________________
જૈન ધર્મ-દર્શન છે અને ઉત્તરમીમાંસા વિચારપક્ષ છે. મીમાંસાસૂત્ર અને વેદાન્તસૂત્ર એક જ ગ્રન્થના બે વિભાગ છે – બે અધ્યાય છે. આચારપક્ષની સ્થાપના મીમાંસાસૂત્રનો વિષય છે, પરંતુ વેદાન્તસૂત્રનું પ્રયોજન વિચારપક્ષની સિદ્ધિ છે. સાંખ્ય અને યોગ પણ વિચાર અને આચારનું પ્રતિનિધિત્વ કરે છે. સાંખ્યનું મુખ્ય પ્રયોજન તત્ત્વનિર્ણય છે. યોગનું મુખ્ય ધ્યેય ચિત્તવૃત્તિનો નિરોધ છે —- યોગશ્ચિત્તવૃત્તિનિરોધ: એ જ રીતે જૈન પરંપરા પણ આચાર અને વિચારના ભેદથી બે ભાગોમાં વિભાજિત કરી શકાય છે. જો કે આ પ્રકારના બે ભેદોનો સ્પષ્ટ ઉલ્લેખ આ પરંપરામાં મળતો નથી તેમ છતાં એ નિશ્ચિત છે કે આચાર અને વિચારરૂપ બન્ને ધારાઓ આ પરંપરામાં પણ બરાબર વહેતી રહી છે. આચારના નામે અહિંસાનો જેટલો વિકાસ જૈન પરંપરામાં થયો છે તેટલો ભારતીય પરંપરાની કોઈ અન્ય ધારામાં ભાગ્યે જ થયો છે અથવા તો એમ કહો કે નથી થયો. આ જૈન પરંપરા માટે ગૌરવનો વિષય છે. વિચારની દષ્ટિએ અનેકાન્તવાદનું જે સમર્થન જૈન દર્શનના સાહિત્યમાં મળે છે તેનો શતાંશ પણ અન્ય દર્શનોમાં મળતો નથી; જો કે પ્રાયઃ બધાં દર્શનો કોઈ ને કોઈ રૂપે અનેકાન્તવાદનું સમર્થન કરે છે. અનેકાન્તવાદના આધાર પર ફલિત થતા અન્ય અનેક વિષયો પર જૈનાચાર્યોએ પ્રતિભાયુક્ત ગ્રન્થો લખ્યા છે જેમનો પરિચય યથાવસર દેવાઈ ગયો છે. એટલું જ નહિ પરંતુ કેટલીક વાતો જૈન દર્શનમાં એવી પણ છે જે આધુનિક વિજ્ઞાનની દૃષ્ટિએ પણ યથાર્થ છે. જો કે વૈજ્ઞાનિક પદ્ધતિથી જૈનાચાર્ય કોઈ જાતના આવિષ્કારાત્મક પ્રયોગો કરી શક્યા નથી, પરંતુ તેમની દૃષ્ટિ એટલી સૂક્ષ્મ અને અર્થગ્રાહી હતી કે તેમની અનેક વાતો આજ પણ વિજ્ઞાનની કસોટી પર કરી શકાય છે. શબ્દ, અણુ, અન્ધકાર આદિ વિષયક અનેક એવી માન્યતાઓ છે જે આજની વૈજ્ઞાનિક દૃષ્ટિથી વિરુદ્ધ નથી. તાત્પર્ય એ છે કે જૈન પરંપરા ધર્મ અને દર્શન બન્નેને સમ્મિલિત રૂપ છે. દર્શનની કેટલીક માન્યતાઓ વિજ્ઞાનની દૃષ્ટિએ પણ બરાબર છે. આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાન્તવાદનું પ્રતિનિધિત્વ કરનારી જૈન પરંપરા ધર્મ અને દર્શન બન્નેને પોતાના અંતરંગમાં સ્થાન આપે છે. અસ્તુ, ધર્મની દૃષ્ટિએ તે પરંપરા જૈન ધર્મ છે; દર્શનની દૃષ્ટિએ તે જૈન દર્શન છે. ભારતીય વિચારપ્રવાહની બે ધારાઓ
ભારતીય સંસ્કૃતિ અનેક પ્રકારના વિચારોનો વિકાસ છે. આ સંસ્કૃતિમાં ન જાણે કેટલી ધારાઓ પ્રવાહિત થતી રહી છે. અનેકતામાં એકતા અને એકતામાં અનેકતા – આ જ આપણી સંસ્કૃતિની પ્રાચીન પરંપરા છે. અહીં અનેક પ્રકારની વિચારધારાઓ ૧. પાતંજલયોગદર્શન, ૧.૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org