________________
૧૬
જૈન ધર્મ-દર્શન
દસ પૂર્વે જ સાથે ભણાવ્યા, પૂરો દૃષ્ટિવાદ નહિ. બાકીના ચાર પૂર્વે અર્થ વિના જ જણાવ્યા. આ રીતે આચાર્ય સ્થૂલભદ્ર સુધી બાર અંગો સુરક્ષિત રહ્યા. આ આગમોની પ્રથમ વાચના છે. એ પછી આગમસાહિત્યનો ક્રમશઃ હ્રાસ થતો ગયો.
દ્વિતીય વાચના મથુરા અને વલભી આ બન્ને સ્થાનોમાં થઈ. એક લાંબા દુકાળ પછી આર્ય સ્કન્દિલની અધ્યક્ષતામાં શ્રમણસંઘ મથુરામાં ભેગો થયો. જેને જે યાદ રહી શક્યું હતું તેના આધારે શ્રુતસાહિત્યનો પુનઃ સંગ્રહ કરવામાં આવ્યો. આ વાચનાનો કાળ વીરનિર્વાણ સંવત ૮ ૨૫ આસપાસનો છે. આ સમયે વલભીમાં નાગાર્જુનસૂરિની અધ્યક્ષતામાં આવું જ એક બીજું મુનિસમ્મેલન થયું જેમાં આગમોને વ્યવસ્થિત ક૨વામાં આવ્યા. દ્વિતીય વાચનાના આ બે સમ્મેલનોના કારણે આગમોમાં સ્વાભાવિકપણે પાઠાન્તરોનો પ્રવેશ થઈ ગયો.
માથુરી અને વલભી વાચના થયા પછી લગભગ દોઢ સો વર્ષ પછી વીરનિર્વાણ સંવત ૯૮૦(મતાન્તરે ૯૯૩)માં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે વલભીમાં શ્રમણસંઘને ભેગો કરી ઉપલબ્ધ સમસ્ત શ્રુતને ગ્રન્થબદ્ધ કર્યું. દેવર્ધિગણિએ કોઈ નવી વાચના ન પ્રવર્તાવી પરંતુ જે શ્રુતપાઠ પહેલાંની બે વાચનાઓમાં નિશ્ચિત થઈ ચૂક્યા હતા તેમને જ સુવ્યવસ્થિત અને સુસંપાદિત કરીને ગ્રન્થબદ્ધ કર્યા. તેમણે આગમોને ગ્રન્થબદ્ધ કરતી વખતે કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખી. સમાન પાઠોની પુનરાવૃત્તિ ન કરતાં તત્સમ્બદ્ધ ગ્રન્થવિશેષ અથવા સ્થાનવિશેષનો નિર્દેશ કરી દીધો. એક જ ગ્રન્થમાં એની એ જ વાત વારંવાર આવતાં પુનઃ પુનઃ લખવાના બદલે ‘જાવ’ અર્થાત્ ‘યાવત્’ શબ્દનો પ્રયોગ કરીને તેનો અંતિમ શબ્દ લખી દીધો. એટલું જ નહિ, મહાવીર પછીની કેટલીક મહત્ત્વપૂર્ણ ઘટનાઓને પણ તેમણે આગમોમાં જોડી દીધી. માથુરી અને વાલભી એ બે પાઠોમાંથી દેવર્ધ્વિગણિએ માથુરી પાઠને પ્રધાનતા આપી. સાથે સાથે વાલભી પાઠભેદને પણ સુરક્ષિત રાખ્યો.
અંગ અથવા અંગપ્રવિષ્ટ આગમગ્રન્થો ૧૨ છે ઃ (૧) આયાર · આચાર, (૨) સૂયગડ — સૂત્રકૃત, (૩) ઠાણ – સ્થાન, (૪) સમવાય, (૫) વિયાહપત્તિ - વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી), (૬) ગ઼ાયાધમ્મહા— · જ્ઞાતાધર્મકથા, (૭) ઉવાસગદસા ઉપાસકદશા, (૮) અંતગડદસા અન્નકૃતદશા, (૯) અણુત્તરોવવાઈયદસા — અનુત્તરૌપપાતિકદશા, (૧૦) પણ્ડાવાગરણ —— પ્રશ્નવ્યાકરણ, (૧૧) વિવાગસુય —વિપાકશ્રુત અને (૧૨) દિઢિવાય—દષ્ટિવાદ. આમાંથી અન્તિમ ગ્રન્થ અર્થાત્ દૃષ્ટિવાદ અનુપલબ્ધ છે.
―
આચારાંગ જૈન આચારની આધારશિલા છે. તે બે શ્રુતસ્કન્ધોમાં વિભક્ત છે. પ્રથમ શ્રુતસ્કન્ધ ગણધર કૃત છે તથા દ્વિતીય શ્રુતસ્કન્ધ સ્થવિરકૃત છે. પ્રથમ શ્રુતસ્કન્ધમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org