________________
८८
જૈન ધર્મ-દર્શન વ્યક્તિત્વ છે. જાતિ અને વ્યક્તિનો સંબંધ જ ભેદ અને અભેદની પ્રતીતિ છે. આમ તો બન્ને એકબીજાથી અત્યન્નભિન્ન છે પરંતુ સમવાય સંબંધના કારણે બન્ને જોડાયેલાં જણાય છે. આ રીતે ભેદ અને અભેદને ભિન્ન માનનારો પક્ષ બન્નેને સંબંધવિશેષથી જોડી દે છે પરંતુ વાસ્તવમાં બન્નેને ભિન્ન માને છે. જો કે જાતિ અને વ્યક્તિ પૃથક પૃથક ઉપલબ્ધ નથી થતાં કેમ કે તે બન્ને અયુતસિદ્ધ છે. તેમ છતાં તે બન્ને સ્વતંત્ર છે અને એકબીજાથી ભિન્ન છે.
ચોથો પક્ષ ભેદવિશિષ્ટ અભેદનો છે. આ પક્ષના બે ભેદ થઈ જાય છે. એકના મતે અભેદ પ્રધાન રહે છે અને ભેદ ગૌણ થઈ જાય છે. ઉદાહરણ તરીકે, રામાનુજના વિશિષ્ટાદ્વૈતને લો. રામાનુજના મતે ત્રણ તત્ત્વ અન્તિમ અને વાસ્તવિક છે–અચિત્, ચિત અને ઈશ્વર. આ ત્રણ તત્ત્વ “તત્ત્વત્રય' નામે પ્રસિદ્ધ છે. જો કે ત્રણે તત્ત્વ સમાનપણે સત અને વાસ્તવિક છે તેમ છતાં અચિત અને ચિત્ ઈશ્વરાશ્રિત છે. જો કે તે સ્વયં દ્રવ્યો છે પરંતુ ઈશ્વર સાથેના સંબંધની દષ્ટિએ તે ઈશ્વરના ગુણો બની જાય છે. તે ઈશ્વરશરીર કહેવાય છે અને ઈશ્વર તેમનો આત્મા છે. આમ ઈશ્વર ચિદચિવિશિષ્ટ છે. ચિત્ અને અચિત ઈશ્વરના શરીરનું નિર્માણ કરે છે અને ઈશ્વરાશ્રિત છે. આ મત અનુસાર ભેદની સત્તા તો અવશ્ય રહે છે પરંતુ અમેદાશ્રિત બનીને ગૌણરૂપે. ભેદનું સ્થાન સ્વતન્ત ન હોતાં અભેદ પર અવલંબિત છે. ભેદ પરત હોય છે અને અભેદ સ્વતત્ર. ભેદ અભેદની દયા પર જીવે છે. તેનું સ્વતંત્ર અસ્તિત્વ માન્ય નથી થતું. ભેદ અને અભેદને ભિન્ન માનનાર પક્ષમાં બન્નેને સ્વતંત્રપણે સહુ માનવામાં આવેલ છે જ્યારે પ્રસ્તુત પક્ષ અભેદને પ્રધાન માનીને ભેદને ગૌણ અને પરાશ્રિત બનાવી દે છે. તેની દૃષ્ટિમાં અભેદનું વિશેષ મહત્ત્વ છે. ભેદની માન્યતા તો છે પરંતુ તે ભેદ અભેદના આધાર ઉપર ટકેલો
જૈન દષ્ટિ આનાથી ભિન્ન છે. ભેદ અને અભેદનો સાચો સમન્વય જૈન દર્શનનું વિશિષ્ટ પ્રદાન છે. જ્યારે આપણે ભેદભેદવાદની વ્યાખ્યા કરીએ છીએ ત્યારે તેનો અર્થ આ થાય છે– ભેદવિશિષ્ટ અભેદ અને અભેદવિશિષ્ટ ભેદ. ભેદ અને અભેદ બન્ને સમાનપણે સતુ છે. જે રીતે અભેદ વાસ્તવિક છે બરાબર તેવી જ રીતે ભેદ પણ વાસ્તવિક છે. તત્ત્વની દષ્ટિએ જે સ્થાન અભેદનું છે બરાબર તે જ સ્થાન ભેદનું છે. ભેદ અને અભેદ એવી રીતે જોડાયેલા છે કે એકના વિના બીજાની ઉપલબ્ધિ થતી નથી.
૧. ૩યુતસિદ્ધાનામધાર્યાધાપૂતાનાં હૃBહેતુઃ સમ્પર્ધઃ સમવાયઃ | સ્યાદ્વાદમંજરી,
કારિકા ૭. ૨. સર્વ પરમપુરુષે સર્વાત્મના શ્રીભાષ્ય, ૨.૧.૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org