________________
૩૪૮
જૈન ધર્મ-દર્શન
કેશનું અપનયન. વ્યુત્કૃષ્ટશરીરતાનો અર્થ છે સ્નાન-અત્યંગન-અંજન-પરિમર્દન આદિ સર્વ સંસ્કારોનો અભાવ. પ્રતિલેખનનો અર્થ છે મયૂરપિચ્છનું ગ્રહણ. અચેલકત્વ નિઃસંગતા અર્થાત્ અનાસક્તિનું ચિહ્ન છે. લોંચ સદ્ભાવનાનો સંકેત છે. વ્યુત્કૃષ્ટશરીરતા અપરાગતાનું (નિર્મમત્વનું) પ્રતીક છે. પ્રતિલેખન દયાપ્રતિપાલનનું ચિહ્ન છે. આ ચાર પ્રકારનો લિંગકલ્પ ચારિત્રોપકારક હોવાના કારણે આચરણીય છે.
આચારાંગના પ્રથમ શ્રુતસ્કન્ધના ધૂત નામના છઠ્ઠા અધ્યયનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કેટલાક અનગાર એવા પણ હોય છે જે સંયમગ્રહણ કર્યા પછી એકાગ્રચિત્ત થઈને બધી જાતની આસક્તિનો ત્યાગ કરી એકત્વભાવનાનું અવલંબન લઈ મુંડક બનીને અચેલક બની જાય છે અર્થાત્ વસ્રનો પણ ત્યાગ કરી દે છે અને આહારમાં પણ ક્રમશઃ ઘટાડો કરતાં કરતાં સર્વ કષ્ટોને સહન કરી પોતાનાં કર્મોનો ક્ષય કરે છે. આવા મુનિઓને વસ્ત્ર ફાટી જવાની, નવાં લાવવાની, સોય-દોરો પરોવવાની, વસ્ત્ર સાંધવાની કોઈ ચિન્તા રહેતી નથી. તેઓ પોતાને લઘુ અર્થાત્ હળવા (ભારમુક્ત) તથા સહજ તપના ભાગી માનતાં બધી જાતનાં કષ્ટોને સમભાવપૂર્વક સહન કરે છે. વિમોક્ષ નામના આઠમા અધ્યયનમાં અચેલક મુનિ અંગે કહેવામાં આવ્યું છે કે જો તેના મનમાં આવો વિચાર આવે કે નગ્નતાજન્ય શીતાદિ કષ્ટોને તો હું સહન કરી શકું છું પરંતુ લજ્જાનું નિવારણ કરવું મારા માટે શક્ય નથી તો તેણે કટિબન્ધન ધારણ કરી લેવું જોઈએ. અચેલક અર્થાત્ નગ્ન મુનિએ સચેલક અર્થાત્ વસ્ત્રધારી મુનિ તરફ હીનભાવ રાખવો ન જોઈએ. તેવી જ રીતે સર્ચલક મુનિએ અચેલક મુનિ તરફ તુચ્છતાની ભાવના રાખવી ન જોઈએ. અચેલક અને સચેલક મુનિઓએ એકબીજાની નિન્દા કરવી ન જોઈએ. નિર્દેક મુનિને નિર્ગન્ધધર્મના અનધિકારી કહેવામાં આવ્યા છે. તે સંયમનું સમ્યક્ પાલન નથી કરી શકતા – આત્મસાધનનાની નિર્દોષ આરાધના નથી કરી શકતા. અચેલક અને સચેલક બન્ને પ્રકારના મુનિઓએ પોતપોતાની આચારમર્યાદામાં રહીને નિગ્રન્થધર્મનું પાલન કરવું જોઈએ.
બૃહત્કલ્પના છઠ્ઠા ઉદેશના અંતમાં છ પ્રકારની કલ્પસ્થિતિ (આચારમર્યાદા) દર્શાવી છે -(૧) સામાયિકસંયતકલ્પસ્થિતિ, (૨) છેદોપસ્થાપનીયસંયતકલ્પસ્થિતિ, (૩) નિર્વિશમાનકલ્પસ્થિતિ, (૪) નિર્વિષ્ટકાયિકકલ્પસ્થિતિ (૫) જિનકલ્પસ્થિતિ અને (૬) સ્થવિકલ્પસ્થિતિ. સર્વસાવદ્યયોગવિરતિરૂપ સામાયિક સ્વીકારનાર સામાયિકસંયત કહેવાય છે. પૂર્વ પર્યાયનો અર્થાત્ પહેલાંની સાધુઅવસ્થાનો છેદ અર્થાત્ નાશ અથવા કમી કરીને સંયમની પુનઃ સ્થાપના કરવા યોગ્ય શ્રમણ છેદોપસ્થાપનીય સંયત કહેવાય છે. આ કલ્પસ્થિતિમાં મુનિજીવનનો અધ્યાય પુનઃ શરૂ થાય છે અથવા પુનઃ આગળ વધે છે. પરિહારવિશુદ્ધિકલ્પનું (તપવિશેષનું) સેવન કરનાર શ્રમણ નિર્વિશમાન કહેવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org