________________
૨૬૪
જૈન ધર્મ-દર્શન ૮. જો પ્રત્યેક વસ્તુ કથંચિત યથાર્થ હોય અને કથંચિત્ અયથાર્થ હોય તો પછી સ્યાદ્વાદ ખુદ કથંચિત્ સત્ય હોય અને કથંચિત મિથ્યા હોય. જો આવું હોય તો સ્યાદ્વાદ દ્વારા તત્ત્વનું યથાર્થ જ્ઞાન થઈ શકે છે એમ કેવી રીતે કહી શકાય?
સ્યાદ્વાદ તત્ત્વનું વિશ્લેષણ કરવાની એક દષ્ટિ છે. અનેકાન્તાત્મક તત્ત્વને અનેકાન્તાત્મક દૃષ્ટિએ જોવાનું નામ જ સ્યાદ્વાદ છે. જે વસ્તુ જે રૂપમાં વસ્તુતઃ છે તેને તે જ રૂપમાં યથાર્થ જાણવી અને તદિતર રૂપમાં અયથાર્થ જાણવી એ જ સ્યાદ્વાદ છે. સ્યાદ્વાદ સ્વયં પણ જો કોઈ રૂપમાં અયથાર્થ યા મિથ્યા હોય તો તેમ માનવામાં કોઈ હાનિ નથી. જો આપણે એકાન્તવાદી દૃષ્ટિકોણ અપનાવીએ અને સ્યાદ્વાદ પ્રતિ જોઈએ તો તે પણ મિથ્યા પ્રતીત થશે. અનેકાન્ત દષ્ટિએ જોતાં સ્યાદ્વાદ સત્ય પ્રતીત થશે. બન્ને દૃષ્ટિઓને સામે રાખી આપણે કહી શકીએ કે સાદૂવાદ કથંચિત મિથ્યા છે અર્થાત એકાન્તદષ્ટિની અપેક્ષાએ મિથ્યા છે અને કથંચિત સત્ય છે અર્થાતુ અનેકાન્તદષ્ટિની અપેક્ષાએ સત્ય છે. જેનું જે દષ્ટિએ જેવું પ્રતિપાદન હોઈ શકતું હોય તેનું તે દષ્ટિએ તેવું પ્રતિપાદન કરવા માટે સ્યાદ્વાદ તૈયાર છે. એમાં એની કોઈ હાનિ નથી. જો આપણે કહી શકીએ કે પ્રત્યેક પદાર્થ સ્વરૂપથી સત્ છે અને પરરૂપથી અસત્ છે તો આપણે એ પણ કહી જ શકીએ કે સ્યાદ્વાદ સ્વરૂપથી અર્થાત્ અનેકાન્તાત્મક રૂપથી સત્ છે, યથાર્થ છે અને પરરૂપથી અર્થાત્ એકાત્તાત્મક રૂપથી અસત્ છે, અયથાર્થ છે. આપણું આ કથન પણ સ્યાદ્વાદ જ છે. બીજા શબ્દોમાં, સ્યાદ્વાદને કથંચિત્ યથાર્થ અને કથંચિત્ અયથાર્થ કહેવો એ પણ સ્યાદ્વાદ જ છે.
૯, સપ્તભંગીના પાછલા ત્રણ ભંગ વ્યર્થ છે કેમ કે તે કેવળ બે ભંગોને જોડવાથી બને છે. આ પ્રકારના જોડાણથી જ સંખ્યા વધારવી હોય તો સાત શું અનન્ત ભંગો બની શકે.
એ તો અમે કહી દીધું જ છે કે એક ધર્મને લઈને મૂલતઃ બે પક્ષો બને છે – વિધિ અને નિષેધ. પ્રત્યેક ધર્મનું કાં તો વિધાન થાય કાં તો નિષેધ. આ બે ભંગો મુખ્ય છે. બાકીના ભંગો વિવક્ષાભેદથી બને છે. ત્રીજા અને ચોથો આ બન્ને ભંગો પણ સ્વતન્ન નથી. વિધિ અને નિષેધની ક્રમથી વિવક્ષા હોતાં ત્રીજો ભંગ બને છે અને યુગપતુ વિવેક્ષા હોતાં ચોથો ભંગ બને છે. આ જ રીતે વિધિની તેમ જ યુગપતુ વિધિ તથા નિષેધની વિવક્ષા હોતાં પાંચમો ભંગ બને છે. આગળના ભંગોનો પણ આ જ ક્રમ છે. એ બરાબર છે કે જૈનાચાર્યોએ સાત ભંગો ઉપર જ ભાર આપ્યો છે અને સાત ભંગો જ શા માટે–વધુ કે ઓછા કેમ નહિ–એ પ્રશ્નના ઉત્તરમાં અનેક હેતુઓ આપી સાત ભંગો જ ઘટે છે, વધુ કે ઓછા ઘટતા નથી એ સિદ્ધ કર્યું છે, પરંતુ જૈન દર્શનની મૂળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org