________________
૩૨૮
જૈન ધર્મ-દર્શન જણાવેલા નિયમમાં અપવાદ છે.
(૮) ઉપશમન – કર્મની જે અવસ્થામાં ઉદય અથવા ઉદીરણા સંભવતાં નથી તેને ઉપશમન કહે છે. આ અવસ્થામાં ઉદ્વર્તના, અપવર્તન અને સંક્રમણની સંભાવનાનો અભાવ નથી. જેવી રીતે રાખથી આવૃત અગ્નિ તે અવસ્થામાં રહેતાં પોતાના કાર્યવિશેષને કરતો નથી પરંતુ રાખનું આવરણ દૂર થતાં જ પુનઃ પ્રજ્વલિત થઈ પોતાનું કાર્ય કરવા તૈયાર થઈ જાય છે તેવી જ રીતે ઉપશમન અવસ્થામાં રહેલું કર્મ તે અવસ્થા સમાપ્ત થતાં જ પોતાનું કાર્ય કરવાનું શરૂ કરી દે છે અર્થાત્ ઉદયમાં આવીને પોતાનું ફળ આપવાનું શરૂ કરી દે છે.
(૯) નિધત્તિ – કર્મની તે અવસ્થા નિધત્તિ કહેવાય છે જેમાં ઉદીરણા અને સંક્રમણનો સર્વથા અભાવ હોય છે. આ અવસ્થામાં ઉદ્વર્તના અને અપવર્તના સંભવે
(૧૦) નિકાચન – કર્મની તે અવસ્થાનું નામ નિકાચન છે જેમાં ઉદ્વર્તન, અપવર્તના, સંક્રમણ અને ઉદીરણા એ ચારેનો અસંભવ હોય છે. આ અવસ્થાનો અર્થ એ છે કે કર્મનો જે રૂપમાં બંધ થયો હોય તે જ રૂપમાં તેને અનિવાર્યપણે ભોગવવું. આ અવસ્થાનું નામ નિયતિ પણ છે. આમાં ઇચ્છાસ્વાતત્યનો સર્વથા અભાવ હોય છે. કોઈ કોઈ કર્મની આ જ અવસ્થા હોય છે.
(૧૧) અબાધ – કર્મ બંધાયા પછી અમુક સમય સુધી કોઈ પણ પ્રકારનું ફળ ન દેવું એ તે કર્મની અબાધાઅવસ્થા છે. આ અવસ્થાના સમયગાળાને અબાધાકાલ કહેવામાં આવે છે. આના ઉપર પહેલાં પ્રકાશ પાડી દીધો છે.
ઉદયના માટે બીજી પરંપરાઓમાં પ્રારબ્ધ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે સત્તા માટે સંચિત, બન્ધન માટે આગામી અથવા ક્રિયામાણ, નિકાચન માટે નિયતવિપાકી, સંક્રમણ માટે આવા પગમન, ઉપશમન માટે તનુ આદિ શબ્દોના પ્રયોગો મળે છે.' કર્મ અને પુનર્જન્મ
કર્મ અને પુનર્જન્મનો અવિચ્છેદ્ય સંબંધ છે. કર્મનું અસ્તિત્વ સ્વીકારીએ એટલે એના ફળ રૂપે પરલોક અથવા પુનર્જન્મનું અસ્તિત્વ સ્વીકારવું જ પડે. જે કર્મોનાં ફળ આ જન્મમાં મળતાં નથી તે કર્મોનાં ફળ ભોગવવા માટે પુનર્જન્મને માનવો અનિવાર્ય
૧. જુઓ યોગદર્શન તથા યોગવિંશિકા (પં. સુખલાલજી દ્વારા સંપાદિત), પ્રસ્તાવના, પૃ.
48; Outlines of Indian Philosophy (P. T. Srinivasa Iyengar,) 4. ?.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org