________________
૧ ૨
જૈન ધર્મ-દર્શન સમ્મતિ રાજાએ જે શ્રદ્ધા-ભક્તિ દર્શાવી તેનાથી પ્રભાવિત થઈને તેની પ્રજા પણ જૈનધર્મ તરફ આકર્ષાઈ. રાજા સમ્મતિએ ઘણા ધર્મદૂતોને અર્થાત ધર્મોપદેશકોને દક્ષિણ ભારત મોકલ્યા. તેમણે લોકોને તે ખાદ્ય પદાર્થો તથા અન્ય આવશ્યક વસ્તુઓની માહિતી આપી જેમને જૈન સાધુઓ ગ્રહણ કરી શકે છે. આ જાતની તૈયારી કરીને સમ્મતિએ અનેક જૈનાચાર્યોને પ્રેરિત કર્યા કે તેઓ જૈન સાધુઓને તે પ્રદેશોમાં મોકલે. આ રીતે દક્ષિણ ભારતના અન્ન અને દ્રમિલ દેશોમાં ધર્મોપદેશક મોકલવામાં આવ્યા. ખારવેલ
સમ્મતિના સમયની આસપાસ જ કલિંગ દેશમાં ખારવેલ નામનો રાજા થયો. તેના ખંડગિરિના શિલાલેખમાંથી એ જાણવા મળે છે કે કેવી રીતે તેણે જૈન સાધકોને ખૂબ દાન આપ્યું અને તેમને રહેવા માટે પાષાણગૃહોનું નિર્માણ કર્યું. આ શિલાલેખનો સમય લગભગ ઈ. સ. પૂર્વે બીજી શતાબ્દીના મધ્ય ભાગ છે. આજ પણ ઓરિસાના ખંડગિરિ, ઉદયગિરિ અને નીલગિરિ ડુંગરોમાં જૈન ગુફાઓ મળે છે. હાથીગુફા એક વિશાળ પ્રાકૃતિક ગુફા હતી જેને રાજા ખારવેલે સમરાવી હતી. તેમાં ખારવેલનો એક ખંડિત શિલાલેખ મળ્યો છે, તેનો પ્રારંભ જૈન મંગલવિધિથી થયો છે. કાલકાચાર્ય અને ગર્દભિલ્લા
ઈ.સ. પૂર્વ પ્રથમ શતાબ્દીમાં, જયારે ઉજજૈન ઉપર ગર્દભિલ્લનું શાસન હતું ત્યારે કાલકાચાર્ય નામના પ્રસિદ્ધ જૈનાચાર્ય થયા. તેમની બેન સરસ્વતી જે જૈન સાધ્વી હતા તેમનું ગદૈભિલ્લે અપહરણ કર્યું. કાલકાચાર્યે વારંવાર રાજાને વિનંતી કરી અને તેને ધમકાવ્યો પણ ખરો જેથી તે સાધ્વીને છોડી દે પરંતુ રાજાએ તેમની વિનંતી કે ધમકીને જરા પણ ગણકારી નહિ. પરિણામે, કાલકાચાર્યે સિન્ધની પશ્ચિમ તરફ પ્રયાણ કર્યું અને શકોને ગર્દભિલ્લ વિરુદ્ધ ઉશ્કેર્યા. શકોએ ઉજ્જૈન પર ચડાઈ કરી અને ગર્દભિલ્લને હરાવીને ત્યાં પોતાનું આધિપત્ય જમાવ્યું. ગર્દભિલ્લના ઉત્તરાધિકારી વિક્રમાદિત્યે ગમે તેમ કરીને આક્રમણકારોને ભગાડ્યા અને પુનઃ પોતાનો અધિકાર સ્થાપ્યો. મથુરાનો જૈન સૂપ
મથુરાની કંકાલી ટેકરીના ખોદાણથી પ્રાપ્ત થયેલા જૈન સ્તૂપ ઉપર ઈ.સ.ની બીજી શતાબ્દીનો શિલાલેખ મળ્યો છે. આ શિલાલેખમાંથી જાણવા મળે છે કે તે સ્તૂપ દેવોએ નિર્માણ કર્યો હતો. પરંતુ આવા વિશ્વાસની પાછળ છુપાયેલું સત્ય એ છે કે તે સમયે તે સૂપને લોકો સ્મરણાતીત પ્રાચીન માનતા હતા. મથુરાની મૂર્તિઓ તથા શિલાલેખ જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org