________________
૧૮૬
જૈન ધર્મ-દર્શન
કર્મોનો ક્ષયોપશમ થાય તો જ અધિજ્ઞાન પેદા થાય છે. દેવ અને નારકની જેમ મનુષ્ય અને તિર્યંચને અવધિજ્ઞાન જન્મસિદ્ધ નથી, પરંતુ વ્રત, નિયમ આદિ ગુણોના પાલનથી તેને પ્રાપ્ત કરી શકાય છે. તેથી તેને ગુણપ્રત્યય અથવા ક્ષાયોપશમિક અધિજ્ઞાન કહે છે. અહીં એક પ્રશ્ન થાય છે કે જયારે એ નિયમ છે કે અવધિજ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમથી જ અવધિજ્ઞાન પ્રકટ થાય છે ત્યારે એ કેવી રીતે કહી શકાય કે દેવ અને નારક જન્મથી જ અવધિજ્ઞાની હોય છે ? તેનો ઉત્તર એ છે કે તેમને માટે પણ ક્ષયોપશમ જરૂરી તો છે જ પરંતુ તેમનામાં અને અન્યમાં અન્તર એટલું જ છે કે તેમનામાં ક્ષયોપશમ ભવજન્ય હોય છે અર્થાત્ તે જાતિમાં જન્મ લેતાં જ અવધિજ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમ થઈ જાય છે જ્યારે મનુષ્ય અને તિર્યંચને તો અવધિજ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમ કરવા માટે વ્રતાદિનું પાલન કરવું પડે છે. દેવ અને નારક જાતિ જ એવી છે કે તે જાતિના કારણે જ આ કાર્યવિશેષ પ્રયત્ન કર્યા વિના પૂર્ણ થઈ જાય છે. મનુષ્ય અને તિર્યંચ જાતિની બાબતમાં એવું નથી. તે જાતિઓમાં જન્મ લેનાર જીવને તો અવધિજ્ઞાન પ્રાપ્ત કરવા માટે વ્રત, નિયમ આદિનું વિશેષપણે પાલન કરવું પડે છે. વ્રત આદિના પાલનના કારણે અવધિજ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમ થાય છે. અવધિજ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમ તો અવધિજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સૌને જરૂરી છે. અન્તર સાધનમાં છે. દેવ અને નાક માટે ભવ (જન્મ યા જાતિ) ક્ષયોપશમનું સાધન છે જ્યારે મનુષ્ય અને તિર્યંચ માટે વ્રત-નિયમ આદિનું પાલન ક્ષયોપશમનું સાધન છે. જે જીવો કેવળ જન્મ માત્રથી ક્ષયોપશમ પામે છે તેમનું અવધિજ્ઞાન ભવપ્રત્યય છે. જે જીવોને ક્ષયોપશમ કરવા માટે વ્રતાદિના પાલનરૂપ વિશેષ પ્રયત્ન કરવો પડે છે તેમનું અવધિજ્ઞાન ગુણપ્રત્યય છે.
ગુણપ્રત્યય અવધિજ્ઞાનના છ ભેદ છે — અનુગામી, અનનુગામી, વર્ધમાન, હીયમાન, અવસ્થિત અને અનવસ્થિત.૧
જે અવધિજ્ઞાન તેની ધારક વ્યક્તિ એક સ્થાન છોડી બીજા સ્થાને જાય તો પણ નાશ ન પામે પરંતુ તે વ્યક્તિની સાથે સાથે જાય તે અનુગામી અવધિજ્ઞાન છે.
અવધિજ્ઞાન જ્યાં ઉત્પન્ન થયું હોય તે સ્થાનનો ત્યાગ તેની ધારક વ્યક્તિ કરે અને જો તે અવિધજ્ઞાન નાશ પામી જાય તો તે અવધિજ્ઞાન અનનુગામી છે.
જે અવધિજ્ઞાન ઉત્પત્તિના સમયથી ક્રમશઃ વધતું જાય તે અવધિજ્ઞાન વર્ધમાન
૧. અનુયનનુ મિવર્ધમાનદીયમાનાવસ્થિતાનવસ્થિત મેવાત્ પવિધઃ । તત્ત્વાર્થરાજવાર્તિક,
૧.૨૨.૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org