________________
૩૬૪
જૈન ધર્મ-દર્શન સન્તોષ રહે. મર્યાદા નિશ્ચિત કરવામાં વિવેકનો વિશેષ ઉપયોગ કરવો જોઈએ. જે પદાર્થોમાં અધિક હિંસા અને પ્રપંચની સંભાવના હોય તે પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ તથા અલ્પારંભ અને અલ્પપ્રપંચયુક્ત વસ્તુઓનું મર્યાદાપૂર્વક સેવન કરવું જોઈએ. ભોગોપભોગ સંબંધી વસ્તુઓના ૨૬ પ્રકારો આ પ્રમાણે છે – (૧) શરીર આદિ લૂછવા માટે અંગૂછા વગેરે, (૨) દાંત સાફ કરવા માટેનાં મંજન વગેરે, (૩) ફળ, (૪) માલિશ કરવા માટેનાં તેલ વગેરે, (૫) ઉવટણ માટેના લેપ વગેરે, (૬) સ્નાન માટેનું જળ, (૭) પહેરવાનાં વસ્ત્રો, () વિલેપન માટેનાં ચન્દન વગેરે, (૯) ફૂલ, (૧૦) આભરણ, (૧૧) ધૂપ-દીપ, (૧૨) પેય, (૧૩) પકવાન્ન, (૧૪) ઓદન, (૧૫) સૂપ કે દાળ, (૧૬) ઘી વગેરે વિગય, (૧૭) શાક, (૧૮) માધુરક એટલે કે મેવો, (૧૯) જેમન એટલે કે ભોજનના પદાર્થો, (૨૦) પીવાનું પાણી, (૨૧) મુખવાસ, (૨૨) વાહન, (૨૩) પગરખાં, (૨૪) શધ્યાસન, (૨૫) સચિત્તવસ્તુ, (૨૬) ખાવાના અન્ય પદાર્થો
ભોગોપભોગપરિમાણ વ્રતના પણ પાંચ મુખ્ય અતિચાર છે– (૧) સચિત્તાહાર, (૨) સચિત્તપ્રતિબદ્ધાહાર, (૩) અપકુવાહાર, (૪) દુષ્પફવાહાર, અને (૫) તુચ્છૌષભિક્ષણ. આ અતિચારો ભોજન સંબંધી છે. જે સચિત્ત વસ્તુ મર્યાદાની અંદર નથી તેનો આહાર ભૂલથી કરવાથી સચિત્તાહાર દોષ લાગે છે. ત્યક્ત સચિત્ત વસ્તુ સાથે સંસક્ત અર્થાત અડકેલી અચિત્ત વસ્તુનો આહાર કરવાથી સચિત્તપ્રતિબદ્ધહાર દોષ લાગે છે, જેમ કે વૃક્ષને લાગેલો ગુંદ, ગોટલાયુક્ત કેરી, પિંડખજૂર આદિને ખાવાં. સચિત્ત વસ્તુનો ત્યાગ હોય ત્યારે અગ્નિ ઉપર ન પકવેલો આહાર ખાવાથી અપફવાહાર દોષ લાગે છે અથવા લીલાં અર્થાત્ કાચાં શાક, ફળ આદિનો ત્યાગ હોય ત્યારે પાક્યા વિનાનાં ફળ આદિનું સેવન કરવું એ અપફવાહાર અતિચાર છે. તેવી જ રીતે અર્ધપફવાહારનું સેવન કરવાથી દુષ્પકુવાહારનો દોષ લાગે છે. જે વસ્તુ ખાવામાં ઓછી આવે અને ફેંકવી અધિક પડે અર્થાત્ ખાવા માટે બરાબર તૈયાર ન કરવામાં આવી હોય એવી વસ્તુનું સેવન કરવાથી તુચ્છૌષધિલક્ષણ દોષ લાગે છે. ભોગોપભોગપરિમાણ વ્રતના આરાધકે આ દોષોથી બચવું જોઈએ. અતિચારસેવનનો પ્રસંગે ઉપસ્થિત થાય તો આલોચન અને પ્રતિક્રમણરૂપ પ્રશ્ચાત્તાપ અર્થાતુ પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ.
ભોગ અને ઉપભોગની વસ્તુઓ મેળવવા માટે કોઈ ને કોઈ પ્રકારનું કર્મ અર્થાતુ. વ્યાપાર-વ્યવસાય-ઉદ્યોગ-ધંધો કરવો પડે છે. જે વ્યવસાયમાં મહારંભ થતો હોય – સ્થૂળ હિંસા થતી હોય – અધિક પાપ થતું હોય તે વ્યવસાય શ્રાવક માટે નિષિદ્ધ છે. આ જાતના વ્યવસાયોને કર્માદાન કહેવામાં આવે છે. ઉપાસકદશાંગમાં નીચે જણાવેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org