________________
૨૩૪
જૈન ધર્મ-દર્શન
ગતિમાંથી બીજી ગતિમાં જાય છે કે નહિ, જીવ ક્યાંથી આવ્યો,કોણ હતો અને ક્યાં જશે, ત્યાં સુધી કોઈ જીવ આત્મવાદી હોઈ શકે નહિ, લોકવાદી હોઈ શકે નહિ, કર્મવાદી હોઈ શકે નહિ અને ક્રિયાવાદી હોઈ શકે નહિ. આ બધી વાતો જાણ્યા પછી જ જીવ આત્મવાદી, લોકવાદી, કર્મવાદી, ક્રિયાવાદી બની શકે છે.
જીવની શાશ્વતતા અને અશાશ્વતતા માટે નીચેનો સંવાદ જુઓ -
ગૌતમ — ભગવન્ ! જીવ શાશ્વત છે કે અશાશ્વત ?
-
મહાવીર ગૌતમ ! જીવ અમુક દૃષ્ટિએ શાશ્વત છે અને અમુક દૃષ્ટિએ અશાશ્વત છે. ગૌતમ ! દ્રવ્યાર્થિક દૃષ્ટિએ શાશ્વત છે અને ભાવાર્થિક દૃષ્ટિએ અશાશ્વત છે.
દ્રવ્યદૃષ્ટિ અભેદવાદી છે અને પર્યાયદષ્ટિ ભેદવાદી છે. દ્રવ્યદૃષ્ટિએ જીવ નિત્ય છે અને પર્યાયદૃષ્ટિએ અર્થાત્ ભાવદૃષ્ટિએ જીવ અનિત્ય છે. જીવમાં જીવત્વ સામાન્યનો કદી અભાવ નથી હોતો. આ દ્રવ્યદૃષ્ટિ છે. આ દૃષ્ટિએ જીવ નિત્ય છે. જીવ કોઈ ને કોઈ પર્યાયમાં હોય છે. એક પર્યાયને છોડી બીજો પર્યાય તે ગ્રહણ કરતો રહે છે.આ દૃષ્ટિએ તે અશાશ્વત અર્થાત્ અનિત્ય છે.
જીવ સામાન્યની નિત્યતા-અનિત્યતા ઉપરાંત નારક આદિ જીવોની નિત્યતાઅનિત્યતાનું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે ઃ
ભગવન્ ! નારક શાશ્વત છે કે અશાશ્વત ?
ગૌતમ ! અમુક દૃષ્ટિએ શાશ્વત છે અને અમુક દૃષ્ટિએ અશાશ્વત છે.
ભગવન્ ! એ કેવી રીતે ?
पुरत्थिमाओ वा दिसाओ आगओ अहमंसि,
१. इहमेगेसिं नो सन्ना भवइ तंजहा દ્દિાઓ વા...... आगओ अहमंसि । एवमेगेसिं नो नायं भवइ अत्थि मे आया उववाइए । नत्थि मे आया उववाइए। के अहं आसी, के वा इओ चुओ इह पेच्चा भविस्सामि ?
से जं पुण जाणेज्जा सहसम्मइयाए परवागरणेणं अन्नेसिं वा अन्तिए सोच्चा तंजहापुरत्थमाओ
અસ્થિ ને આયા... સે આયાવાડું, તોળાવાડું, જન્માવાડું,
વિરિયાવાર્ફ । આચારાંગ, ૧.૧.૧.૨-૩.
૨. નીવાળું ભંતે ! જિ સાસયા અસાયા ?
गोयमा ! जीवा सिय सासया सिय असासया । गोयमा दव्वट्टयाए सासया ભાવયા ઞાસા । ભગવતીસૂત્ર, ૭.૨.૨૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org