________________
૯૨
રૂપી ૧.પુદ્ગલ
(૩) દ્રવ્ય
-
અરૂપી ૨. જીવ
૩. ધર્મ
૪. અધર્મ
૫. આકાશ
૬. અાસમય
-
અહીં કેટલાક પારિભાષિક શબ્દોનું સ્પષ્ટીકરણ કરી દેવું યોગ્ય છે. અજીવદ્રવ્યને રૂપી અને અરૂપી એવા બે વિભાગોમાં વિભક્ત ક૨વામાં આવેલ છે. રૂપીનો સામાન્ય અર્થ થાય છે -રૂપયુક્ત. આ અર્થમાં ચક્ષુરિન્દ્રિયની પ્રધાનતા દેખાય છે. જૈનદર્શનમાં રૂપીનો અર્થ કેવળ ચક્ષુરિન્દ્રિય સુધી જ સીમિત નથી. સ્પર્શ, રસ, ગન્ધ અને વર્ણ આ ચારેથી યુક્ત જે છે તે રૂપી છે. સ્પર્શ, રસ, ગન્ધ અને વર્ણ આ ચારે એક સાથે રહે છે. જ્યાં સ્પર્શ છે ત્યાં રસાદિ પણ છે, જ્યાં વર્ણ છે ત્યાં સ્પર્શાદ પણ છે . જ્યાં આ ચારમાંથી એક પણ હોય ત્યાં બાકીના ત્રણ પણ અવશ્ય હોય જ. તેથી જ્યાં રૂપી શબ્દનો પ્રયોગ થયો હોય ત્યાં સ્પર્શ, રસ, ગન્ધ અને વર્ણ ચારેનું હોવું સમજવું જોઈએ.પુદ્ગલના કોઈ પણ અંશમાં આ ચારે ગુણો રહે છે, તેથી પુદ્ગલ રૂપી છે. જે રૂપી ન હોય તે અરૂપી છે એમ સમજવું જોઈએ. પુદ્ગલ સિવાય બાકીના પાંચે દ્રવ્યોમાં સ્પર્શ, રસ, ગન્ધ અને વર્ણ નથી હોતા, તેથી તે પાંચ દ્રવ્યો અરૂપી છે.
અસ્તિકાયનો અર્થ થાય છે પ્રદેશબહુત્વ. ‘અસ્તિ’ અને ‘કાય’ આ બે શબ્દોથી ‘અસ્તિકાય’ શબ્દ બન્યો છે. અસ્તિનો અર્થ છે વિદ્યમાન હોવું અને કાયનો અર્થ છે અનેક પ્રદેશોનો સમૂહ. જ્યાં અનેક પ્રદેશોનો સમૂહ હોય તે અસ્તિકાય કહેવાય છે.૨ આ જ વસ્તુને વધુ સ્પષ્ટ કરવા માટે આપણે પ્રદેશનો અર્થ પણ સમજવો જોઈએ.
૧. પિન: પુત્પાતા । તત્ત્વાર્થસૂત્ર, ૫.૪.
સ્પર્શસાન્ધવર્ણવન્તઃ પુરાત્તાઃ । એજન, ૫. ૨૩.
Jain Education International
જૈન ધર્મ-દર્શન
૨. સંતિ નો તેણેતે, અસ્થિત્તિ મળતિ નિળવા નમ્હા ।
વાયા ફવ વહુવેસા, તદ્દા વાયા ય અસ્થિજાયા હૈં ।। દ્રવ્યસંગ્રહ, ૨૪.
For Private & Personal Use Only
www.jainelibrary.org