________________
આચારશાસ્ત્ર
૩૪૯
છે. જેણે પરિહારવિશુદ્ધિક તપનું સેવન કરી લીધું હોય તે શ્રમણને નિર્વિષ્ટકાયિક કહેવાય છે. ગચ્છની બહાર નીકળી ગયલો (નિર્ગત) અર્થાત શ્રમણ સંઘનો ત્યાગ કરી એકાકી સંયમની સાધના કરનારો સાધવિશેષ જિન અર્થાત જિનકલ્પિક કહેવાય છે. ગચ્છપ્રતિબદ્ધ અર્થાત શ્રમણસંઘમાં રહીને સંયમની આરાધના કરનાર આચાર્ય આદિ સ્થવિર અર્થાત સ્થવિરકલ્પિક કહેવાય છે. જિનકલ્પિક પ્રાયઃ અચલકધર્મનું આચરણ કરે છે જ્યારે સ્થિવરકલ્પિક પ્રાયઃ સચેલકધર્મનું પાલન કરે છે. જિનકલ્પિક ભોજન આદિ માટે પ્રાયઃ પાત્રનો ઉપયોગ નથી કરતા. આ દૃષ્ટિએ જિનકલ્પિક મુનિને કરપાત્ર કે પાણિપાત્ર કહી શકાય. સ્થવિરકલ્પિક ભોજન આદિ માટે પાત્રનો ઉપયોગ કરે છે. વસ્ત્રમર્યાદા
આચારાંગના પ્રથમ શ્રુતસ્કન્ધના આઠમા અધ્યયનમાં નિર્વસ્ત્ર, એકવસ્ત્રધારી, દ્વિવસ્ત્રધારી અને ત્રિવસ્ત્રધારી નિર્ઝન્થોનો ઉલ્લેખ છે. તથા દ્વિતીય શ્રુતસ્કન્ધની પ્રથમ ચૂલાના પાંચમા અધ્યયનમાં ચતુર્વસ્ત્રધારી નિર્ઝન્થીઓનો ઉલ્લેખ છે. જે ભિક્ષુ ત્રણ વસ્ત્ર રાખનારો છે તેણે ચોથા વસ્ત્રની કામના અથવા યાચના ન કરવી જોઈએ. જે વસ્ત્રો તેને કથ્ય છે તેમની જ કામના અને યાચના તેણે કરવી જોઈએ, અકલ્પની નહિ. કષ્મ વસ્ત્રો જેવાં પણ મળે તેમને કોઈ પણ જાતનો સંસ્કાર કર્યા વિના જ તેણે ધારણ કરી લેવા જોઈએ. વસ્ત્રોને ધોવા અથવા રંગવા ન જોઈએ. આ જ વાત બેવસ્ત્રધારી અને એક વસ્ત્રધારીની બાબતમાં પણ સમજી લેવી જોઈએ. તરુણ ભિક્ષુ માટે એક વસ્ત્ર ધારણ કરવાનું વિધાન છે. ભિક્ષુણી માટે ચાર વસ્ત્ર– સંઘાટીઓ રાખવાનું વિધાન કરવામાં આવ્યું છે જેમનું માપ આ પ્રમાણે છે – એક સંઘાટી બે હાથની, બે સંઘાટી ત્રણ ત્રણ હાથની અને એક સંઘાટી ચાર હાથની (લાંબી), બે હાથની સંઘાટી ઉપાશ્રયમાં પહેરવા માટે, ત્રણ ત્રણ હાથની બે સંઘાટીમાંથી એક ભિક્ષાચર્યા વખતે ધારણ કરવા માટે અને બીજી શૌચ જતી વખતે પહેરવા માટે, અને ચાર હાથની સંઘાટી સમવસરણમાં (ધર્મસભામાં) આખું શરીર ઢાંકવા માટે છે–આવું ટીકાકારોનું વ્યાખ્યાન છે. અહીં ભિક્ષુણીઓ માટે જે ચાર વસ્ત્રો ધારણ કરવાનું વિધાન છે તે વસ્ત્રોનો નિર્દેશ “સંઘાટી' (સાડી અથવા ચાદર) શબ્દથી કરવામાં આવ્યો છે. ટીકાકારોએ પણ તેમનો ઉપયોગ શરીર ઉપર લપેટવાના એટલે કે ઓઢવાના રૂપમાં જ દર્શાવ્યો છે. તેથી જણાય છે કે આ ચારે વસ્ત્રોનો ઉપયોગ વિભિન્ન અવસરે ઓઢવા તરીકે કરવાનો અભીષ્ટ છે, પહેરવા તરીકે નહિ. તેથી તેમને સાધ્વીઓનાં ઉત્તરીય વસ્ત્ર અર્થાત્ સાડી યા ચાદર તરીકે સમજવાં જોઈએ, અત્તરીય વસ્ત્ર અર્થાત્ લેંધા કે ધોતી તરીકે નહિ. બીજી વાત એ છે કે બે હાથ અને ત્યાં સુધી કે ચાર હાથ લાંબું વસ્ત્ર ઉપરથી નીચે સુધી આખા શરીર ઉપર ધારણ પણ કેવી રીતે કરી શકાય. તેથી ભિક્ષુણીઓ માટે ઉપર જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org