________________
૩૪૬
જૈન ધર્મ-દર્શન
અર્થાત્ સ્વશરીર ઉપરની પોતાની મમતાનો ત્યાગ કરી દી છે. આ સ્થિતિમાં તેના ઉપર જો કોઈ સંકટ આવી પડે છે તો તેને તે સમભાવપૂર્વક સહન કરે છે. ધ્યાનની સાધના માટે એટલે કે ચિત્તની એકાગ્રતાના અભ્યાસ માટે કાયોત્સર્ગ અનિવાર્ય છે. કાયોત્સર્ગમાં હાલવું-ડોલવું, બોલવું-ચાલવું, ઊઠવું-બેસવું આદિ બંધ હોય છે. એક સ્થાન ઉપર બેસીને અથવા ઊભા રહીને નિશ્ચલ અને નિઃસ્પન્દ મુદ્રામાં આત્મધ્યાનમાં લાગી જવાનું હોય છે. સર્વવિરત શ્રમણ દ૨૨ોજ સવારે અને સાંજે કાયોત્સર્ગ દ્વારા શરીર અને આત્મા વિશે વિચારે છે કે આ શરીર અન્ય છે અને હું (આત્મા) અન્ય છું. હું ચેતન છું જ્યારે
આ શરીર જડ છે. મારાથી ભિન્ન આ શરીર ઉપર મારે મમત્વ રાખવું ઉચિત નથી. આ જાતની ઉદાત્ત ભાવનાના અભ્યાસના કારણે તે કાયોત્સર્ગના સમયે અથવા અન્ય પ્રસંગે આવી પડનાર બધા પ્રકારના ઉપસર્ગોને – કષ્ટોને સમ્યક્ રીતે સહન કરે છે. આવું કરે તો જ તેનો કાયોત્સર્ગ સફળ થાય છે. શરીરની ચેષ્ટાઓનો નિરોધ કરીને એક જ સ્થાને નિશ્ચલ અને નિઃસ્પન્દ સ્થિતિમાં ઊભા રહેવું કે બેઠા રહેવું દ્રવ્યકાયોત્સર્ગ છે. ધ્યાન અર્થાત્ આત્મચિન્તન ભાવકાયોત્સર્ગ છે. કાયોત્સર્ગમાં ધ્યાનનું જ વિશેષ મહત્ત્વ છે. શારીરિક સ્થિરતા ધ્યાનની નિર્વિઘ્ન સાધના માટે આવશ્યક છે. કાયચેષ્ટાનિરોધરૂપ દ્રવ્યકાયોત્સર્ગ આત્મચિન્તનરૂપ ભાવકાયોત્સર્ગની ભૂમિકાનું કાર્ય કરે છે.
પ્રત્યાખ્યાનનો અર્થ છે ત્યાગ. આમ તો સર્વવિરત મુનિને હિંસા વગેરે દોષોથી યુક્ત બધા પદાર્થોનો ત્યાગ હોય છે જ પરંતુ નિર્દોષ પદાર્થોમાંથી પણ અમુકનો ત્યાગ કરી બાકીનાનું જ સેવન કરવું અનાસક્ત ભાવને પોષવા માટે આવશ્યક છે. પ્રત્યાખ્યાન આવશ્યક આ ઉદ્દેશ્યને પૂરો કરે છે. તેના દ્વારા મુનિ અમુક સમયગાળા માટે અથવા જીવનભરને માટે અમુક પ્રકારના અથવા બધી જાતના પદાર્થોના સેવનનો ત્યાગ કરે છે. આમ કરવાથી તૃષ્ણા, લોભ, અશાન્તિ આદિ મનોવિકારો ઊઠતા અટકે છે. મન, વચન અને કાયા અશુભ પ્રવૃત્તિઓમાંથી અટકી પાછાં વળીને શુભ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થાય છે. ભગવતી સૂત્રના સાતમા શતકના બીજા ઉદ્દેશકમાં પ્રત્યાખ્યાનના વિવિધ ભેદોનું વર્ણન છે. તે ભેદોમાં અનાગત આદિ દસ ભેદો પ્રત્યાખ્યાનનું સ્વરૂપ સમજવા માટે વિશેષ ઉપયોગી છે. આ દસ પ્રકારનાં પ્રત્યાખ્યાનોનાં નામ આ પ્રમાણે છે - (૧) અનાગત, (૨) અતિક્રાન્ત, (૩) કોટિયુક્ત, (૪) નિયત્રિત, (૫) સાગાર, (૬) અનાગાર, (૭) કૃતરિમાણ, (૮) નિરવશેષ, (૯) સાંકેતિક અને (૧૦) કાલિક. પર્વ આદિ વિશેષ્ટ અવસરો પર કરવાનું પ્રત્યાખ્યાન અર્થાત્ ત્યાગવિશેષ ~~~~ તપવિશેષ કારણવશાત્ પર્વ આદિના પહેલાં જ કરી લેવું એ અનાગત પ્રત્યાખ્યાન છે. પર્વ આદિ વ્યતીત થઈ ગયા પછી તપવિશેષની આરાધના કરવી એ અતિક્રાન્ત પ્રત્યાખ્યાન છે. એક તપ પૂરું થતાં જ બીજા તપને શરૂ કરી દેવું એ કોટિયુક્ત પ્રત્યાખ્યાન છે. રોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org