________________
જૈન ધર્મ-દર્શન કાશી મોકલ્યા. આચાર્ય નયવિજય યશોવિજયના ગુરુ હતા એટલે બન્ને સાથે કાશી આવ્યા. વિદ્યાનું પવિત્ર ધામ કાશી તે સમયે દર્શનના ક્ષેત્રમાં પ્રસિદ્ધ હતું. અહીં આવીને યશોવિજયે ભારતીય દર્શનશાસ્ત્રનું ગંભીર અધ્યયન કર્યું. સાથે સાથે જ અન્ય શાસ્ત્રોનું પાંડિત્ય પણ પ્રાપ્ત કર્યું. તેમના પાંડિત્ય અને પ્રતિભાથી પ્રભાવિત થઈ તેમને ન્યાયવિશારદની પદવી આપવામાં આવી.
પાંચ સો વર્ષની જૈનદર્શનની ખોટને જો કોઈએ પૂરી હોય તો તે યશોવિજય જ હતા. તેમણે ધડાધડ જૈનદર્શન પર ગ્રન્થો લખવા શરૂ કર્યા. અનેકાન્તવ્યવસ્થા નામનો ગ્રન્થ નબન્યાયની શૈલીમાં લખી તેમણે અનેકાન્તવાદને પુનઃ પ્રતિષ્ઠિત કર્યો. પ્રમાણશાસ્ત્ર ઉપર જૈનતર્કભાષા અને જ્ઞાનબિન્દુ લખીને જૈન પરંપરાનું ગૌરવ વધાર્યું. નય પર પણ નયપ્રદીપ, નયરહસ્ય અને નયોપદેશ આદિ ગ્રન્થો તેમણે લખ્યા. નયોપદેશ ઉપર તો નયામૃતતરંગિણી નામની સ્વોપજ્ઞ ટીકા પણ તેમણે લખી. આ ઉપરાંત અસહસ્રી પર વિવરણ લખ્યું અને હરિભદ્રકૃત શાસ્ત્રવાર્તાસમુચ્ચય ઉપર સ્યાદ્વાદકલ્પલતા નામની ટીકા રચી. આમ અષ્ટસહસ્ત્રી અને શાસ્ત્રવાર્તાસમુચ્ચયને નવું રૂપ મળ્યું. ભાષારહસ્ય, પ્રમાણરહસ્ય આદિ અનેક ગ્રન્થો ઉપરાંત તેમણે ન્યાયખંડખાદ્ય અને ન્યાયાલોક લખીને નવીન શૈલીમાં જ નૈયાયિક આદિ દાર્શનિકોની માન્યતાઓનું ખંડન પણ કર્યું. દર્શન ઉપરાંત યોગશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, આચારશાસ્ત્ર વગેરે સંબંધી ગ્રન્થો પણ લખ્યા. સંસ્કૃત ઉપરાંત પ્રાચીન ગુજરાતી આદિ ભાષાઓમાં પણ તેમણે ઘણું બધું લખ્યું છે. આમ એકલા યશોવિજયજીએ જ જૈન સાહિત્ય ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો છે. જૈનવામયનું ગૌરવ વધારવામાં તેમણે કંઈ બાકી ન રાખ્યું. જૈનદર્શનની સમ્માનવૃદ્ધિમાં તેમણે પૂરેપૂરો ફાળો આપ્યો.
યશોવિજય ઉપરાંત આ યુગમાં યશસ્વસાગરે સપ્તપદાર્થો, પ્રમાણવાદાર્થ, વાદાર્થનિરૂપણ, સ્યાદ્વાદમુક્તાવલી આદિ દાર્શનિક ગ્રન્થો લખ્યા. વિમલદાસે સપ્તભંગીતરંગિણીની રચના નન્યાયની શૈલીમાં કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org