________________
આચારશાસ્ત્ર
૩૬૩
તેઓના પાલનથી અણુવ્રતોની રક્ષા વિશેષ સરળતાથી થાય છે.
(૧) દિશાપરિમાણ – પોતાની ત્યાગવૃત્તિ પ્રમાણે વ્યવસાય આદિ પ્રવૃત્તિઓ માટે દિશાઓની સીમા નિશ્ચિત કરવી એ દિશાપરિમાણ વ્રત છે. આ ગુણવ્રતથી ઈચ્છાપરિમાણ અથવા પરિગ્રહપરિમાણરૂપ પાંચમા અણુવ્રતની રક્ષા થાય છે.
દિશાપરિમાણ વ્રતના નીચે જણાવેલા પાંચ અતિચાર છે – (૧) ઊર્ધ્વદિશાપરિમાણ અતિક્રમણ, (૨) અધોદિશાપરિમાણ અતિક્રમણ (૩) તિર્યદિશાપરિમાણ અતિક્રમણ, (૪) ક્ષેત્રવૃદ્ધિ, અને (૫) ઋત્યન્તર્યા. પ્રમાદવશ અથવા અજ્ઞાનના કારણે ઊર્ધ્વદિશાના નિશ્ચિત પરિમાણનું ઉલ્લંઘન કરવાથી લાગતા દોષનું નામ ઊર્ધ્વદિશાપરિમાણ અતિક્રમણ છે. અધોદિશાના પરિમાણનું ઉલ્લંઘન કરવાથી જે દોષ લાગે છે તેને અધોદિશાપરિમાણ અતિક્રમણ કહે છે. ઊર્ધ્વ અને અધોદિશા સિવાયની પૂર્વ વગેરે બધી દિશાઓના પરિમાણનું ઉલ્લંઘન કરવું એ તિર્યદિશાપરિમાણ અતિક્રમણ છે. એક દિશાના પરિમાણનો અમુક ભાગ બીજી દિશાના પરિમાણમાં ભેળવી દેવો અને એ રીતે મનફાવે તેમ ક્ષેત્રની મર્યાદા વધારી દેવી એ ક્ષેત્રવૃદ્ધિ અતિચાર છે. સીમાને ભૂલી જવાથી લાગનારા દોષનું (અતિચારનું) નામ મૃત્યન્તર્ધા છે. “મેં સો યોજનાની મર્યાદાનું વ્રત ગ્રહણ કર્યું છે કે પચાસ યોજનની મર્યાદાનું?' – આ જાતનો સંદેહ થાય અથવા યાદ ન આવે તો પચાસ યોજનથી આગળ ન જવું એ જ અનુમત છે, ભલે ને હકીકતમાં મર્યાદા સો યોજનની કેમ ન હોય. જો અજ્ઞાન અથવા વિસ્મૃતિથી ક્ષેત્રના પરિમાણનું ઉલ્લંઘન થયું હોય તો પાછા જતા રહેવું જોઈએ, જાણ થતાં આગળ ન જવું જોઈએ, ન તો કોઈને મોકલવો જોઈએ. એમ જ જો કોઈ ગયો હોય તો તેના દ્વારા લેવાયેલી ચીજનો ઉપયોગ ન કરવો જોઈએ. વિસ્મૃતિના કારણે પોતે જ મર્યાદા બહારના ક્ષેત્રમાં ગયો હોય અને કોઈ ચીજ ત્યાંથી લાવ્યો હોય તો તે ચીજનો પણ તેણે ત્યાગ કરી દેવો જોઈએ.
(૨) ભોગ-ઉપભોગપરિમાણ – જે વસ્તુ એક વાર ઉપયોગમાં આવે છે તેને અહીં ભોગ કહી છે. જે વસ્તુ વારંવાર ઉપયોગમાં લેવાય છે તેને અહીં ઉપભોગ સમજવી. ભોગ અને ઉપભોગની મર્યાદા નકકી કરવી એ ભોગ-ઉપભોગપરિમાણ વ્રત છે. આ વ્રતથી અહિંસા અને સન્તોષની રક્ષા થાય છે. તેથી જીવનમાં સરળતા અને સાદગી આવે છે તથા વ્યક્તિને મહારંભ, મહાપરિગ્રહ તથા મહાતૃષ્ણામાંથી મુક્તિ મળે છે. શાસ્ત્રકારોએ ભોગોપભોગો સંબંધી ૨૬ જાતની વસ્તુઓ ગણાવી છે. શ્રાવકે આ વસ્તુઓની તથા એ સિવાયની બીજી જેટલી વસ્તુઓ તેના કામમાં આવતી હોય તે બધીની મર્યાદા નિશ્ચિત કરી લેવી જોઈએ જેથી તેના જીવનમાં હમેશાં શાન્તિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org