________________
૯૦
જૈન ધર્મ-દર્શન
અભેદ કથંચિત્ ભિન્ન છે અને કથંચિત્ અભિન્ન છે. દ્રવ્ય અને પર્યાય માટે જે હેતુનો પ્રયોગ કરવામાં આવ્યો છે તે જ હેતુનો પ્રયોગ ભેદ અને અભેદ માટે પણ કરી શકાય છે. દ્રવ્ય અભેદમૂલક છે અને પર્યાય ભેદમૂલક છે. તેથી દ્રવ્ય અને અભેદ એક છે તથા પર્યાય અને ભેદ એક છે. ભેદ અને અભેદ અંગે આટલું વિવેચન પૂરતું છે. દ્રવ્યનું વર્ગીકરણ
દ્રવ્યના કેટલા ભેદ હોઈ શકે છે ? આ પ્રશ્નનો ઉત્તર અનેક રીતે આપી શકાય છે. · જયાં સુધી દ્રવ્યસામાન્યનો સવાલ છે ત્યાં સુધી તો બધું એક છે. ત્યાં કોઈ પણ પ્રકારની ભેદકલ્પના ઉત્પન્ન જ નથી થતી. જે દ્રવ્ય છે તે સત્ છે અને તે જ તત્ત્વ છે. સત્તાસામાન્યની દૃષ્ટિએ જડ અને ચેતન, એક અને અનેક, સામાન્ય અને વિશેષ, ગુણ અને પર્યાય બધું એક છે. આ દૃષ્ટિકોણ સંગ્રહનયની દૃષ્ટિએ સત્ય છે. સંગ્રહનય સર્વત્ર અભેદને દેખે છે. ભેદની ઉપેક્ષા કરીને અભેદનું જે ગ્રહણ છે તે સંગ્રહનયનું કાર્ય છે. અભેદગ્રાહી સંગ્રહનય ભેદનો નિષેધ નથી કરતો પરંતુ ભેદને પોતાના ક્ષેત્રની બહાર સમજે છે. આ નયનો અંતિમ વિષય સત્તાસામાન્ય છે જેને આપણે પ૨સામાન્ય યા મહાસામાન્ય કહી શકીએ. પ્રત્યેક દ્રવ્ય સત્ છે. સત્તાસામાન્યનું ગ્રહણ એકતાનું અંતિમ સોપાન છે જ્યાં બધા ભેદો ભેદરૂપે સત્ હોવા છતાં પણ અભેદરૂપે પ્રતિભાસિત થાય છે. સત્તા ભેદોનો નાશ નથી કરતી પરંતુ તેમનામાં એકત્વ અને સદ્ભાવ સ્થાપે છે; ભેદ રહેવા છતાં પણ જ્યાં અભેદનું દર્શન થાય છે, અનેકતામાં પણ જ્યાં એકતા દેખાય છે. આ દૃષ્ટિએ દ્રવ્ય અથવા તત્ત્વ એક છે. જે લોકો અદ્વૈતમાં વિશ્વાસ રાખે છે તેમનાથી અમારી માન્યતામાં એ અંતર છે કે તેઓ કેવળ સામાન્યને યથાર્થ માને છે અને ભેદ અર્થાત્ વિશેષનો અપલાપ કરે છે જ્યારે જૈન દૃષ્ટિએ ભેદનો નિષેધ નથી કરી શકાતો. ત્યાં પ્રયોજનના અભાવમાં ભેદની ઉપેક્ષા અવશ્ય કરી શકાય છે. ઉપેક્ષાનો અર્થ એ નથી કે ભેદ અસત્ છે, મિથ્યા છે. અભેદની દૃષ્ટિને પ્રધાનતા દેતી વખતે અમારે ભેદનું કંઈ પ્રયોજન નથી હોતું એટલે તેની ઉપેક્ષા કરવામાં આવે છે. ઉપેક્ષા અને અપલાપમાં જેટલું અત્તર છે તેટલું જ અન્તર અદ્વૈતવાદ અને જૈન દર્શનની માન્યતામાં છે. આ રીતે સંગ્રહનય અર્થાત્ સંગ્રહર્દષ્ટિની પ્રધાનતા સ્વીકારવામાં આવે તો દ્રવ્ય એક જ સિદ્ધ થશે અને તે હશે સત્તાસામાન્યના રૂપમાં.
જો આપણે દ્વૈતદૃષ્ટિએ દેખીશું તો દ્રવ્યના બે પ્રકારોને આપણે દેખી શકીશું. આ બે પ્રકાર છે જીવ અને અજીવ. ચૈતન્યધર્મવાળો જીવ છે અને એનાથી વિપરીત
૧
૧. વિસેસિન્ નીવડ્વે અનીવડ્વે ય ! અનુયોગદ્વાર, સૂત્ર ૧૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org