________________
કર્મસિદ્ધાન્ત
૩૦૧ અને ચેતનનું મિશ્રણ જ છે. જ્યારે સંસારી આત્મા પણ જડ અને ચેતનનું મિશ્રણ છે અને કર્મ પણ જડ અને ચેતનનું મિશ્રણ છે ત્યારે કર્મ અને સંસારી આત્મા વચ્ચે અંતર શું છે? સંસારી આત્માનો ચેતન અંશ જીવ અથવા આત્મા કહેવાય છે અને જડ અંશે કર્મ કહેવાય છે. આ ચેતન અંશ અને જડ અંશ એવા નથી કે જેમનો પૃથક પૃથક અનુભવ સંસાર અવસ્થામાં કરી શકાય. તેમનું પૃથક્કરણ તો મુક્તાવસ્થામાં જ થાય છે. સંસારી આત્મા સદૈવ કર્મયુક્ત હોય છે તથા કર્મ સદૈવ સંસારી આત્મા સાથે સંબદ્ધ હોય છે. આત્મા જ્યારે કર્મથી સર્વથા મુક્ત થઈ જાય છે ત્યારે તે સંસારી આત્મા ન રહેતાં મુક્ત આત્મા અર્થાત શુદ્ધ ચૈતન્ય બની જાય છે. આ રીતે કર્મ જ્યારે આત્માથી અલગ થઈ જાય છે ત્યારે તે કર્મ ન રહેતાં શુદ્ધ પુદ્ગલ બની જાય છે. આત્મા સાથે બદ્ધ પગલા દ્રવ્યકર્મ કહેવાય છે અને દ્રવ્યકર્મયુક્ત આત્માની પ્રવૃત્તિ ભાવકર્મ કહેવાય છે. તાત્વિક દૃષ્ટિએ આત્મા અને પુદ્ગલનાં ત્રણ રૂપ બને છે– (૧) શુદ્ધ આત્મા (મુક્ત આત્મા), (૨) શુદ્ધ પુદ્ગલ અને (૩) આત્મા અને પુદ્ગલનું મિશ્રણ (સંસારી આત્મા). કર્મના કર્તુત્વ અને ભોસ્તૃત્વ વગેરેનો સંબંધ ત્રીજા રૂપ સાથે છે.
નિશ્ચયનય અને વ્યવહારનય–જૈન દર્શનમાં કર્મસિદ્ધાન્તનું વિવેચન નિશ્ચયદષ્ટિ અને વ્યવહારદષ્ટિએ પણ કરવામાં આવ્યું છે. આ દષ્ટિએ વિવેચન કરનારાઓનો મત છે કે પરનિમિત્ત વિના વસ્તુના અસલ સ્વરૂપનું કથન જે કરે છે તેને નિશ્ચયનય (નિશ્ચયદષ્ટિ) કહે છે અને પરનિમિત્તની અપેક્ષાએ વસ્તુનું કથન જે કરે છે તેને વ્યવહારનય (વ્યવહારદૃષ્ટિ) કહે છે. નિશ્ચય અને વ્યવહારની આ વ્યાખ્યા અનુસાર શું કર્મના કર્તુત્વ-ભોક્નત્વ આદિનું નિરૂપણ થઈ શકે ? પરનિમિત્ત વિના વસ્તુના અસલ સ્વરૂપના કથનનો અર્થ થાય છે શુદ્ધ વસ્તુના સ્વરૂપનું કથન. આ અર્થ અનુસાર નિશ્ચનય શુદ્ધ આત્મા અને શુદ્ધ પુદ્ગલનું જ કથન કરી શકે, પુગલમિશ્રિત આત્માનું અથવા આત્મમિશ્રિત પુલનું કથન ન કરી શકે. આવી પરિસ્થિતિમાં કર્મના કર્તુત્વભોક્તત્વ આદિનું નિરૂપણ નિશ્ચયનયથી કેવી રીતે થઈ શકે? કેમ કે કર્મનો સંબંધ સંસારી આત્મા સાથે છે જે જીવ અને પુદ્ગલનું મિશ્રણ છે. પરંતુ વ્યવહારનય પરનિમિત્તની અપેક્ષાએ વસ્તુનું કથન કરે છે તેથી સંસારી આત્મા અર્થાત્ કર્મયુક્ત આત્માનું કથન વ્યવહારનયથી જ થઈ શકે છે. વસ્તુતઃનિશ્ચયનય અને વ્યવહારનયમાં કોઈ વિરોધ નથી કેમ કે આ બન્ને નયોની વિષયવસ્તુ ભિન્ન ભિન્ન છે – તેમનું ક્ષેત્ર અલગ અલગ છે. નિશ્ચયનય પદાર્થના શુદ્ધ સ્વરૂપનું કથન કરે છે અર્થાત્ જે વસ્તુ સ્વભાવતઃ સ્વતઃ પોતે પોતામાં જેવી છે તે વસ્તુને તેવી જ પ્રતિપાદિત કરે છે. વ્યવહારનય પદાર્થના અશુદ્ધ અર્થાત્ મિશ્રિત રૂપનું પ્રતિપાદન કરે છે. સંસારી આત્મા અને કર્મ એ તો જીવ અને અજીવની અશુદ્ધ અર્થાત્ મિશ્રિત અવસ્થાઓ છે, તેથી તેમનું પ્રતિપાદન વ્યવહારનયથી જ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં કર્મના કર્તૃત્વ ૧. પંચમ કર્મગ્રન્થ, પ્રસ્તાવના,પૃ. ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org