સૂચક છે. વસ્તુમાં ભેદ અને અભેદ વિશેષ અને સામાન્યના કારણે થાય છે. એકતાની પ્રતીતિ અભેદના કારણે છે–સામાન્યના કારણે છે. બધી ગાયોમાં ગોત્વ સામાન્ય રહે છે. તેથી બધી ગાયોમાં “ગાય” “ગાય” એવી એકાકાર પ્રતીતિ થાય છે. આ જ પ્રતીતિ એકતાની પ્રતીતિ છે. તેવી જ રીતે બધી ગાયો વ્યક્તિગતરૂપે અલગ અલગ પણ જણાય છે. તેમને તેમનું પોતાનું અલગ અલગ
9. Ex nihilo nihil fit.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org