________________
૧૨૪
જૈન ધર્મ-દર્શન
તેનું ઇન્દ્રિયો વડે ગ્રહણ યા જ્ઞાન ન થઈ શકે અર્થાત્ તે ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય બની શકતો નથી.
શું પુદ્ગલનો અન્તિમ અર્થાત્ સૂક્ષ્મતમ વિભાગ થઈ શકે છે ? કોઈ પણ ભૌતિક પદાર્થનો નાનામાં નાનો ભાગ કરો. તે ભાગ રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શથી યુક્ત જ હોવાનો. તેથી તેનો પુનઃ વિભાગ થઈ શકશે. તે વિભાગ પણ તેવી જ રીતે રૂપ આદિથી યુક્ત હોવાનો એટલે તેનો પણ પુનઃ વિભાગ થઈ શકશે. આમ આ પ્રક્રિયા ચાલ્યા જ કરશે. આ પ્રક્રિયા અન્તર્ગત જે પણ વિભાગ હશે તે રૂપાદિયુક્ત જ હશે. તેથી તેનો પુનઃ વિભાગ થઈ શકશે. આવી પરિસ્થિતિમાં અન્તિમ અર્થાત્ અવિભાજ્ય અંશ જેવી કોઈ વસ્તુ હોઈ શકે જ નહિ. આ શંકાનું સમાધાન આ પ્રમાણે કરી શકાય : કલ્પનાથી કોઈ પણ વસ્તુનો વિભાગ કરવામાં આવે તો તેનો અન્ન ન આવે પરંતુ વાસ્તવિક વિભાગ કરવામાં આવે છે ત્યારે તે વિભાગ ક્યાંક ને ક્યાંક આવીને અવશ્ય અટકી જશે અર્થાત્ તે વિભાગનો કોઈ ને કોઈ રૂપમાં અન્ન અવશ્ય આવશે. તેનાથી આગળ તે વસ્તુનો વિભાગ નથી થઈ શકતો. આ અન્તિમ વિભાગ જ અણુ અથવા પરમાણુ કહેવાય છે.
પુદ્ગલ મૂર્ત અર્થાત્ રૂપી છે. તેથી પરમાણુ પણ રૂપી જ મનાયો છે કેમ કે રૂપીનો વિભાગ રૂપી જ હોય, અરૂપી નહિ. જો પરમાણુ રૂપી છે તો તે ઇન્દ્રિયનો વિષય કેમ નથી બનતો ? પરમાણુ રૂપી હોવા છતાં ઇન્દ્રિયો વડે એ કારણે જ્ઞાત થતો નથી કે તે અત્યન્ત સૂક્ષ્મ છે. તેનો ઇન્દ્રિયો સાથે સંપર્ક હોવા છતાં પણ ઇન્દ્રિયો તેને જાણવા અસમર્થ છે. ઉદાહરણાર્થ, ખાંડનો એક નાનો કણ મોંમાં મૂકવા છતાં જીભને તેના સ્વાદનું સંવેદન નથી થતું. આમ છતાં ખાંડના કણને સ્વાદયુક્ત માનવો જ જોઈશે કેમ કે કણોની અધિકતા હોતાં જીભને સ્વાદનો સ્પષ્ટ અનુભવ થાય છે. તેવી જ રીતે પરમાણુઓના સમુદાયનું ઇન્દ્રિય વડે સંવેદન થતું હોવાના કારણે એક પરમાણુને પણ મૂર્ત જ માનવો જોઈએ. જે અમૂર્ત હોય છે તે કદાપિ મૂર્ત બની શકતો નથી, જેમ કે
આત્મતત્ત્વ.
પૌદ્ગલિક અર્થાત્ ભૌતિક પદાર્થ સામાન્ય રીતે ચાર પ્રકારના મનાય છે પૃથ્વી, અપ્, તેજ અને વાયુ. કેટલાક દાર્શનિકોની માન્યતા છે કે આ ચાર જાતના પદાર્થોના પરમાણુઓ ભિન્ન ભિન્ન જાતિના હોય છે. તે કદાપિ એકબીજામાં પરિવર્તિત થઈ શકતા નથી. પૃથ્વીના પરમાણુઓ હમેશાં પૃથ્વીના રૂપમાં જ રહેશે. તે કદી પણ જલ આદિના રૂપમાં પરિવર્તિત થઈ શકશે નહિ. તેવી જ રીતે જલ આદિના પરમાણુઓ પૃથ્વી આદિના રૂપમાં બદલાઈ શકતા નથી. જૈન દર્શન આ જાતના ઐકાન્તિક
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org