________________
૩પ૦
જૈન ધર્મ-દર્શન ચાર વસ્ત્રોનાં ગ્રહણ અને ધારણનું વિધાન કરવામાં આવ્યું છે તેમનામાં અન્તરીય વસ્ત્રનો સમાવેશ થતો નથી એમ સમજવું જોઈએ. ભિક્ષુઓના વિશે આવું કંઈ નથી. તેઓ એક વસ્ત્રનો ઉપયોગ અત્તરીય તરીકે કરી શકે છે, એનો અન્તરીય અને ઉત્તરીય તરીકે કરી શકે છે વગેરે. ત્યાં સુધી કે અચેલક એટલે કે નિર્વસ્ત્ર પણ રહી શકે છે. સામાચારી | સમાચારી અથવા સામાચારીનો અર્થ છે સમ્યફ ચર્યા. શ્રમણની દિનચર્યા કેવી હોવી જોઈએ? જૈન આચારશાસ્ત્રમાં આ પ્રશ્નનો વ્યવસ્થિત ઉત્તર આપવામાં આવ્યો છે. આ ઉત્તર બે રૂપમાં છે – સામાન્ય દિનચર્યા અને પર્યુષણાકલ્પ. ઉત્તરાધ્યયન આદિમાં મુનિની સામાન્ય દિનચર્યા ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે તથા કલ્પસૂત્ર આદિમાં પર્યુષણાકલ્પ એટલે કે વર્ષાવાસ (ચાતુર્માસ) સંબંધી વિશિષ્ટ ચર્યાનું વર્ણન
ઉત્તરાધ્યયનસૂત્રના છવ્વીસમા અધ્યયનના પ્રારંભમાં શ્રમણની સામાન્ય ચર્યારૂપ સામાચારીના દસ પ્રકારો દર્શાવ્યા છે – (૧) આવશ્વિકી, (૨) નૈવિકી, (૩) આપૃચ્છના, (૪) પ્રતિપૃચ્છના, (૫) છન્દના, (૬) ઇચ્છાકાર, (૭) મિથ્યાકાર, (૮) તથાકાર અથવા તÀતિકાર, (૯) અભ્યત્થાન અને (૧૦) ઉપસંપદા.
કોઈ આવશ્યક કાર્ય નિમિત્તે ઉપાશ્રયની બહાર જતી વખતે “હું આવશ્યક કાર્ય માટે બહાર જાઉં છું' એમ કહેવું જોઈએ. આ આશ્યિકી સામાચારી છે. બહારથી પાછા આવીને હવે મારે બહાર જવું નથી એમ કહેવું જોઈએ. આ નૈધિક સામાચારી છે. કોઈ પણ કાર્ય કરતાં પહેલાં ગુરુ અથવા જયેષ્ઠ મુનિને પૂછવું જોઈએ કે શું હું આ કાર્ય કરી લઉં. આને આપૃચ્છના કહે છે. ગુરુ અથવા જ્યેષ્ઠ મુનિએ જે કાર્ય માટે પહેલાં મના કરી હોય તે કાર્યને માટે આવશ્યકતા હોતાં પુનઃ પૂછવું કે શું હવે હું આ કાર્ય કરી લઉં, આ પ્રતિપૃચ્છના છે. લાવેલા આહાર આદિ માટે પોતાના સાથી શ્રમણોને આમંત્રીને ધન્ય થવું છંદના છે. પરસ્પર એકબીજાની ઇચ્છા જાણીને અનુકૂળ વ્યવહાર કરવો ઇચ્છાકાર કહેવાય છે. પ્રમાદના કારણે થયેલી ત્રુટિઓ માટે પશ્ચાત્તાપ કરીને તેમને મિથ્યા અર્થાત્ નિષ્ફળ બનાવી દેવી એ મિથ્યાકાર કહેવાય છે. ગુરુ અથવા જ્યેષ્ઠ મુનિની આજ્ઞા સ્વીકારીને તેમના કથનનો “તહત્તિ (આપનું કહેવું યથાર્થ છે) કહીને આદર કરવો એ તથાકાર અથવા તÀતિકાર કહેવાય છે. ઊઠવા, બેસવા વગેરેમાં પોતાનાથી મોટા પ્રતિ ભક્તિ અને વિનયનો વ્યવહાર કરવો એ અભુત્થાન છે. ભગવતીસૂત્રના (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના) પચીસમા શતકમાં “અબ્દુત્થાન' શબ્દના સ્થાને નિમત્રણા' શબ્દ છે. નિમન્ત્રણાનો અર્થ છે આહાર આદિ લાવવા માટે જતી વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org