________________
જ્ઞાનમીમાંસા
૧૮૫ શબ્દસંસર્ગથી જ જ્ઞાન શ્રુતજ્ઞાન બની જતું નથી. અન્યથા ઈહા, અવાય આદિ પણ શ્રુત બની જાય કેમ કે તેઓ શબ્દસંસર્ગ વિના ઉત્પન્ન થતાં નથી. મનમાં “આ શબ્દ સ્ત્રીનો છે કે પુરુષનો આવો વિકલ્પ અન્તર્જલ્પ વિના થઈ શકતો નથી. આ અન્તર્કલ્પ શબ્દસંસર્ગ છે. શબ્દસંસર્ગ હોવા સાથે જ્યાં શ્રુતાનુસારિત્વ પણ હોય તે જ્ઞાન શ્રુત છે. શ્રુતાનુસારીનો અર્થ છે – શબ્દ અને શાસ્ત્રના અર્થની પરંપરાનું અનુસરણ કરનાર. અવધિજ્ઞાન
આત્માનો સ્વાભાવિક ગુણ કેવલજ્ઞાન છે. કર્મના આવરણની તરતમતાના કારણે આ જ્ઞાન વિવિધરૂપે પ્રકટ થાય છે. મતિ અને શ્રુત ઇન્દ્રિય તથા મનની સહાયતાથી ઉત્પન્ન થાય છે, તેથી તે આત્માની દૃષ્ટિએ પરોક્ષ છે. અવધિ, મન:પર્યાય અને કેવલજ્ઞાન સીધેસીધાં આત્માથી થાય છે, તેથી તેમને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. કેવલજ્ઞાન સકલ પ્રત્યક્ષ છે અને અવધિ તથા મન:પર્યાય વિકલ પ્રત્યક્ષ છે. અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન આત્માથી સીધાં ઉત્પન્ન થાય છે એટલે પ્રત્યક્ષ છે પરંતુ અપૂર્ણ છે એટલે વિકલ છે. અવધિનો અર્થ છે “સીમા” અથવા “જે સીમિત છે તે”. અવધિજ્ઞાનની સીમા કઈ છે ? અવધિનો વિષય કેવળ રૂપી પદાર્થ છે. જે રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શયુક્ત છે તે જ અવધિનો વિષય છે. તેનાથી આગળ અરૂપી પદાર્થોમાં અવધિની પ્રવૃત્તિ થઈ શકતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો છ દ્રવ્યોમાંથી કેવળ એક જ દ્રવ્ય અવધિનો વિષય બની શકે છે. અને તે દ્રવ્ય છે પુદ્ગલ, કેમ કે પુદ્ગલ જ રૂપી છે. અન્ય પાંચ દ્રવ્યો તેનો વિષય નથી કેમ કે તે દ્રવ્યો રૂપી નથી, અરૂપી છે.
અવધિજ્ઞાનના અધિકારી બે પ્રકારના હોય છે – ભવપ્રત્યયી અને ગુણપ્રત્યયી. ભવપ્રત્યય અવધિજ્ઞાન દેવ અને નારકને હોય છે. ગુણપ્રત્યય અવધિજ્ઞાનના અધિકારી મનુષ્ય અને તિર્યંચ હોય છે. ભવપ્રત્યયનો અર્થ છે જન્મથી જ પ્રાપ્ત થનાર. જે અવધિજ્ઞાન જન્મની સાથે જ પ્રગટ થાય છે તે ભવપ્રત્યય છે. દેવ અને નારકને જન્મતાંની સાથે જ અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેના માટે તેમને વ્રત, નિયમ આદિનું પાલન કરવું પડતું નથી. તેમનો ભવ જ એવો છે કે ત્યાં પેદા થતાં જ અવધિજ્ઞાન થઈ જાય છે. મનુષ્ય અને અન્ય પ્રાણીઓ માટે આવો નિયમ નથી. મતિ અને શ્રુતજ્ઞાન તો તેમને જન્મની સાથે થાય છે પરંતુ અવધિ જ્ઞાન માટે એવું નથી. વ્યક્તિના પ્રયત્નથી
૧. રૂપિષ્યવધે તત્ત્વાર્થસૂત્ર, ૧.૨૮ ૨. સ્થાનાંગસૂત્ર, ૭૧; નન્દીસૂત્ર, ૭-૮; તત્ત્વાર્થસૂત્ર, ૧.૨૨-૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org