________________
સાપેક્ષવાદ
૨૬૫ સમસ્યા સાતની નથી, બેની છે. બૌદ્ધ દર્શન અને વેદાન્તમાં જે ચાર કોટિઓ ઉપર ભાર મૂકવામાં આવે છે તે પણ સપ્તભંગીની માફક જ છે. તેમાં પણ મૂળ રૂપમાં બે જ કોટિઓ છે. ત્રીજી અને ચોથી કોટિમાં મૌલિકતા નથી. કોઈ એ કહી શકે કે બે ભંગોને પણ મુખ્ય શા માટે માનવા, એક જ ભંગ મુખ્ય છે. આમ કહેવું યોગ્ય નથી કેમ કે આપણે જોઈ ગયા છીએ કે વસ્તુ ન તો સર્વથા સત્ યા વિધ્યાત્મક હોઈ શકે કે ન તો સર્વથા અસતુ યા નિષેધાત્મક. વિધિ અને નિષેધ બન્ને રૂપોમાં વસ્તુની પૂર્ણતા રહેલી છે. ન તો વિધિ નિષેધ કરતાં વધારે બળવાન છે કે ન તો નિષેધ વિધિ કરતાં વધારે શક્તિવાળો છે. બન્ને સમાનભાવે વસ્તુની યથાર્થતામાં કારણભૂત છે. વસ્તુનું પૂર્ણ રૂપ જોવા માટે બન્ને પક્ષોની સત્તા માનવી અને બન્ને પક્ષોને સમબલ માનવા આવશ્યક છે. તેથી પહેલા બે ભંગો મુખ્ય છે. હા, જો કોઈ એવું કથન હોય જેમાં વિધિ અને નિષેધનું એકસરખું પ્રતિનિધિત્વ હોય અને બન્નેમાંથી કોઈનો પણ તિરસ્કાર ન હોય, તો તેને પણ મુખ્ય માનવામાં જૈન દર્શનને કોઈ આપત્તિ નથી. વસ્તુનું વિશ્લેષણ કરતાં પ્રથમ બે ભંગો અવશ્ય સ્વીકારવા પડે છે. વિવક્ષાભદ ૨૩ ભંગોની રચના ભગવતીસૂત્રમાં આપણે પહેલાં જોઈ ગયા છીએ.
૧૦. સ્યાદ્વાદને માનનારા કેવળજ્ઞાનની સત્તામાં વિશ્વાસ ન કરી શકે કેમ કે કેવળજ્ઞાન એકાન્તપણે પૂર્ણ હોય છે. તેની ઉત્પત્તિ માટે પછી કોઈની અપેક્ષા રહેતી નથી. તે નિરપેક્ષ પૂર્ણ જ્ઞાન છે.
આપવામાં આવેલી આ આપત્તિ અયોગ્ય છે. હકીકતમાં, સ્યાદ્વાદ અને કેવળજ્ઞાનમાં તત્ત્વજ્ઞાનની દષ્ટિએ કોઈ ભેદ નથી. કેવળી વસ્તુને જે રૂપમાં જાણે છે સ્યાદ્વાદી પણ વસ્તુને તે જ રૂપમાં જાણે છે. અન્તર કેવળ એટલું જ છે કે કેવળી જે તત્ત્વને સાક્ષાત જાણે છે–પ્રત્યક્ષજ્ઞાન દ્વારા જાણે છે સ્યાદ્વાદીછધસ્થ તેને જ પરોક્ષજ્ઞાન – શ્રુતજ્ઞાન - દ્વારા જાણે છે. કેવળજ્ઞાન પૂર્ણ છે એનો અર્થ એ છે કે તે સાક્ષાત્ આત્મા દ્વારા થાય છે અને તે જ્ઞાનમાં કોઈ જાતની બાધાની સંભાવના નથી. પૂર્ણતાનો એ અર્થ નથી કે તે એકાન્તવાદી થઈ જાય. તત્ત્વને તો તે સાપેક્ષ અર્થાત્ અનેકાન્તાત્મક રૂપમાં જ દેખે છે. એટલું જ નહિ પણ તેમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે ધર્મો રહે છે. કાલ જેવી રીતે પદાર્થમાં પરિવર્તન કરે છે તેવી જ રીતે કેવળજ્ઞાનમાં પણ પરિવર્તન કરે છે. જૈન દર્શન કેવળજ્ઞાનને કૂટસ્થનિત્ય નથી માનતું. કોઈપણ વસ્તુની ભૂત, વર્તમાન અને અનાગત એમ ત્રણ અવસ્થાઓ હોય છે. જે અવસ્થા આજ અનાગત હોય છે તે કાલ વર્તમાન બને છે. જે આજ વર્તમાન છે તે કાલ ભૂતમાં પરિણત થાય છે. કેવળજ્ઞાન આજની ત્રણ પ્રકારની અવસ્થાઓને આજની દૃષ્ટિએ જાણે છે. કાલનું જાણવું આજના જાણવાથી ભિન્ન બની જશે કેમ કે આજ જે વર્તમાન છે તે કાલે ભૂત હશે અને આજ જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org