________________
કર્મસિદ્ધાન્ત
૩૦૫ કર્મ અને આત્મામાં છે. કર્મ અને આત્મા નીરક્ષીરવત એકરૂપ થઈ જાય છે જયારે ઘટ અને કુંભાર ક્યારેય એકરૂપ થતા નથી. તેથી કર્મ અને આત્માનું પરિણમન ઘટ અને કુંભારના પરિણમનથી ભિન્ન પ્રકારનું છે. કર્મપરમાણુઓ અને આત્મપ્રદેશોનું પરિણમન જડ અને ચેતનનું એક મિશ્રિત પરિણમન છે જેમાં બન્ને એકબીજાથી અનિવાર્યપણે પ્રભાવિત હોય છે. ઘટ અને કુંભારની બાબતમાં આવું કહી નહિ શકાય. તેમનું તો પોતપોતાની રીતનું અલગ અલગ પરિણમન થતું રહે છે. આત્મા કર્મોનું કેવળ નિમિત્ત જ નથી, તેમનો કર્તા પણ છે અને ભોક્તા પણ છે. આત્માના વૈભાવિક ભાવોના કારણે પુગલપરમાણુ તેની તરફ આકર્ષાય છે, તેથી આત્મા તેમના આકર્ષણનું નિમિત્ત બન્યો. તે પરમાણુઓ આત્મપ્રદેશો સાથે એકાકાર બની કર્મરૂપમાં પરિણત થઈ જાય છે, તેથી આત્મા કર્મોનો કર્તા બન્યો. આત્માને જ વૈભાવિક ભાવોના રૂપમાં તેમનું ફળ ભોગવવું પડે છે, તેથી આત્મા કર્મોનો ભોક્તા પણ બન્યો.
કર્મની મર્યાદા – જૈન સિદ્ધાન્તનો એ નિશ્ચિત મત છે કે કર્મનો સંબંધ વ્યક્તિનાં શરીર, મન અને આત્મા સાથે છે. વ્યક્તિના શરીર, મન અને આત્મા એક નિશ્ચિત સીમામાં બદ્ધ છે અર્થાત્ સીમિત છે, તેથી કર્મ પણ તે સીમામાં રહીને પોતાનું કાર્ય કરે છે. જો કર્મની આ સીમા ન માનવામાં આવે તો તે આકાશની જેમ સર્વવ્યાપક બની જાય. વસ્તુત: આત્માનું સ્વદેહપરિમાણત્વ કર્મના કારણે જ છે. જો આત્મા કર્મના કારણે પોતાના શરીરમાં જ બદ્ધ રહેતો હોય તો કર્મ તેને છોડીને ક્યાં જઈ શકે ? હા, જય બધી જાતના શરીરોને છોડીને આત્મા મુક્ત થઈ જાય છે ત્યારે કર્મનો આત્મા સાથે કોઈ સંબંધ રહેતો નથી, તેથી કર્મ અને આત્મા સદાને માટે એકબીજાથી તદ્દન અલગ થઈ જાય છે. અથવા તો કહો કે કર્મનું આત્માથી હમેશ માટે અલગ થઈ જવાનું નામ જ મુક્તિ અથવા મોક્ષ છે. સંસારી આત્મા અથવા જીવ સદૈવ કોઈને કોઈ પ્રકારના શરીરમાં બદ્ધ રહે છે તથા તેની સાથે લાગેલો કર્મપિંડ પણ તે જ શરીરની સીમાઓમાં સીમિત રહે છે.
શું શરીરની સીમાઓમાં બંધાયેલું કર્મ પોતાની સીમાઓનું ઉલ્લંઘન કરીને ફલ આપી શકે ? શું કર્મ વ્યક્તિના શરીર સાથે અર્થાતુ મન-વચન-કાયા સાથે અસમ્બદ્ધ અર્થાત્ ભિન્ન પદાર્થોની ઉત્પત્તિ, પ્રાપ્તિ, વિનાશ આદિ માટે જવાબદાર હોઈ શકે? જે ક્રિયા કે ઘટના સાથે કોઈક વ્યક્તિનો પ્રત્યક્ષ યા પરોક્ષ કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોય તેના માટે પણ શું તે વ્યક્તિના કર્મને કારણ માની શકાય? જૈન કર્મશાસ્ત્રમાં કર્મના જે આઠ મુખ્ય પ્રકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમનામાં કોઈ પણ પ્રકાર એવો નથી જેનો સંબંધ આત્મા અને શરીરથી ભિન્ન કોઈ અન્ય પદાર્થ સાથે હોય. જ્ઞાનાવરણ,
20 Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org