________________
તત્ત્વવિચાર
૧ ૨૫ પરમાણુનિત્યવાદમાં માનતું નથી. તે તો માને છે કે પૃથ્વી આદિ પુદ્ગલ દ્રવ્યના જ વિભિન્ન રૂપો છે. તેમના પરમાણુઓ એટલા વિલક્ષણ નથી કે એકબીજાના રૂપમાં પરિવર્તિત ન થઈ શકે. પૃથ્વી આદિ કોઈ પણ પૌગલિક રૂપના પરમાણુઓ અમ્ આદિ કોઈ પણ પૌગલિક રૂપમાં યથાસમય પરિણત થઈ શકે છે. પરમાણુઓનાં રૂપોમાં પરિવર્તન થતું રહે છે. પરમાણુઓની નિત્ય જાતિઓ કે પ્રકારો નથી. એક પ્રકારના પરમાણુઓ જ્યારે બીજા પ્રકારના પદાર્થ (સ્કન્ધ) સાથે મળી તદ્રુપ થઈ પછી પુનઃ પરમાણુઓના રૂપમાં આવે છે ત્યારે તેમનું રૂપ તે પદાર્થના અનુરૂપ હોય છે. આમ પદાર્થોનાં રૂપો અનુસાર પરમાણુઓનાં રૂપોમાં પરિવર્તન થતું રહે છે. નવા નવા પદાર્થોના વિભાજનથી નવા નવા પરમાણુઓ પેદા થતા રહે છે. વસ્તુતઃ સમસ્ત પરમાણુઓની એક જ જાતિ છે અને તે મુદ્દગલજાતિ યા ભૂતજાતિ છે.
જૈન દર્શનની એક માન્યતા એ છે કે એક આકાશપ્રદેશમાં અર્થાત્ એક પરમાણુ જેટલું સ્થાન રોકે એટલા સ્થાનમાં અનન્ત પરમાણુઓ રહી શકે છે. તે કેવી રીતે? પરમાણુઓમાં સૂક્ષ્મભાવની પરિણતિ થવાના કારણે એવું શક્ય બને છે. સૂક્ષ્મભાવથી પરિણત અનન્ત પરમાણુઓ એક આકાશપ્રદેશમાં રહે છે. પરમાવાયો હિંસૂક્ષ્મમવેન રળતા સ્પિન્નીસફેશેડનસ્તાનન્ના મવતિષ્ઠત્તો આ માન્યતામાં વિરોધ જણાય છે. પરમાણુ યુદ્ગલનો સૂક્ષ્મતમ અંશ છે. જો સૂક્ષ્મતમની પણ સૂક્ષ્મભાવથી પરિણતિ થવા લાગે તો તેને સૂક્ષ્મતમ કહેવાનો કોઈ અર્થ જ નથી રહેતો. જે પરમાણુ અવિભાજ્ય છે, જેના આદિ મધ્યમ અને અન્ત એક જ છે તે સૂક્ષ્મભાવથી કેવી રીતે પરિણત થશે? કોઈ પણ વસ્તુના સૂક્ષ્મભાવથી પરિણત થવાનાં બે જ રૂપ છે – (૧) તે વસ્તુના કોઈ અંશનો વિરછેદ થવો અને (ર) વસ્તુનું સંકોચાવું. પરમાણુમાં આ બેમાંથી કોઈ પણ રૂપના સદ્દભાવની સંભાવના નથી. પરમાણુ નિરંશ અને અવિભાજ્ય છે એટલે તેના કોઈ અંશના વિચ્છેદનો પ્રશ્ન જ ઊઠતો નથી. પરમાણુ સંકુચિત પણ ન થઈ શકે કેમ કે સંકુચન લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સાપેક્ષ છે. જેને નથી કોઈ લંબાઈ, નથી કોઈ પહોળાઈ કે નથી કોઈ ઊંચાઈ તે સંકુચિત કેવી રીતે થઈ શકે? સંકુચન અથવા પ્રસરણ નતો આકાશના એક પ્રદેશમાં સંભવે છે કે ન તો પુગલના એક પરમાણુમાં સંભવે છે. આકાશના અનેક પ્રદેશો અને પુદ્ગલના અનેક પરમાણુઓ વિદ્યમાન હોય તો જ સંકુચન-પ્રસરણ શક્ય બને છે. આવી પરિસ્થિતિમાં એક આકાશપ્રદેશમાં અનન્ત પરમાણુઓ તો શું બે પરમાણુઓ પણ રહી ન શકે. આકાશના જે એક પ્રદેશમાં કોઈ એક પરમાણુ રહેલો હોય તે જ પ્રદેશમાં અન્ય પરમાણુ આવી શકે જ કેવી રીતે?, કેમ કે ત્યાં તેના માટે ન તો સ્થાન રિક્ત છે કે ન તો પૂર્વસ્થિત પરમાણુ કોઈ પણ રીતે તેને સમાવી શકે છે. તે આકાશપ્રદેશ નવાગતુક પરમાણુને ત્યારે જ પ્રાપ્ત થઈ શકે જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org