________________
૧૨૬
જૈન ધર્મ-દર્શન
પૂર્વસ્થિત પરમાણુ ત્યાંથી હટી જાય. જ્યારે એક પરમાણુએ કોઈ એક આકાશપ્રદેશને (સર્વતઃ) વ્યાપ્ત કરી રાખ્યો હોય ત્યારે બીજો ૫૨માણુ ત્યાં રહી જ કેવી રીતે શકે ? તે આકાશપ્રદેશમાં પહેલો પરમાણુ જ રહેશે યા તો પછીનો પરમાણુ. બન્ને પરમાણુઓ એક સાથે એક જ આકાશપ્રદેશમાં ન રહી શકે કેમ કે તે પૂરો આકાશપ્રદેશ એક ૫૨માણુ માટે જ છે અને ત્યાં રહેનાર પરમાણુમાં એ સામર્થ્ય પણ નથી કે તે અન્ય પરમાણુને પોતાની સાથે એક જ આકાશપ્રદેશમાં રાખી શકે. એક આકાશપ્રદેશનો અર્થ જ છે એક પરમાણુ જેટલી જગ્યા રોકે તેટલી જ જગ્યા.
સ્કન્ધ
પહેલાં કહી ગયા છીએ કે સ્કન્ધ અણુઓનો સમુદાય છે. સ્કન્ધ ત્રણ રીતે બને છે ~ ભેદપૂર્વક, સંઘાતપૂર્વક અને ભેદ-સંઘાત ઉભયપૂર્વક.
૧
ભેદ થવાનાં બે કારણો છે આભ્યન્તર અને બાહ્ય.ર આભ્યન્તર કારણથી જે એક સ્કન્ધનો ભેદ થવાથી બીજો સ્કન્ધ બને છે તેને માટે કોઈ બાહ્ય કારણની અપેક્ષા નથી રહેતી. સ્કન્ધમાં આપોઆપ વિદારણ થાય છે. બાહ્ય કારણથી થનાર ભેદને માટે સ્કન્ધથી અતિરિક્ત બીજા કારણની આવશ્યકતા રહે છે. તે કારણ હોતાં ઉત્પન્ન થનાર ભેદને બાહ્યકા૨ણપૂર્વક થતો ભેદ કહેવામાં આવે છે.
વિવિક્ત અર્થાત્ પૃથક્ ભૂતોનો એકીભાવ સંઘાત છે. તે બાહ્ય અને આભ્યન્તર ભેદથી બે પ્રકારનો હોઈ શકે છે. બે છૂટા અણુઓનો સંયોગ સંઘાતનું ઉદાહરણ છે.
જ્યારે ભેદ અને સંઘાત બન્ને એક સાથે થાય છે ત્યારે જે સ્કન્ધ બને છે તે ભેદસંઘાત ઉભયપૂર્વક ઉત્પન્ન થનારો સ્કન્ધ કહેવાય છે. જેવો એક સ્કન્ધનો એક ભાગ તૂટી અલગ થયો તેવો જ તરત તે સ્કન્ધ સાથે બીજો સ્કન્ધ આવીને જોડાઈ ગયો અને પરિણામે એક નવો સ્કન્ધ બન્યો. આ નવો સ્કન્ધ ભેદ-સંઘાત ઉભયપૂર્વક ઉત્પન્ન થયો
ગણાય.
આમ સ્કન્ધના નિર્માણની ત્રણ રીતો છે. આ ત્રણ રીતોમાંથી કોઈ પણ રીતે સ્કન્ધ બને છે. ક્યારેક કેવળ ભેદથી જ સ્કન્ધ બને છે, તો ક્યારેક કેવળ સંઘાત થવાથી સ્કન્ધ બને છે, તો વળી ક્યારેક ભેદ-સંઘાત ઉભયપૂર્વક સ્કન્ધનું નિર્માણ થાય છે.
સંઘાત અથવા બન્ધ કેવી રીતે થાય છે? આ પ્રશ્નના ઉત્તમાં જૈન દાર્શનિક કહે છે
૧. મેદ્રસંધાતેત્મ્ય ઉત્પદ્યન્તે । તત્ત્વાર્થસૂત્ર, ૫.૨૬
૨. સર્વાર્થસિદ્ધિ. ૫.૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org