________________
જ્ઞાનમીમાંસા
૧૭૧ કોઈ પદાર્થ વિદ્યમાન નથી હોતો. આ જ્ઞાનોને મિથ્યા કહી ટાળી શકાય નહિ કેમ કે તેઓ મિથ્યા હોવા છતાં જ્ઞાનો તો છે જ. અહીં પ્રશ્ન સત્ય અને મિથ્થાનો નથી. પ્રશ્ન છે – અર્થના અભાવમાં જ્ઞાનની ઉત્પત્તિ થાય છે કે નહિ? જ્ઞાન ભલે ને ગમે તેવું હોય પરંતુ જો તે અર્થના અભાવમાં ઉત્પન્ન થતું હોય તો એ પ્રતિજ્ઞા નાશ પામે છે કે અર્થ હોય તો જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. સ્વપ્ન આદિ જ્ઞાનોની વાત થોડા વખત પૂરતી છોડી પણ દઈએ, તો પણ આ સિદ્ધાન્ત ઘટતો નથી કેમ કે અતીત અને અનાગતના પ્રત્યક્ષની સિદ્ધિ આ સિદ્ધાન્તના આધારે કરી શકાતી નથી. યોગીઓના જ્ઞાનનો વિષય પણ જો વર્તમાન પદાર્થને જ માનવામાં આવે તો પછી ત્રિકાલવિષયક જ્ઞાનની વાત વ્યર્થ થઈ પડે. તેથી અર્થ પણ જ્ઞાનોત્પત્તિનું અનિવાર્ય કારણ નથી. અવગ્રહ
મતિજ્ઞાનના (ઇન્દ્રિયપ્રત્યક્ષના) અવગ્રહ આદિ ચાર ભેદોનો નિર્દેશ આપણે કરી ગયા છીએ. તેમાંથી પહેલાં અવગ્રહ શું છે એ જાણીએ. અવગ્રહને વર્ણવતા કેટલાય શબ્દો છે. નંદીસૂત્રમાં અવગ્રહ માટે અવગ્રહણતા, ઉપધારણતા, શ્રવણતા, અવલંબનતા અને મેધા શબ્દોનો પ્રયોગ થયો છે. તત્ત્વાર્થભાષ્યમાં નીચેના શબ્દો આવે છે - અવગ્રહ, ગ્રહ, ગ્રહણ, આલોચન અને અવધારણ. ઇન્દ્રિય અને અર્થનો સંબંધ થતાં નામ આદિની વિશેષ કલ્પનાથી રહિત સામાન્ય માત્રનું જ્ઞાન અવગ્રહ છે. આ જ્ઞાનમાં નિશ્ચિત પ્રતીતિ નથી થતી કે કયા પદાર્થનું જ્ઞાન થયું છે. કેવળ એટલું જ માલૂમ પડે છે કે આ કંઈક છે. ઇન્દ્રિય અને અર્થનો જે સામાન્ય સંબંધ છે તે દર્શન છે. દર્શન પછી ઉત્પન્ન થનારું સામાન્ય જ્ઞાન અવગ્રહ છે. આમાં કેવળ સત્તાનું જ્ઞાન નથી હોતું પરંતુ પદાર્થનું પ્રારંભિક જ્ઞાન થઈ જાય છે. અવગ્રહના બે ભેદ છે—વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ. અર્થ અને ઇન્દ્રિયનો સંયોગ વ્યંજનાવગ્રહ છે. ઉપર જે અવગ્રહની વ્યાખ્યા કરી છે તે વસ્તુતઃ અર્થાવગ્રહ છે. આ વ્યાખ્યા અનુસાર વ્યંજનાવગ્રહ દર્શનની કોટિમાં આવે છે અને અવગ્રહનો અર્થ અર્થાવગ્રહ જ થાય છે. વ્યંજનાવગ્રહને જ્ઞાન માનનારાઓ માટે દર્શન ઇન્દ્રિય અને અર્થના સ્પષ્ટ સંયોગથી
૧. ૩૦. ૨. ૧.૧૫ ૩. ક્ષાર્થયોરો તર્જનાત મર્થગ્રામવપ્રઃ પ્રમાણમીમાંસા, ૧.૧.૨૬. ૪. અર્થશા ચંગનચાવપ્રઃ તત્ત્વાર્થસૂત્ર, ૧.૧૭-૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org