________________
બીજું અધ્યયન
જૈન ધર્મ-દર્શનનું સાહિત્ય બાહ્મણ ધર્મ-દર્શનનું આધારભૂત સાહિત્ય સંસ્કૃત વેદ તથા વૈદિક ગ્રન્થ છે. બૌદ્ધ ધર્મ-દર્શનનો આધાર પાલિ ત્રિપિટક તથા તન્યૂલક સાહિત્ય છે. જૈન ધર્મ-દર્શન પ્રાકૃત આગમો તેમજ તદાધારિત ગ્રન્થો પર અવલંબિત છે. આગમ
આગમથી અમારું તાત્પર્ય આચારાંગ આદિ અંગગ્રન્થો તથા ઔપપાતિક આદિ અંગબાહ્ય ગ્રન્થોથી છે. સ્વયં મહાવીરે કંઈ લખ્યું નથી. મહાવીરના ઉપદેશો અથવા વિચારોનો સાર તેમના ગણધરોએ અર્થાત્ પ્રધાન શિષ્યોએ શબ્દબદ્ધ કર્યો છે. જ્યારે આપણે વર્તમાન આગમોને મહાવીરપ્રણીત કહીએ છીએ ત્યારે તેનું તાત્પર્ય એ જ છે કે અર્થરૂપે તેમનું પ્રરૂપણ ભગવાન મહાવીરે કર્યું અને ગ્રન્થરૂપે ગણધરોએ. આગમોનું પ્રામાણ્ય ગણધરાદિની અપેક્ષાએ નથી, પરંતુ મહાવીરની વીતરાગતાની અપેક્ષાએ છે. આગમરચના બે પ્રકારના પુરુષો દ્વારા થઈ છે : (૧) ગણધર અર્થાત ભગવાન મહાવીરના સાક્ષાત્ પ્રમુખ શિષ્ય તથા (૨) સ્થવિર અર્થાતુ અન્ય વરિષ્ઠ આચાર્ય. ગણધરકૃત આગમ અંગ અથવા અંગપ્રવિષ્ટ કહેવાય છે જ્યારે સ્થવિરત આગમ અનંગ અથવા અંગબાહ્ય કહેવાય છે. વર્તમાનમાં ઉપલબ્ધ આગમોનું સંપાદન અથવા સંસ્કરણ દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ કર્યું હતું.
કાલક્રમથી મૃતિનો હ્રાસ થતો જોઈને મહાવીરનિર્વાણથી લગભગ ૧૬૦ વર્ષ પછી બાર વર્ષનો લાંબો દુકાળ પૂરો થતાં પાટલિપુત્ર(પટના)માં જૈન શ્રમણસંઘ ભેગો થયો. ભેગા થયેલા શ્રમણોએ બાર અંગોમાંથી અગિયાર અંગો તો વ્યવસ્થિત કર્યા પરંતુ દૃષ્ટિવાદ નામનું બારમું અંગ તેમનાથી સંગૃહીત ન થઈ શક્યું. તે વખતે કેવળ ભદ્રબાહુ જ એક એવી વ્યક્તિ હતા જેમને દૃષ્ટિવાદનું જ્ઞાન હતું. પરંતુ તેઓ તે વખતે નેપાળમાં એક વિશેષ પ્રકારના યોગમાર્ગની સાધનામાં લીન હતા એટલે આ મુનિ સમેલનમાં ઉપસ્થિત રહેવાની સ્થિતિમાં ન હતા. તેથી સંઘે સ્થૂલભદ્ર અને અન્ય સાધુઓને દષ્ટિવાદની વાચના ગ્રહણ કરવા માટે ભદ્રબાહુ પાસે મોકલ્યા. તે બધામાંથી કેવળ સ્થૂલભદ્ર જ દષ્ટિવાદ ગ્રહણ કરવામાં સમર્થ થયા. ભદ્રબાહુએ સ્થૂલભદ્રને કેવળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org