________________
સાપેક્ષવાદ
નથી. જ્યાં સંશય નથી ત્યાં તત્ત્વજ્ઞાન થવામાં કોઈ બાધા નથી. તેથી સંશયાશ્રિત જેટલા પણ દોષો છે તે બધાથી સ્યાદ્વાદ મુક્ત છે. તે દોષોનું આરોપણ સ્યાદ્વાદ ઉપર થઈ શકે નહિ.
૭. સ્યાદ્વાદ એકાન્તવાદ વિના રહી શકતો નથી, ટકી શકતો નથી. સ્યાદ્વાદ કહે છે કે પ્રત્યેક વસ્તુ યા ધર્મ સાપેક્ષ છે. સાપેક્ષ ધર્મોના મૂળમાં જ્યાં સુધી કોઈ એવું તત્ત્વ ન હોય જે બધા ધર્મોને એક સૂત્રમાં બાંધી શકે ત્યાં સુધી તે ધર્મો ટકી શકે નહિ. તેમને એકતાના સૂત્રમાં બાંધનારું કોઈક તત્ત્વ તો અવશ્ય હોવું જ જોઈએ જે સ્વયં નિ૨પેક્ષ હોય. એવા નિરપેક્ષ તત્ત્વની સત્તા માનતાં સ્યાદ્વાદનો સિદ્ધાન્ત કે પ્રત્યેક વસ્તુ સાપેક્ષ છે ખંડિત થઈ જાય છે.
૨૬૩
સ્યાદ્વાદ તો જે વસ્તુ જેવી છે તેને તેવી જ જોવાના સિદ્ધાન્તનું પ્રતિપાદન કરે છે. બધા પદાર્થો યા ધર્મોમાં એકતા છે એ વાત તો સ્યાદ્વાદ પણ માને છે. ભિન્ન ભિન્ન વસ્તુઓમાં અભેદને સ્વીકારવો સ્યાદ્વાદને અભીષ્ટ છે. સ્યાદ્વાદ એ નથી કહેતો કે અનેક ધર્મોમાં કોઈ એકતા નથી. વિભિન્ન વસ્તુઓને એકસૂત્રમાં બાંધનારું અભેદાત્મક તત્ત્વ અવશ્ય છે, પરંતુ એવા તત્ત્વને માનવાનો એ અર્થ નથી કે સ્યાદ્વાદ એકાન્તવાદ બની ગયો. સ્યાદ્વાદ એકાન્તવાદ તો જ બને જો તે ભેદનું ખંડન કરે, અનેકતાનો તિરસ્કાર કરે. અનેકતામાં એકતા માનવી એ તો સ્યાદ્વાદને પ્રિય છે. પરંતુ અનેકતાનો નિષેધ કરીને એકતાનો સ્વીકા૨ ક૨વો તેની મર્યાદાની બહાર છે. ‘સર્વમે સવિશેષાત્’ આ સિદ્ધાન્તને માનવા માટે સ્યાદ્વાદ તૈયાર છે પરંતુ અનેકતાનો નિષેધ કરીને નહિ પણ તેનો સ્વીકાર કરીને. એકાન્તવાદ અનેકતાનો નિષેધ કરે છે – અનેકતાને અયથાર્થ માને છે – ભેદને મિથ્યા કહે છે જ્યારે એથી ઊલટું અનેકાન્તવાદ તો એકતાની સાથે સાથે અનેકતાને પણ યથાર્થ માને છે. એકતામૂલક આ તત્ત્વ એકાન્તપણે નિરપેક્ષ છે
એમ ન કહી શકાય. એકતા અનેકતા વિના રહી શકતી નથી અને અનેકતા એકતાના અભાવમાં નથી રહી શકતી. એકતા અને અનેકતા પરસ્પર એવી તો જોડાયેલી છે કે એકને બીજીથી અલગ કરી શકાય નહિ. જો વસ્તુસ્થિતિ આવી છે તો એકતાને સર્વથા નિરપેક્ષ કહેવી યુક્તિયુક્ત નથી. એકતા અનેકતાશ્રિત છે અને અનેકતા એકતાશ્રિત છે. બન્ને પરસ્પરાવલંબી છે. બન્નેને એકબીજીની અપેક્ષા છે. એકતા વિના અનેકતાનું કામ ચાલી શકતું નથી અને અનેકતા વિના એકતા પણ કંઈ કરી શકતી નથી. તત્ત્વ તો એકતા અને અનેકતાનું સમન્વિત રૂપ છે. તેને ન તો એકાન્તપણે એક કહી શકાય કે ન તો એકાન્તપણે અનેક કહી શકાય. તે એક પણ છે અને અનેક પણ છે. તેથી એકતાને વાસ્તવિક માનવા છતાં પણ સ્યાદ્વાદને એકાન્તવાદ યા નિરપેક્ષવાદનો કોઈ ભય નથી જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org