________________
તત્ત્વવિચાર
૯૩
પુદ્ગલનો એક અણુ જેટલી જગા (આકાશ) રોકે તેને પ્રદેશ કહેવામાં આવે છે. આ એક પ્રદેશનું પરિમાણ છે. આ જાતના અનેક પ્રદેશો જે દ્રવ્યમાં હોય તે દ્રવ્ય અસ્તિકાય કહેવાય છે. પ્રદેશનું ઉપર જણાવેલું પરિમાણ એક જાતનું માપ છે. આ માપથી પુદ્ગલ સિવાયના બાકીનાં પાંચ દ્રવ્યો પણ માપી શકાય છે. જો કે જીવાદિ દ્રવ્યો અરૂપી છે તેમ છતાં તે દ્રવ્યો આકાશમાં રહે છે અને આકાશ બીજા કશામાં રહેતું નથી અર્થાત્ આકાશ સ્વપ્રતિષ્ઠિત છે. તેથી તે દ્રવ્યોના પરિમાણને સમજવા માટે તેમને માપી શકાય છે. એ સાચું કે પુદ્ગલ દ્રવ્ય સિવાય બાકીના દ્રવ્યોનું ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થઈ શકતું નથી, તેમ છતાં બુદ્ધિ દ્વારા તેમનું પરિમાણ માપી તેમ જ સમજી શકાય છે. ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવને અનેક પ્રદેશ હોય છે. તેથી તે પાંચે દ્રવ્યો અસ્તિકાય કહેવાય છે. આ પ્રદેશોને અવયવો પણ કહી શકાય. અનેક અવયવોવાળાં દ્રવ્યો અસ્તિકાય છે. અહ્વાસમય અર્થાત્ કાળના સ્વતન્ત્ર નિરન્વય પ્રદેશો હોય છે. તે અનેક પ્રદેશોવાળું એક અખંડ દ્રવ્ય નથી, પરંતુ તેને સ્વતન્ત્ર અનેક પ્રદેશો છે. પ્રત્યેક પ્રદેશ સ્વતન્ત્રપણે પોતાનું કાર્ય કરે છે. તેમનામાં એક અવયવીની કલ્પના કરવામાં નથી આવી પરંતુ સ્વતન્ત્રપણે બધા કાલપ્રદેશોને ભિન્ન ભિન્ન દ્રવ્યો માનવામાં આવ્યા છે. આમ કાલ દ્રવ્ય એક દ્રવ્ય ન હોતાં અનેક દ્રવ્યો છે. લક્ષણની સમાનતાના કારણે બધાને ‘કાલ’ એવું એક નામ આપી દીધું છે. ધર્મ આદિ દ્રવ્યોની જેમ કાલ એક દ્રવ્ય નથી. તેથી કાલને અનસ્તિકાય કહેવામાં આવેલ છે. અસ્તિકાય અને અનસ્તિકાયનું આ જ સ્વરૂપ છે.
રૂપી અને અરૂપી
જૈન દર્શનમાં જીવ, પુદ્ગલ, ધર્મ (ગતિનું માધ્યમ), અધર્મ (સ્થિતિનું માધ્યમ), આકાશ અને કાલ આ છ તત્ત્વ અર્થાત્ ષદ્રવ્ય માનવામાં આવ્યાં છે. આખું વિશ્વ આ છ તત્ત્વોથી નિર્મિત છે. તેમાંથી પુદ્ગલ દ્રવ્ય રૂપી કહેવાય છે અર્થાત્ તે ઇન્દ્રિયો વડે દેખી-જાણી શકાય છે. બાકીનાં પાંચ દ્રવ્ય અરૂપી છે અર્થાત્ તેમને ઇન્દ્રિયો વડે દેખી-જાણી શકાતાં નથી. જીવ અર્થાત્ આત્મા પણ અરૂપી છે અને ધર્મ વગેરે પણ અરૂપી છે. તો પછી જીવ અને ધર્મ વગેરેમાં શું અંતર છે ? જીવ ચેતન છે જ્યારે ધર્મ આદિ જડ છે. પુદ્ગલ અર્થાત્ ભૂત પણ જડ છે તથા ધર્મ આદિ પણ જડ છે. તો પછી પુદ્ગલથી ધર્મ આદિમાં શો ભેદ છે, શી વિશેષતા છે ? પુદ્ગલ મૂર્ત અર્થાત્ રૂપી જડ છે જ્યારે ધર્મ વગેરે અમૂર્ત અર્થાત્
-
૧. નાવયિં માયાસ, અવિમાની પુતાનુવરૃદ્ધ । તે રવુ પડેલું નાળે, સવ્વાણુકાળવારિä ।। એજન, ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org