________________
૩00
જૈન ધર્મ-દર્શન જૈન દર્શનમાં કર્મનું સ્વરૂપ – જૈન દર્શન કર્મને પુગલપરમાણુઓનો પિંડમાને છે. જીવોની વિવિધતાનું મૂળ કારણ આ જ કર્મ છે. જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે. જે પુગલપરમાણુઓ કર્મના રૂપમાં પરિણત થાય છે તેમને કર્મવર્ગણા કહે છે તથા જે શરીરના રૂપમાં પરિણત થાય છે તેમને નોકર્મવર્ગણા કહે છે. લોક આ બન્ને પ્રકારના પરમાણુઓથી ભરેલો છે. જીવ પોતાનાં મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓથી આ પરમાણુઓને ગ્રહણ કરે છે. મન, વચન કે કાયાની પ્રવૃત્તિ ત્યારે જ થાય છે જ્યારે જીવની સાથે કર્મ બંધાયેલાં હોય અને જીવની સાથે કર્મ ત્યારે જ બંધાય છે જ્યારે મન, વચન કે કાયાની પ્રવૃત્તિ થતી હોય. આ રીતે કર્મથી પ્રવૃત્તિ અને પ્રવૃત્તિથી કર્મની પરંપરા અનાદિકાળથી ચાલતી આવી છે. કર્મ અને પ્રવૃત્તિના આ કાર્યકારણભાવને નજરમાં રાખીને પગલપરમાણુઓના પિંડરૂપ કર્મને દ્રવ્યકર્મ તથા રાગદ્વેષાદિરૂપ પ્રવૃત્તિઓને ભાવકર્મ કહેવામાં આવેલ છે. દ્રવ્યકર્મ અને ભાવકર્મનો કાર્યકારણભાવ મરઘી અને ઇંડાના જેવો અનાદિ છે.
કર્મનો વિચાર કરતી વખતે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે પુગલ અને આત્મા અર્થાત્ જડ અને ચેતન તત્ત્વોના સમિશ્રણથી જ કર્મનું નિર્માણ થાય છે. દ્રવ્યકર્મ હો કે ભાવકર્મ હો, જડ અને ચેતન બન્ને પ્રકારનાં તત્ત્વ તેમાં મળે છે. જડ અને ચેતનનું મિશ્રણ થયા વિના કોઈ પણ પ્રકારના કર્મની રચના નથી થઈ શકતી. દ્રવ્યકર્મ અને ભાવકર્મનો ભેદ પુદ્ગલ અને આત્માની પ્રધાનતા-અપ્રધાનતાના કારણે છે અને નહિ કે તેમના સદૂભાવ-અસદ્દભાવના કારણે. દ્રવ્યકર્મમાં પૌગલિક તત્ત્વની પ્રધાનતા હોય છે અને આત્મિક તત્ત્વની અપ્રધાનતા, જ્યારે ભાવકર્મમાં આત્મિકતત્ત્વની પ્રધાનતા હોય છે અને પૌગલિક તત્ત્વની અપ્રધાનતા. જો દ્રવ્યકર્મને પુદ્ગલ પરમાણુઓનો શુદ્ધ પિંડ જ માનવામાં આવે તો કર્મ અને પુદ્ગલમાં અત્તર જશું રહેશે? તેવી જ રીતે જો ભાવકર્મને આત્માની શુદ્ધ પ્રવૃત્તિ જ માનવામાં આવે તો કર્મ અને આત્મામાં ભેદ જ શું રહેશે? કર્મના કર્તુત્વ અને ભોખ્તત્વનો વિચાર કરતી વખતે સંસારી આત્મા અર્થાત્ બદ્ધ આત્મા અને સિદ્ધ આત્મા અર્થાત્ મુક્ત આત્મા વચ્ચેનું અંતર ધ્યાનમાં રાખવું જોઈએ. કર્મના કર્તૃત્વ અને ભોકતૃત્વનો સંબંધ બદ્ધ આત્મા સાથે છે, મુક્ત આત્મા સાથે નથી. બદ્ધ આત્મા કર્મોથી બંધાયેલો હોય છે અર્થાત્ ચૈતન્ય અને જડત્વનું મિશ્રણ હોય છે. મુક્ત આત્મા કર્મરહિત હોય છે અર્થાત્ વિશુદ્ધ હોય છે. બદ્ધ આત્માની પ્રવૃત્તિના કારણે જે પગલપરમાણુઓ આકર્ષાઈને આત્માની સાથે ભળી જાય છે અર્થાત નીરક્ષીરવત્ એકાકાર થઈ જાય છે તે જ કર્મ કહેવાય છે. આમ કર્મ પણ જડ
૧. કર્મપ્રકૃતિ (નેમિચન્દ્રાચાર્યવિરચિત), ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org