________________
તત્ત્વવિચાર
૮૯
વસ્તુમાં બન્નેનો અવિચ્છેદ્ય સમન્વય છે. જ્યાં ભેદ છે ત્યાં અભેદ છે અને જ્યાં અભેદ છે ત્યાં ભેદ છે. ભેદ અને અભેદ કોઈ સંબંધવિશેષથી જોડાયેલા છે એવી વાત નથી. તે તો સ્વભાવથી જ એકબીજા સાથે સમ્બદ્ધ છે. પ્રત્યેક વસ્તુ સ્વભાવથી જ સામાન્યવિશેષાત્મક છે, ભેદાભદાત્મક છે, નિત્યાનિત્યાત્મક છે. જે સતુ છે તે ભેદાભદાત્મક છે. પ્રત્યેક વસ્તુ સામાન્યવિશેષાત્મક છે. વસ્તુ યા તત્ત્વને કેવળ ભેદાત્મક કહેવી યોગ્ય નથી કેમ કે કોઈ પણ ભેદ અભેદ વિના ઉપલબ્ધ નથી થતો. અભેદને મિથ્યા યા કલ્પના માત્ર કહેવો યોગ્ય નથી જ્યાં સુધી તે કોઈ પ્રમાણથી મિથ્યા સિદ્ધ ન થાય. પ્રમાણનો આધાર અનુભવ છે અને અનુભવ અભેદને મિથ્યા સાબિત નથી કરતો. તેવી જ રીતે એકાન્ત અભેદને માનવો એ પણ યોગ્ય નથી કેમ કે જે દોષ એકાન્ત ભેદમાં છે તે જ દોષ એકાન્ત અભેદમાં પણ છે. ભેદ અને અભેદને બે સ્વતંત્ર પદાર્થો માનવા એ પણ યોગ્ય નથી કેમ કે તે બન્ને પૃથક પૃથક ઉપલબ્ધ થતા નથી અને તેમને જોડનારો કોઈ ત્રીજો પદાર્થ પણ ઉપલબ્ધ નથી થતો. તેમને જોડનારો કોઈ પદાર્થ છે એવું માની લઈએ તો પણ દોષથી છૂટકારો નથી થતો કેમ કે તેને જોડવા માટે એક અન્ય પદાર્થની જરૂરત પડશે અને આમ અનવસ્થાદોષનો પ્રસંગ ઊભો થશે. આવી પરિસ્થિતિમાં વસ્તુ પોતે સ્વતઃ જ ભેદાભદાત્મક છે એમ માનવું જ યોગ્ય ઠરશે. તત્ત્વ કથંચિત્ સદશ છે, કથંચિત્ વિસદશ છે, કથંચિત્ વાચ્ય છે, કથંચિત્ અવાચ્ય છે, કથંચિત સત્ છે, કથંચિત અસત્ છે. આ જેટલા પણ ધર્મો છે તે વસ્તુના પોતાના ધર્મો છે. આ ધર્મોનો ક્યાંક બહારથી સંબંધ સ્થાપિત નથી થતો. વસ્તુ સ્વયં સામાન્ય પણ છે અને વિશેષ પણ છે, ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે, એક પણ છે અને અનેક પણ છે, નિત્ય પણ છે અને ક્ષણિક પણ છે. બરાબર આવી જ માન્યતા એરિસ્ટોટલની પણ છે. તે વસ્તુને સામાન્ય અને વિશેષ ઉભયાત્મક માને છે. તે કહે છે કે કોઈ પણ સામાન્ય વિશેષ વિના ઉપલબ્ધ થતું નથી અને કોઈ પણ વિશેષ સામાન્ય વિના ઉપલબ્ધ નથી થતો. દ્રવ્ય સામાન્ય અને વિશેષ બન્નેનો સમન્વય છે. કોઈ પણ વસ્તુ આ બે રૂપો વિના ઉપલબ્ધ થઈ શકતી નથી. જૈનદર્શનસમ્મત ભેદાભેદવાદ વસ્તુના વાસ્તવિક રૂપને ગ્રહણ કરે છે. આ ભેદભેદદષ્ટિ અનેકાન્તદષ્ટિનું એક રીતે કારણ છે. બે પરસ્પર વિરોધી પ્રતીત થતા ગુણોને એક જ વસ્તુમાં એક સાથે માનવા એ જ તો ભેદભેદવાદનો અર્થ છે. ભેદ અને અભેદ બન્નેની એકત્ર સ્થિતિ વસ્તુના સ્વરૂપનો નાશ નથી કરતી પરંતુ વસ્તુને તેના વાસ્તવિક સ્વરૂપમાં પ્રગટ કરે છે. ભેદ અને અભેદના સંબંધ બાબતે પણ સ્યાદ્વાદનો જ પ્રયોગ કરવો જોઈએ. ભેદ અને ૧. સ્થાન્નિાશિ નિત્ય નાં વિરૂ૫ વાગૅ વચ્ચે સત્તવ –અન્યયોગ
વ્યવચ્છેદકાત્રિશિકા, કારિકા ૨૫. 2. gaul A Critical History of Greek Philosophy.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org