________________
જૈન પરંપરાનો ઇતિહાસ
ધર્મના ઇતિહાસની દૃષ્ટિએ અત્યન્ત મહત્ત્વપૂર્ણ છે. કુમારપાલ અને હેમચન્દ્ર
ગુજરાત-કાઠિયાવાડમાં પ્રારંભિક શતાબ્દીઓમાં પણ જૈનધર્મનો પ્રચાર હતો. મધ્યયુગમાં સિદ્ધરાજ જયસિંહે (૧૦૯૪-૧૧૪૩ ઈ.સ.), જે સ્વયં શિવોપાસક હતો તેણે, એક મહાન જૈનાચાર્ય તથા ગ્રન્થકાર હેમચન્દ્રને વિશિષ્ટ વિદ્વાન તરીકે પોતાના દરબારમાં સદસ્યનું સ્થાન આપ્યું હતું. કુમારપાલે (૧૧૪૩-૧૧૭૩ ઈ.સ.) તો હેમચન્દ્રથી પ્રભાવિત થઈને પોતાને જૈનધર્મનો અનુયાયી જ બનાવી દીધો હતો. તેણે ગુજરાતને એક આદર્શ જૈન રાજ્ય બનાવવાના પ્રયાસ કર્યા. તે વખતે હેમચન્દ્રે અવસરનો પૂર્ણ લાભ લઈને પોતાની બહુવિધ શાસ્ત્રીય રચનાઓ દ્વારા એક વિશિષ્ટ જૈન સંસ્કૃતિની સ્થાપના કરી. તે ‘કલિકાલસર્વજ્ઞ'ની ઉપાધિથી વિભૂષિત થયા.
દક્ષિણમાં કદમ્બ, ગંગ, રાષ્ટ્રકૂટ, ચાલુક્ય તથા હોય્સલ વંશના રાજાઓ જૈનધર્મના અનુયાયી હતા.
દિગમ્બર અને શ્વેતામ્બર
૧૩
મહાવીરના સંઘમાં સચેલક તથા અચેલક બન્ને પ્રકારના સાધુઓ હતા. ‘સચેલક’ અને ‘શ્વેતામ્બર’ શબ્દો એક જ અર્થના ઘોતક છે તથા ‘અચેલક’ અને ‘દિગમ્બર’ શબ્દો એક જ ભાવને વ્યક્ત કરે છે. શ્વેતામ્બર સાધુ શ્વેત વસ્ત્ર ધા૨ણ કરે છે જ્યારે દિગમ્બર સાધુ કોઈ પણ પ્રકારનું વસ્ત્ર પહેરતા નથી. ‘દિગમ્બર' શબ્દનો અર્થ છે ‘આકાશવસ્ર’ અર્થાત્ આકાશ જ જેનું વસ્ત્ર છે. ‘શ્વેતામ્બર’ શબ્દનો અર્થ થાય છે ‘સફેદવસ’ અર્થાત્ સફેદ વસ્ત્ર ધારણ કરનાર. જમ્મૂના સમય સુધી બન્ને પરંપરાઓ એક સાથે હતી. તે પછી તે બન્ને પરંપરાઓના પોતપોતાના ધર્મનાયકોના નિર્દેશનમાં અલગ અલગ ધર્મપાલન શરૂ થયું.
દિગમ્બરો અને શ્વેતામ્બરોની માન્યતાઓમાં નીચે જણાવેલ મુખ્ય ભેદ છે.
(૧) દિગમ્બર માન્યતા અનુસાર મૂલ આગમો આજ સાવ જ નથી રહ્યા પરંતુ શ્વેતામ્બરોના મતે આજ પણ ઘણા બધા મૂલ આગમગ્રન્થો સુરક્ષિત છે.
(૨) દિગમ્બરો અનુસાર સર્વજ્ઞ અર્થાત્ કેવલી પાર્થિવ ભોજન ગ્રહણ નથી કરતા પરંતુ શ્વેતામ્બરો આ મતને માનતા નથી.
(૩) દિગમ્બર મત અનુસાર નગ્ન બન્યા વિના મુક્તિ પ્રાપ્ત થતી નથી અને સ્ત્રીઓ નગ્ન નથી રહી શકતી એટલે તેમને મુક્તિ પ્રાપ્ત થઈ શકતી નથી. શ્વેતામ્બર મત અનુસાર મોક્ષ પ્રાપ્ત કરવા માટે નગ્નતા અનિવાર્ય નથી, એટલે સ્ત્રીઓ પણ મોક્ષ પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org