________________
ત્રીજું અધ્યયન તત્ત્વવિચાર
જૈન પરંપરા દર્શન અંતર્ગત આવે છે કે તેનો સમાવેશ ધર્મની અંદર થાય છે? આપણે જાણીએ છીએ કે દર્શન તર્ક અને હેતુવાદ પર અવલંબિત છે, જયારે ધર્મનો આધાર મુખ્યપણે શ્રદ્ધા છે. શ્રદ્ધા અને તર્ક બન્નેનો આશ્રય માનવ છે, તેમ છતાં તે બેમાં પ્રકાશ અને અન્ધકાર જેટલું અત્તર છે. શ્રદ્ધા જે વાતને સર્વથા સત્ય માને છે, તર્ક તે જ વાતને ફૂંક મારી ઉડાડી દે છે. શ્રદ્ધા માટે જે સર્વસ્વ છે, તકની દૃષ્ટિમાં તેનો સર્વથા અભાવ હોઈ શકે છે. જે વસ્તુ શ્રદ્ધા માટે આકાશકુસુમવતું હોય છે, હેતુ તેની પાછળ પોતાની પૂરી શક્તિ લગાવી દે છે. એવી સ્થિતિમાં શું એ સંભવ છે કે એક જ પરંપરા ધર્મ અને દર્શન બન્ને હોય? ભારતીય વિચારધારા તો એ જ કહે છે કે દર્શન અને ધર્મ સાથે સાથે ચાલી શકે છે. શ્રદ્ધા અને તર્કના સહાનવસ્થાનરૂપ વિરોધને ભારતીય પરંપરા આચાર અને વિચારના વિભાજન દ્વારા શાન્ત કરે છે. પ્રત્યેક પરંપરા બે દષ્ટિઓથી પોતાનો વિકાસ સાધે છે. એક બાજુ આચારની દિશામાં તેની ગતિ યા સ્થિતિનું નિર્માણ થાય છે અને બીજી બાજુ બુદ્ધિ અને તર્કશક્તિના સંતોષ માટે વિચારનો વિકાસ થાય છે. શ્રદ્ધાળુ વ્યક્તિઓના સંતોષ માટે આચારમાર્ગ સહાયક થાય છે તથા ચિન્તનશીલ વ્યક્તિઓની તૃપ્તિ માટે વિચારપરંપરાનો સહયોગ મળે છે. જૈન ધર્મ અને જૈન દર્શન
બૌદ્ધ પરંપરામાં હીનયાન અને મહાયાનના રૂપમાં આચાર અને વિચારની બે ધારાઓ મળે છે. હીનયાન મુખ્યપણે આચારપક્ષ ઉપર ભાર આપે છે. મહાયાનનો ભાર વિચારપક્ષ ઉપર અધિક છે. બૌદ્ધ દર્શનમાં પ્રાણ ફૂંકવાનું કાર્ય જો કોઈએ કર્યું હોય તો તે મહાયાન પરંપરાએ જ. શૂન્યવાદ માધ્યમિક તથા યોગાચાર વિજ્ઞાનાદ્વૈતવાદે બૌદ્ધ વિચારધારાને એટલી તો દઢ અને પુષ્ટ બનાવી દીધી કે આજ પણ દર્શન જગત તેનો ઉપકાર અને પ્રભાવ સ્વીકારે છે. પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસાના નામથી વેદાન્તમાં પણ આ જ થયું. કેટલાય વિદ્વાનોની એ દઢ માન્યતા છે કે મીમાંસા અને વેદાન્ત એક જ માન્યતાની બે બાજુ છે. એક બાજુ પૂર્વમીમાંસા (પ્રચલિત નામ મીમાંસા) છે અને બીજી બાજુ ઉત્તરમીમાંસા (વેદાન્ત) છે. પૂર્વમીમાંસા આચારપક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org