________________
૯૧
તત્ત્વવિચાર ધર્મવાળો અજીવ છે. આમ આખું વિશ્વ બે ભાગોમાં વિભક્ત થઈ જાય છે. ચૈતન્ય લક્ષણવાળા જેટલા પણ દ્રવ્યવિશેષો છે તે બધા જીવવિભાગમાં પડે છે. જેમનામાં ચૈતન્ય નથી એવા જેટલા પણ દ્રવ્યવિશેષો છે તે બધાનો સમાવેશ અજીવવિભાગમાં થઈ જાય છે.
જીવ અને અજીવના અન્ય ભેદો કરવામાં આવતાં દ્રવ્યના છ ભેદ પણ થાય છે.' જીવ દ્રવ્ય અરૂપી છે. અજીવ દ્રવ્યના બે ભેદો કરવામાં આવ્યા છે – રૂપી અને અરૂપી. રૂપી દ્રવ્યને પુદ્ગલ કહેવામાં આવે છે. અજીવ અરૂપીના વળી ચાર ભેદ થાય છે—ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને અદ્ધાસમય અર્થાત્ કાલ. આમ દ્રવ્યના કુલ છ ભેદ થાય છે – જીવ, પુગલ, ધર્મ, અધર્મ, આકાશ અને અદ્ધાસમય. આ છ દ્રવ્યોમાંથી પ્રથમ પાંચ દ્રવ્યો અસ્તિકાય છે અને છઠું દ્રવ્ય અસ્તિકાય ? નથી. ભેદ-પ્રભેદનું સ્પષ્ટ વિવરણ નીચે મુજબ છે.
(૧)
દ્રવ્ય
જીવ
અજીવ
રૂપી ૨. પુગલ
અરૂપી ૩. ધર્મ ૪. અધર્મ ૫. આકાશ ૬. અદ્ધા સમય
અનસ્તિકાય ૬. અદ્ધાસમય
અસ્તિકાય ૧. જીવા ૨. પુદ્ગ લ ૩. ધર્મ ૪. અધર્મ
૫. આકાશ ૧. ભગવતીસૂત્ર, ૧૫. ૨-૪. ૨. એજન, ૨.૧૦.૧૧૭; સ્થાનાંગ, ૫.૪૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org