________________
૨ ૬ ૨
જૈન ધર્મ-દર્શન
સ્યાદ્વાદમાં સંકરદોષ તો જ આવે જો ભેદ અભેદ બની જાય. આશ્રય એક હોવાનો અર્થ એ નથી કે આશ્રિત પણ એક બની જાય. એક જ આશ્રયમાં અનેક આશ્રિતો રહી શકે છે. એક જ જ્ઞાનમાં ચિત્રવર્ણનો પ્રતિભાસ થાય છે તેમ છતાં બધા વર્ષો એક બની જતા નથી. એક જ વસ્તુમાં સામાન્ય અને વિશેષ બન્ને રહે છે તેમ છતાં સામાન્ય અને વિશેષ એક નથી બની જતા. ભેદ અને અભેદનો આશ્રય એક જ પદાર્થ છે પરંતુ તે બન્ને એક નથી. જો તેઓ એક હોત તો એકની જ પ્રતીતિ થાત, બેની નહિ. જો બન્નેની ભિન્ન ભિન્ન રૂપમાં પ્રતીતિ થાય છે તો પછી તેમને એકરૂપ કેવી રીતે કહી શકાય?
૫. જ્યાં ભેદ છે ત્યાં અભેદ પણ છે અને જ્યાં અભેદ છે ત્યાં ભેદ પણ છે. બીજા શબ્દોમાં, જે ભિન્ન છે તે અભિન્ન પણ છે અને જે અભિન્ન છે તે ભિન્ન પણ છે. ભેદ અને અભેદ પરસ્પર બદલી શકાય છે. તેને પરિણામે સ્યાદ્વાદમાં વ્યતિકરદોષ આવશે.
જેમ સંકરદોષ સ્યાદ્વાદ ઉપર લગાવી શકાતો નથી તેમ વ્યતિકરદોષ પણ સ્યાદ્વાદ ઉપર લગાવી શકાતો નથી. સ્યાદ્વાદ વ્યતિકરદોષથી દૂષિત નથી. બન્ને ધર્મ સ્વતપણે વસ્તુમાં રહે છે અને તેમની પ્રતીતિ પોતપોતાના રૂપમાં થાય છે. જો આવું છે તો વ્યતિકરદોષની કોઈ સંભાવના નથી. જયારે ભેદની પ્રતીતિ સ્વતંત્ર છે અને અભેદની પ્રતીતિ પણ સ્વતંત્ર છે ત્યારે ભેદ અને અભેદની અદલાબદલીની શક્યતા જ ક્યાં છે? આવું છે તો પછી વ્યતિકરદોષ દેવાનો કોઈ અર્થ જ નથી. ભેદનું ભેદરૂપે ગ્રહણ કરવું અને અભેદનું અભેદરૂપે ગ્રહણ કરવું એ જ સ્યાદ્વાદનો અર્થ છે. તેથી અહીં વ્યતિકર જેવી કોઈ ચીજ જ નથી.
૬. તત્ત્વ ભેદભેદાત્મક હોવાથી કોઈ પણ નિશ્ચિત ધર્મનો નિર્ણય નહિ થઈ શકે અને જ્યાં કોઈ પણ નિશ્ચિત ધર્મનો નિર્ણય ન થઈ શકતો હોય ત્યાં સંશય ઉત્પન્ન થઈ જાય છે, અને જ્યાં સંશય હોય ત્યાં તત્ત્વનું જ્ઞાન થઈ શકે જ નહિ.
આ દોષ પણ મિથ્યા છે. ભેદાભૂદાત્મક તત્ત્વનું ભેદાભદાત્મક રૂપે જ્ઞાન થવું એ સંશય નથી. સંશય તો ત્યાં થાય છે જ્યાં એ નિર્ણય ન થાય કે તત્ત્વ ભૂદાત્મક છે કે અભેદાત્મક છે કે ભેદ અને અભેદ ઉભયાત્મક છે. જ્યારે એ નિર્ણય થાય છે કે તત્ત્વ ભેદ અને અભેદ ઉભયાત્મક છે ત્યારે એ કેવી રીતે કહેવાય કે કોઈ પણ નિશ્ચિત ધર્મનો નિર્ણય થતો નથી. અને જ્યાં નિશ્ચિત ધર્મનો નિર્ણય છે ત્યાં સંશય ઉત્પન્ન થઈ શકતો જ
૧. બૌદ્ધ. ૨. ન્યાય-વૈશેષિક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org