________________
૩૦૨
જૈન ધર્મ-દર્શન અને ભોસ્તૃત્વ આદિનું નિરૂપણ નિશ્ચયનયથી કરવું અયુક્તિયુક્ત છે. કેવળ શુદ્ધ આત્માઓ અર્થાત મુક્ત જીવો તથા પુદ્ગલ આદિ શુદ્ધ અજીવોનું પ્રતિપાદન નિશ્ચયનયથી થઈ શકે છે.
કર્મનું કર્તુત્વ અને ભોસ્તૃત્વ – નિશ્ચયનય અને વ્યવહાર નયની આ મર્યાદાનું ધ્યાન ન રાખતાં કેટલાક વિચારકોએ કર્મના કર્તૃત્વ અને ભોક્નત્વ આદિનું નિરૂપણ નિશ્ચયનયથી કરવાનો પ્રયત્ન કર્યો છે. પરિણામે કર્મસિદ્ધાન્તમાં અનેક જાતની ગૂંચવણો પેદા થઈ છે. આ ગૂંચવણોનું મુખ્ય કારણ છે સંસારી જીવ અર્થાત્ કર્મયુક્ત આત્મા અને સિદ્ધ જીવ અર્થાત્ કર્મમુક્ત આત્માના ભેદનું વિસ્મરણ. તેની સાથે સાથે જ કર્મ અને પુદ્ગલ વચ્ચેનું અત્તર પણ ક્યારેક ક્યારેક ભૂલાઈ જવાયું છે. આ વિચારકોની દષ્ટિમાં જીવ (સંસારી આત્મા) નતો કર્મોનો કર્તા છે કે ન તો કર્મોનાં ફળોનો ભોક્તા. તેઓ કહે છે કે કર્મોના કર્તુત્વ અને ભોસ્તૃત્વના વિશે જયારે આપણે નિશ્ચયદષ્ટિએ વિચારીએ છીએ ત્યારે જીવ ન તો દ્રવ્યકર્મોનો કર્તા છે ન તો તેમનાં ફળોનો ભોક્તા કેમ કે દ્રવ્યકર્મ પૌગલિક છે–પગલદ્રવ્યના વિકારો છે તેથી પર છે. તેમનો કર્તા ચેતન જીવ કેવી રીતે હોઈ શકે? ચેતનનું કર્મ ચેતનરૂપ હોય છે અને અચેતનનું કર્મ અચેતનરૂપ હોય છે. જો ચેતનનું કર્મ પણ અચેતનરૂપ થવા લાગે તો ચેતન અને અચેતનનો ભેદ નષ્ટ થઈ જાય અને પરિણામે મહાન સંકર દોષ આવી પડે. તેથી પ્રત્યેક દ્રવ્ય સ્વભાવનું કર્તા છે, પરભાવનું નથી. આ કથનમાં જીવને અર્થાત સંસારી જીવને કર્મોનો અર્થાતુદ્રવ્યકર્મોનો કર્તા અને ભોક્તા એટલા માટે નથી માનવામાં આવ્યો કેમ કે કર્મ પૌગલિક છે. એ કેવી રીતે બની શકે કે ચેતન જીવ અચેતન કર્મને ઉત્પન્ન કરે? આ તર્કમાં સંસારી જીવને અર્થાત્ અશુદ્ધ આત્માને શુદ્ધ ચૈતન્ય માની લેવામાં આવ્યો છે તથા કર્મને શુદ્ધ પગલ માની લીધું છે. વસ્તુતઃ ન તો સંસારી જીવ શુદ્ધ ચૈતન્ય છે કે ન તો કર્મ શુદ્ધ પુદ્ગલ. સંસારી જીવ તો ચેતન અને અચેતન દ્રવ્યોની મિશ્ર અવસ્થા છે – સ્વ અને પરનું મિલિત રૂપ છે. આ જ રીતે કર્મ પણ યુગલનું શુદ્ધ રૂપ નથી પરંતુ એક વિકૃત અવસ્થા છે જે સંસારી જીવની પ્રવૃત્તિના કારણે ઊભી થઈ છે તથા તેનાથી સમ્બદ્ધ છે. જો જીવ અને પુગલ પોતપોતાની સ્વાભાવિક અર્થાત શુદ્ધ અવસ્થામાં હોત એટલે કે પોતપોતાના સ્વભાવમાં જ અવસ્થિત હોત તો કર્મની ઉત્પત્તિનો કોઈ પ્રશ્ન જ ન ઊભો થાત – પરભાવના કર્તુત્વનો કોઈ સવાલ જ ન પેદા થાત. જ્યારે આપણે જાણીએ છીએ કે સંસારી જીવ પોતાના સ્વભાવમાં અવસ્થિત નથી પરંતુ સ્વ અને પર ભાવોની મિશ્ર અવસ્થામાં અવસ્થિત છે ત્યારે તેને કેવળ સ્વભાવનો કર્તા કેવી રીતે કહી શકાય?
૧. એજન,પૃ.૧૧-૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org