________________
૧૪
જૈન ધર્મ-દર્શન કરી શકે છે.
(૪) દિગમ્બર મત અનુસાર મહાવીરે લગ્ન કર્યું ન હતું. પરંતુ શ્વેતામ્બરો માને છે કે મહાવીરે લગ્ન કર્યું હતું અને તેમને એક પુત્રી પણ હતી.
(પ) દિગમ્બર મતાનુયાયીઓ તીર્થકરોની મૂર્તિઓને કોઈ પણ રીતે શણગારતા નથી પરંતુ શ્વેતામ્બર મતાનુયાયીઓ તીર્થકરોની મૂર્તિઓને સારી રીતે શણગારે છે.
આ બે પ્રમુખ સંપ્રદાયો પણ અન્ય નાના નાના ઉપસંપ્રદાયોમાં વહેંચાઈ ગયા છે. શ્વેતામ્બર સંપ્રદાયના મુખ્ય ત્રણ ભેદ છે– મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથી. દિગમ્બર સમ્પ્રદાયના પણ મુખ્ય ત્રણ ભેદ છે-વીસપંથી, તેરપંથી અને તારણપંથી. મૂર્તિપૂર્જક તીર્થકરોની મૂર્તિઓની પૂજા કરે છે. સ્થાનકવાસી (૧૬મી શતાબ્દી) મૂર્તિપૂજામાં વિશ્વાસ નથી કરતા. તેરાપંથી (૧૮મી શતાબ્દી) પણ મૂર્તિપૂજાનું સમર્થન નથી કરતા. અહિંસાની બાબતમાં તેમનો અન્ય જૈન સંમ્પ્રદાયો સાથે કંઈક મતભેદ છે. વીસપંથી મૂર્તિપૂજામાં ફળ-ફૂલ આદિનો પ્રયોગ કરે છે પરંતુ તેરપંથી કેવળ નિર્જીવ વસ્તુઓનો જ ઉપયોગ કરે છે. તારણપંથી (૧૬મી શતાબ્દી) પૂજામાં મૂર્તિઓના બદલે ધાર્મિક ગ્રન્થોને રાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org