________________
તત્ત્વવિચાર
૧ ૨ ૭. કે “પુગલમાં સ્નિગ્ધતા અને રૂક્ષતાના કારણે બન્ધ થાય છે. સ્નિગ્ધ અને રૂક્ષ બે સ્પર્શ છે. તેમના કારણે પુદ્ગલમાં બન્ધ થાય છે. બન્ધ થવા માટે નીચે જણાવેલી શરતો પૂરી થવી જરૂરી છે.
(૧) જઘન્ય ગુણવાળા (માત્રાવાળા) અવયવોનો (અણુઓનો) બન્ધ થતો નથી.
(૨) સમાનગુણ (સમાન માત્રા) હોય તો સદશ અવયવોનો (અર્થાત્ સ્નિગ્ધથી સ્નિગ્ધ અવયવોનો તથા રૂક્ષથી રૂક્ષ અવયવોનો) બંધ થતો નથી.
(૩) વ્યધિક આદિ ગુણવાળા (માત્રાવાળા) અવયવોનો બંધ થાય છે.
બન્ધ માટે સૌપ્રથમ વાત તો એ છે કે જે પરમાણુઓમાં સ્નિગ્ધત્વ યા રૂક્ષત્વની માત્રા જઘન્ય હોય તેમનો પારસ્પરિક બંધ થઈ શકતો નથી. તેનો અર્થ એ કે મધ્યમ અને ઉત્કૃષ્ટ માત્રાવાળા સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ ધરાવતા પરમાણુઓનો પારસ્પરિક બન્ધ થઈ શકે છે. આ નિયમને પુનઃ સીમિત કરવા માટે બીજી વાત કહેવામાં આવી છે. તે અનુસાર સરખી માત્રાવાળા સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ ધરાવતા સદેશ પરમાણુઓનો પારસ્પરિક બંધ નથી થઈ શકતો. આનો અર્થ એ થયો કે અસમાન માત્રાવાળા સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ ધરાવતા સંદશ પરમાણુઓનો બંધ થઈ શકે છે. આ નિયમનો પણ સંકોચ કરતો ત્રીજો નિયમ સ્થાપિત કરવામાં આવ્યો. તે અનુસાર અસમાન માત્રાવાળા સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ ધરાવનાર સદશ પરમાણુઓમાં પણ જો એક પરમાણુની સ્નિગ્ધતા યા રૂક્ષતા બે માત્રા, ત્રણ માત્રા આદિ અધિક હોય તો તે બે સંદેશ પરમાણુઓનો બંધ થઈ શકે છે. આનું તાત્પર્ય એ કે એક પરમાણુની સ્નિગ્ધતા યા રૂક્ષતાની અપેક્ષાએ બીજા પરમાણુની સ્નિગ્ધતા યા રૂક્ષતા કેવળ એક માત્રા અધિક હોય તો તેમનો બંધ થઈ શકતો નથી, અન્યથા બંધ થઈ શકે છે.
બંધની આ ચર્ચાનું જ્યારે સ્પષ્ટ વિવેચન કરવામાં આવે છે ત્યારે આપણી સમક્ષ બે પરંપરાઓ ઉપસ્થિત થાય છે. શ્વેતામ્બર પરંપરા અનુસાર બે પરમાણુઓ જ્યારે જઘન્ય માત્રાવાળી સ્નિગ્ધતા અને રૂક્ષતા ધરાવતા હોય ત્યારે તેમના બંધનો નિષેધ છે. જો એક પરમાણુ જઘન્ય માત્રાવાળી સ્નિગ્ધતા યા રૂક્ષતા ધરાવતો હોય અને બીજો પરમાણુ જધન્ય માત્રાવાળી સ્નિગ્ધતા યા રૂક્ષતા ન ધરાવતો હોય તો તેમનો બંધ થઈ શકે છે. દિગમ્બર માન્યતા અનુસાર જઘન્ય માત્રાવાળી સ્નિગ્ધતારૂક્ષતા ધરાવતો
૧. ધિરૂક્ષત્રીત્ વધ: I તત્ત્વાર્થસૂત્ર, ૫.૩૨ ૨. ર કન્યાનામ્ I TUસાચ્ચે સશાનામ્ ! ચિધાદ્રિાનાં સુI એજન, ૫.૩૩
૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org