________________
જૈન ધર્મ-દર્શન
૩૦૪
તેને યથોચિત ફળ આપે છે. આ પ્રક્રિયા ન તો એકલા જીવથી સંભવે છે કે ન તો એકલા પુદ્ગલથી. બન્નેના સમ્મિલિત અને પારસ્પરિક પ્રભાવના કારણે જ આ બધું થાય છે. કર્મના કર્તૃત્વમાં જીવની એવી નિમિત્તતા નથી કે જીવ સાંખ્ય પુરુષની જેમ નિષ્ક્રિય અવસ્થામાં નિર્લિપ્ત ભાવથી વિદ્યમાન રહેતો હોય અને પુદ્ગલ સ્વતઃ કર્મના રૂપમાં પરિવર્તિત બની જતું હોય. જીવ અને પુદ્ગલના મિશ્રણ યા મિલન યા લિપ્તભાવથી જ કર્મની ઉત્પત્તિ થાય છે. જીવને એકાન્તપણે ચેતન અને કર્મને એકાન્તપણે જડ ન માનવા જોઈએ. જીવ પણ કર્મના (પુદ્ગલના) સંસર્ગના કારણે કથંચિત્ જડ છે અને કર્મ પણ જીવના (ચેતનના) સંસર્ગના કારણે કથંચિત્ ચેતન છે. જ્યારે જીવ અને કર્મ એક્બીજાથી બિલકુલ અલગ અલગ થઈ જાય છે અર્થાત્ તેમની વચ્ચે કોઈ સંસર્ગ નથી રહેતો ત્યારે તેઓ પોતાના શુદ્ધ સ્વરૂપમાં આવી જાય છે અર્થાત્ જીવ એકાન્તપણે ચેતન બની જાય છે અને કર્મ એકાન્તપણે જડ બની જાય છે.
સંસારી જીવ અને દ્રવ્યકર્મરૂપ પુદ્ગલના મિશ્રણ તેમજ પરસ્પરના પ્રભાવના કારણે જ જીવમાં રાગ-દ્વેષ આદિ ભાવકર્મની ઉત્પત્તિ સંભવે છે. જો જીવ પોતાના શુદ્ધ સ્વભાવનો જ કર્તા હોય તથા પુદ્ગલ પોતાના શુદ્ધ સ્વભાવનું જ કર્તા હોય, તો રાગદ્વેષ આદિ ભાવોનો કર્તા કોણ બનશે ? રાગ-દ્વેષ આદિ ભાવ ન તો જીવના શુદ્ધ સ્વભાવ અંતર્ગત છે કે ન તો પુદ્ગલના શુદ્ધ સ્વભાવ અન્તર્ગત. આવી સ્થિતિમાં રાગ-દ્વેષ આદિ ભાવોનો કર્તા કોને મનાય ? ચેતન આત્મા અને અચેતન દ્રવ્યકર્મના મિશ્રિત રૂપને જ આ અશુદ્ધ અર્થાત્ વૈભાવિક ભાવોનું કર્તા માની શકાય. જેમ રાગદ્વેષ આદિ ચેતન અને અચેતન દ્રવ્યોના મિશ્રણથી ઉત્પન્ન થાય છે તેમ જ મન-વચનકાયા આદિ પણ તેમના મિશ્રણથી જ બને છે. કર્મોની વિભિન્નતા અને વિચિત્રતાના કારણે જ આ બધાંમાં વૈચિત્ર્ય થાય.
આત્મા પોતાના સ્વાભાવિક ભાવો જ્ઞાન, દર્શન આદિ તથા વૈભાવિક ભાવો રાગ, દ્વેષ આદિનો કર્તા છે પરંતુ તેમના નિમિત્તથી પુદ્ગલ પરમાણુઓમાં જે કર્મરૂપ પરિણમન થાય છે તેનો કર્તા તે નથી આ વાતને સમજાવવા માટે કુંભાર અને ઘટનું ઉદાહરણ આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ઘટની કર્લી મોટી છે, કુંભાર તેનો કર્તા નથી. કુંભારને લોકમાં ઘટનો કર્તા કહેવામાં આવે છે એનું તાત્પર્ય એટલું જ છે કે ઘટપર્યાયમાં કુંભાર કેવળ નિમિત્ત છે. વાસ્તવમાં ઘટ મૃત્તિકાનો જ એક ભાવ છે, તેથી તેની કર્લી મૃત્તિકા જ છે. આ ઉદાહ૨ણ આત્મા અને કર્મના સંબંધને પ્રકટ કરવામાં ઉપયોગી નથી, યોગ્ય પણ નથી. ઘટ અને કુંભારમાં એ સંબંધ નથી જે
૧
૧. એજન, પૃ. ૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org