________________
કર્મસિદ્ધાન્ત
૩૦૩ જ્યારે આપણે કહીએ છીએ કે જીવ કર્મોનો કર્યા છે ત્યારે આપણું તાત્પર્ય એ નથી હોતું કે જીવ પુગલને ઉત્પન્ન કરે છે. પુદ્ગલ તો પહેલેથી જ અસ્તિત્વ ધરાવે છે. તેને પેદા જીવ શું કરવાનો? જીવ તો પોતાની આસપાસ અસ્તિત્વ ધરાવતા પુદ્ગલપરમાણુઓને પોતાની મન-વચન-કાયાની પ્રવૃત્તિઓ દ્વારા પોતાની તરફ આકર્ષાને પોતાની સાથે નીરક્ષીરવત ભેળવીને એક કરી દે છે. આનું નામ છે કર્મોનું અર્થાત્ દ્રવ્યકર્મોનું કર્તુત્વ. આમ હોવાથી એ કથન અયોગ્ય ઠરે છે કે જીવ દ્રવ્યકર્મોનો કર્તા નથી. બીજી વાત એ કે દ્રવ્યકર્મોના કર્તુત્વના અભાવમાં ભાવકર્મોનું કર્તુત્વ પણ કેવી રીતે સંભવિત બનશે? દ્રવ્યકર્મ જ તો ભાવકર્મની ઉત્પત્તિમાં કારણ છે, અન્યથા દ્રવ્યકર્મોથી મુક્ત સિદ્ધ આત્માઓમાં પણ ભાવકર્મની ઉત્પત્તિ થાય. જ્યારે જીવ કર્મોનો કર્તા અર્થાતુ પગલપરમાણુઓને કર્મરૂપમાં પરિવર્તિત કરનારો સિદ્ધ થઈ જાય છે તો કર્મફલનો ભોક્તા પણ સિદ્ધ થઈ જ જાય છે કેમ કે જે કર્મથી બદ્ધ હોય છે તે જ કર્મફળને ભોગવે પણ છે. આમ સંસારી જીવ કર્મોનો કર્તા અને કર્મફળનો ભોક્તા સિદ્ધ થાય છે. મુક્ત જીવ ન તો કર્મોનો કર્તા છે કે ન તો કર્મફળનો ભોક્તા છે.
જીવને કર્મોનો કર્તા અને ભોક્તા ન માનનારા વિચારકો એક ઉદાહરણ આપે છે કે જેમ કોઈ સુન્દર યુવાન કાર્યવશ ક્યાંક જઈ રહ્યો હોય અને કોઈ તરણ સુન્દરી તેના ઉપર મોહિત થઈને તેની અનુગામિની બની જાય તો એમાં એ પુરુષનું શું કર્તુત્વ છે? કર્ણી તો તે સ્ત્રી છે. પુરુષ તો એમાં કેવળ નિમિત્તકારણ છે. આ રીતે જો પુદ્ગલ જીવ તરફ આકર્ષાઈને કર્મરૂપમાં પરિણત થતું હોય તો તેમાં જીવનું શું કર્તુત્વ છે? કર્તા તો પુગલ પોતે છે. જીવ તો એમાં કેવળ નિમિત્તકારણ છે. આ જ વાત કર્મના ભોસ્તૃત્વ વિશે પણ કહી શકાય છે. જો વસ્તુતઃ સ્થિતિ આવી જ છે તો આત્મા ન તો કર્તા સિદ્ધ થશે, ન ભોક્તા સિદ્ધ થશે, ન બદ્ધ સિદ્ધ થશે, ન મુક્ત સિદ્ધ થશે, ન રાગ-દ્વેષ આદિ ભાવોથી યુક્ત સિદ્ધ થશે, ન તેમનાથી રહિત સિદ્ધ થશે.પરંતુ વસ્તુસ્થિતિ આવી નથી. જેમ કોઈ સુન્દર યુવાન ઉપર કોઈ તરુણ સુન્દરી અકસ્માત મોહિત થઈને પોતાની મેળે તેની પાછળ પડી જાય છે તેમ જડ પુદ્ગલ ચેતન આત્માની પાછળ લાગતું નથી. પુદ્ગલ પોતાની મેળે આકર્ષિત થઈ આત્મા તરફ ગતિ કરતું નથી. જ્યારે જીવ સક્રિય બને છે ત્યારે પુદ્ગલપરમાણુ તેના તરફ આકર્ષાય છે તથા પોતાને તેની સાથે ભેળવી નીરક્ષીરવત્ એકરૂપ બની જાય છે અને વખત પાકતાં પોતાનું ફળ આપી પુનઃ તેનાથી અલગ થઈ જાય છે. આ સમગ્ર પ્રક્રિયા માટે જીવ પૂરેપૂરો જવાબદાર છે. જીવની ક્રિયાના કારણે જ પુદ્ગલપરમાણુ તેની તરફ આકર્ષાય છે, તેની સાથે બંધાય છે અને
૧. એજન, પૃ. ૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org